Quotes by kishan in Bitesapp read free

kishan

kishan

@mehuldakhara1392


” મળવું છે મારે કઇ પણ કારણ વગર,
સંબંધ રાખું છું કઇ પણ સગપણ વગર…

પ્રેમ કરું છું કાઈ પણ અપેક્ષા વગર,
સતત સાથે ચાલતા રહીશું કોઈ મંજિલ વગર..

એક એક પળ નકામી લાગે છે તારી યાદ વગર,
તું સાથે હોય તો ચાલુ છું કોઇ પણ ડર વગર..

માની લીધા છે જીવનસાથી કોઇ પણ રસમ વગર,
સાથ હંમેશા નિભાવીશ કોઈપણ કસમ વગર..

શબ્દો પણ નથી લખાતા લાગણી વગર,
તું તો જિંદગી છે કેમ રહી શકું હું તારા વગર!”

Read More

❛સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,
નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી.

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.

‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,
જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી.

Read More

મારા વિચારો અને એમાં રેહતી તું !

તું એટલે મારી એવી પરિકલ્પના કે હું ઈચ્છુ એ રીતે તને ચાહી શકું !
તારી સાથે રહી શકું !
તારી સાથે હસી શકું !
તારી સાથે રડી શકું !
મતલબ કહું તો કંઈ પણ કરવા પહેલાં કઈ જ વિચારવું ના પડે કે ના એ બાબતે તારી કોઈ નારજગી હોય !
મારા શબ્દોના અલંકાર તારી સુંદરતાને ઓર નિખારી શકે પછી લખું કઈંક એવું ને ખુદ મુજને હું તુજમાં પરોવી શકું !
તારા એ ઘુમ્મરિયાળા કેશમાં મારા હાથની આંગળીઓ પરોવી કોઈક અટકચાળી કરતા તુજને હું છેડી શકું !
તારી લચકતી કમરની સુવાળી સપાટી પર હળવેકથી ચિમટી મારી તારી એ માદક આહ નો આનંદ લઇ શકું !
પછી તારો એ નખરાળો ગુસ્સો અતિવેગે મુજપર આવી ચડે ને એ મધમીઠી તકરાર કરતા તારી ઓર સમીપ આવી શકું !
ક્ષણભર માટે બધું થંભી જાય ને તારી આંખોમાં સ્થિર મારી આંખો હું રાખી શકું ! ના હોય પળનો પણ પલકારો ને તારી ધડકન હું મારા દિલમાં અનુભવી શકું !
રહી જાય તો બસ મૌન ચારેકોર અને એ મૌનમાં મારા પ્રેમભર્યા આલિંગનથી તને મદહોશ કરી શકું !
મારા વિચારો અને એમાં રહેતી મારી પરિકલ્પના એટલે તું !

Read More