Quotes by Mital Khetani in Bitesapp read free

Mital Khetani

Mital Khetani

@mitalkhetani1087


મહામૂર્ખ નો પહેરવેશ જોઈએ છે

મારે ક્યાં લેશ જોઈએ છે.
શ્રેય નહીં શ્રેષ્ઠ જોઈએ છે.

જગ પુરસ્કારો અર્પણ જગને
પ્રભુ આવે લેવાં પ્રવેશ જોઈએ છે.

પ્રેમનું બ્રહાસ્ત્ર પ્રપંચ,પિશાચ સામે
પવિત્ર,શાંત આવેશ જોઈએ છે.

વસુધા કલ્યાણ માટે સામ,દામ અને
નારદનો દંડ,ભેદ,દ્વેષ જોઈએ છે.

સ્વીકારે,સાંભળે બૌધ્ધિકો એ માટે
મહામૂર્ખ નો પહેરવેશ જોઈએ છે.

બનાવ ઇશ સુંગધ કે પારસી સાકર
અલોપ એવો સમાવેશ જોઈએ છે.

ભોગવવો છે ભોગ સર્વોત્તમ
વૈરાગ્ય નો વેશ જોઈએ છે.

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી

Read More

ઓ આગ...

ઓ આગ...
શું તારાં બાપ નો માલ છે?
ગમે ત્યારે સળગાવશ તું જીવતાં બાગ

તું સાવ નકકટી છો કે શું?
વગર બોલાવ્યે પ્રગટી ઝડપશ તું લાગ.

કેટલાંય ને દઝાડયાં,લાખોને માર્યા,
બચે તેનાં જીવને લગાવ્યાં તે નર્કનાં ડાઘ

ડૂબી નો મરાય તારે કોઈની ચીસ સાંભળી?
યુવા,વડીલો અને ભસ્મ કરતી તું ગાભણી
તને ક્યાં વય,સ્થળ,સમય નું પ્રમાણભાન
કેટલીય વહુને દહેજ નો તે આપ્યો છે તાપ

આત્મહત્યારા ઓ ને તો તું સાવ હાથવગી
મોત ની જાણે તું જ માલિક ને તું જ પગી
ઠારવાં મથે કેટલાંય તોય ના ઠરતી તું વાયળી
તારો ઘડો ય સળગશે કોક દિ ઓ મહાપાપ

ને ભડભડીયો હોય જ તને તો ઠર એમ લાગજે
કૂવો ખોદેલો હોય ત્યાં જ ટપકજે ઓ આગ

તું એક જ પાકી અગ્નિ ને ત્યાં કપૂતી અળખામણી,
બાકી અગ્નિદેવ તો છે પંચ મહાભૂત માઇ બાપ.
ઓ આગ,ઓ આગ,ભાગી જાં તું કાયમી ભાગ.

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)

Read More

ભારત ને વિશ્વ ગુરુ બનાવવા એ રાજા ની સાથે પ્રજા ની પણ,સામુહિક મંગલ જવાબદારી...

ભારત ફરી વિશ્વ ગુરુ બનશે?

શું સદીઓ ની કળું વળશે?
ભારત ફરી વિશ્વ ગુરુ બનશે?

મોદી તમે આવ્યાં તો આશા છે,
સોનાંની ચકલી ડાળે શરૂ થશે.

ખોટું ઇ ખોટું સ્વીકારશે સૌ અને
ખરું એ સરિયામ ખરું બનશે?

યથા પ્રજા તથા રાજા સમજજો,
આપણે સુધરશું તો જરૂર બનશે.

હશે પક્ષ,ધર્મ,જાતિ,પ્રાંતનો ભેદ;
ત્યાં સુધી વરુઓની લાળું પડશે.

નીતિ,રીતિ,પ્રીતિથી સૌ પ્રગતિ કરે,
તો જ ભારત ફરી કલ્પતરું બનશે.

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી

Read More

જાહેરમાં તું મને ઇગ્નોર કરે છે.
એમ કરી તું પ્રેમને શ્યોર કરે છે.

મારી પોસ્ટ કોણ લાઈક કરે છે,
ચેક કરીને જ તારી ભોર પડે છે.

લાસ્ટ સ્ટેટસ મારુ જોઈને જ,
આંખો રાત્રે તારી તું મૌન કરે છે.

હું તારો પાસવર્ડ છું ને રહેવાનો,
તો શાનો આટલો તું ઢોંગ કરે છે.

દિલ માંથી હું ક્યાં બ્લોક થવાનો,
તો પછી શાનો આ શોર કરે છે.

એવો ડોક્ટર હજું છે જ ક્યાં,
પ્રેમરોગી નાં દર્દ જે ક્યોર કરે છે.

ચાલને વ્હાલી સમાધાન કરીએ,
જન્મોના સાથી ક્યાં વોર કરે છે.

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી

Read More

કૉક કાઢે તે પહેલાં જ ખસવું જરૂરી છે.

જેમ ફોટો પડાવતાં ટાણે હસવું જરૂરી છે.
તેમ cctv માં ય સદા મલકવું જરૂરી છે.

સમયે સમયે બીજાને તમે આપજો તક,
કૉક કાઢે તે પહેલાં જ ખસવું જરૂરી છે.

ભરી રાખશો પીડાઓ મનમાં તો મરશો,
વાર તહેવારે ખાનગીમાં રડવું જરૂરી છે.

જો બનશો પાર્થ તો મળી જ જશે કૃષ્ણ,
વાત સાચી હોય ત્યારે લડવું જરૂરી છે.

આ મારું આ તમારું કરશો ક્યાં લગણ?
ફળ તો ફળ છે એને તો ફળવું જરૂરી છે.

ટોચ પર હો ત્યારે જ લઈ લેજો નિવૃત્તિ,
ક્યારેક ભરી વસંતે ય ખરવું જરૂરી છે.

કશું ના કરી શકો તોય બનજો જટાયુ,
રાવણો ને જાન જોખમે નડવું જરૂરી છે.

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી

Read More

શબ્દવાસી રમેશ પારેખ ને કાવ્યાંજલિ

આજે ર.પા. નો શબ્દવાસ થયો તો.

ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો.
આજે ર.પા. નો શબ્દવાસ થયો તો.

વિધવા સોનલે મૂકી તી કાળી પોક ને,
આભ જેવો એ પાછો આકાશ ગયો તો.

એ છલકતી નદી અને શબ્દ છે સાગર,
પંચમહાભૂતે બેય નો સહવાસ થયો તો.

૬ અક્ષરનાં નામને ચાહ્યોતો અઢી અક્ષરે,
પ્રેમ પણ પછી એની વાહે લાશ થયો તો.

એ ના સમાયો ને ના સમાવાનો શબ્દકોષે,
શ્રદ્ધાંજલિમાં તોય બકવાસ થયો તો.

જીવતો હતો ર. પા.ને જીવતો રહેશે સદા,
મોત તારો જોને કેવો રકાસ થયો તો.

-મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી

Read More

બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે.

હોય તેનાથી વધૂ ઘરડો થઈ જાય છે.
બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે.

દીકરી ને એમ ક્યાં કહી શકે કે તું રોકાં,
ને રજા આપવામાં પડધો થઈ જાય છે.

એક બાજુ આનંદ છે કર્તવ્ય પાલનનો,
અવાજ ગમગીનીનો પડઘો થઇ જાય છે.

આભને ય ટેકો કરે એવો મરદોમરદ બાપ,
જાન વળાવી ફરતાં લંગડો થઈ જાય છે.

'સુખી રહેજે' કહી જીવતરની પુનાઈ આપી,
બાપ પોતાનાં થી જ અળગો થઈ જાય છે.

દીકરી જેવી જમાઈ લઇ જાય જાન સાથે,
બાપ પણ જીવતેજીવ મડદો થઈ જાય છે.

-મિત્તલ ખેતાણી(રાજકોટ, M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી

Read More

મને બાદબાકી નહીં ફાવે.

ઉમેરો હોય તો બોલ,મને બાદબાકી નહીં ફાવે.
સીધે કાઢવું છે ઘી તો બોલ,મને વાંકી નહીં ફાવે.

ભોળોભલો ને મૂર્ખ હું ,મને ચાલાકી નહીં ફાવે.
કોઈની લીટી ને ભૂંસી,મને તરક્કી નહીં ફાવે.

નિષ્ફળતા,વિઘ્નો ને હું સ્વીકારી લઈશ આખા,
સૌની પ્રાપ્તિ એકલાં લેવાની,મને પદ્ધતિ નહીં ફાવે.

દેવા હોય તો દર્શન દે પૂરાં એ ઈશ્વર ,એ પ્રિયે;
સમૂળગા નો જીવ છું , મને ઝાંખી નહીં ફાવે.

આજે ઉધારને કાલે રોકડાં એવું ના કર તું પ્રભુ,
કર્મનો ચૂકતો કર હિસાબ,મને બાકી નહીં ફાવે.

તું કૃષ્ણ તો હું ય સુદામા છું તારો જ દોસ્ત,
લેવાં તું જ આવજે દોડી,મને પ્રોક્સી નહીં ફાવે.

રાવણ ને મારીશ તીર તો છાતીએ જ મારીશ,
રામ નો વંશજ છું તો ય,મને નાભિ નહીં ફાવે.

પાવું હોય તો તું જ પાજે મય કે ગંગાજળ,
યજમાન તું જ પ્રભુ મારો,મને સાકી નહીં ફાવે.

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'મનેજમેન્ટ' માં થી

Read More