Quotes by Miral Patel in Bitesapp read free

Miral Patel

Miral Patel

@miralpatel2017


મારો પ્રેમ પરખાય છે હવે કલમ વડે...
ખરુ કહુ તો મારી લાગણીઓ લખાય છે કલમ વડે...

મસ્તી મેળાપ અને મહોબ્બત તણી વાતો તારી
આજે મારા અંગે અંગ મહેકાય છે કલમ વડે...

જિંદગીના ઘા બહુ ઉંડા વાગ્યા છે, સાહેબ!!!
આ સફર કેટ કેટલીક નિશાની મુકી જાય છે કલમ વડે...

તારા જ એક નામનો અપાર નશો ચડ્યો છે
મારા મુખ પરનુ સ્મિત સચવાય છે કલમ વડે...

મબલખ દુઃખનો ઢગલો લઈને બેઠો છું
યુવા કવિ ના આ જ કારણે કાવ્ય રચાય છે કલમ વડે

-મિરલ ભાવેશભાઈ પટેલ.
(યુવા કવિ)

Read More

હજુ તો ચાંદ તારાને અડવાની તાકાત હતી અમારી
પણ નસીબ અમારા કે કોઈ સાધન ચોથે માળ સુંધી પ્હોંચી ન શક્યા...

સમાજ ને કંઈક રોશન દિપાવવાની આશા હતી અમારી
પણ અમે તો જ્યોત થી જ્વાળાની વચ્ચે જીવ આપી બેઠા...

શું પરિક્ષા કરી છે તે પ્રભુ એ માવતરને પારખવા
હસતાં મોઢે નિજ ઘરેથી નિકળ્યા અને આગમાજ આહુતિ આપી બેઠા...

યુવા કવિ ના શબ્દ કલમ હવે ભભકી ઉઠ્યા છે
પણ આ સમજદાર સરકાર જુઓને સમયસર પ્હોંચી ન શક્યા

Rest In Peace?

-મિરલ ભાવેશભાઈ પટેલ.
(યુવા કવિ)

Read More

_તારી આંખોના ઉંડાણ મા એ રીતે ડૂબી જાણું_
_કે તારી કામણગારી નયનો મા હવે જાણે *કાજલ* લાગે_

_તારા સોંદર્ય ને એ રીતે પી જાણું_
_કે તારી તરસ નો રસ હવે જાણે *છલોછલ* લાગે_

_*યુવા કવિ* તારા પ્રણય ને એ રીતે લખી જાણું_
_કે તારી યાદો ને વાતો હવે જાણે *હલાહલ* લાગે_

-મિરલ ભાવેશભાઈ પટેલ.
(યુવા કવિ)

Read More

આજ બીરજ મા હોળી આવી રે
વ્હાલ થી વાસંતી માદકતા મહેકાવી રે

આ કુદરત જાણે કે સોળે શણગાર સજ્યો રે
વાતાવરણ રંગથી ઉમંગ ભર બન્યો રે

અષ્ટમી થી જોને ઉડ્યા રંગ આકાશ રે
કેસુડા ના પાન ને ઝુમ્મર ગોટા પલાશ ના રે

ભર પિચકારી થી છાંટ પાણી ની ધાર રે
બોલે મીઠા મીઠા કોયલ ના ટહુકાર રે

છોરો નંદગાઁવ નો અને બરસાનાની છોરી રે
સંગ મસ્તી મા ખેલે આજ લઠ્ઠમાર હોરી રે

ફાગ ધ્રુપદ રસિયો ને સંગ ડફલી નો તાલ સુણાય રે
નાચી ગાઈ ને મારવાડ આખુ સદંતરે ખોવાય રે

અબીલ ગુલાલ ને કેસર ચંદનની છોળો રે
ખોબે ભરી તાલ તાન મા ઉલાળો રે

યુવા કવિ તો પ્રેમ નો આ તહેવાર ઉજવે રે
એતો જાણે વિવિધ રંગો મા રંગાવે રે

Read More