The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હેપ્પી નાગ પંચમી
વિશ્વાસ અને અવિશ્વાસના ઝૂલામાં ઝૂલતી આ દુનિયામાં એક માણસ જ એવો છે જેની વફાદારી અને વિશ્વસનીયતા પર ક્યારેય આંગળી ઉઠાવી ન શકાય અને તે છે આપણે પોતે જ. પોતાની જાત પર જેટલો ભરોસો કરવામાં આવશે એટલી જ શક્તિ વધશે અને બીજા લોકો પણ એટલા જ પ્રમાણમાં આપણા પર વિશ્વાસ રાખશે. આવા માણસને બીજા સન્માન આપે છે તથા પોતાના ગુણોના કારણે તે લોકપ્રિય પણ બને છે. - મૌલિક રાજપૂત બોય
ઝીંદગી બડી અજીબ હોતી હૈ , કભી હાર તો કભી જીત હોતી હૈ , તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી , કિનારો પે તો બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ … - મૌલિક રાજપૂત બોય...
વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં, સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું - મૌલિક રાજપૂત બોય...
અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે? સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે, અડીખમ વરસાદ, ટાઢ, તડકો સઘળુ પસાર થાશે પંખીની જેમ હું પણ બેસીશ એની માથે સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે મૌલિક રાજપૂત બોય....
બેજ હોઈશું. ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ, એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું. જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે, એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું. હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ, એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું. આંખો જયારે ઝાંખી થશે,યાદશક્તિ પણ પાંખી થશે, ત્યારે,એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું. ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે, ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું. મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ , એમ કહીને એકબીજાને છેતરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું. સાથ જયારે છૂટી જશે,વિદાય ની ઘડી આવી જશે, ત્યારે, એકબીજાને માફ કરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું. - મૌલિક રાજપૂત બોય.....
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અણકીધાં કરવાના કોડે અધૂરાં પૂરાં થાય સ્નેહ શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય જય જય જન્મ સફળ ગુજરાતી જય જય ધન્ય અદલ ગુજરાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - મૌલિક રાજપૂત બોય.....
અમે કરીશું પ્રેમ રાત દિવસનો રસ્તો વ્હાલમ નહિ તો ખૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ અમે એટલાં ઘેલાં ઘાયલ નહિ નામ કે ઠામ તમને તો કોઈ કારણ અમને નહિ બ્હાના નહિ વ્હેમ અમે કરીશું પ્રેમ તમને વાદળ ધુમ્મસ વ્હાલાં અમને ઊજળી રાત અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ અમે કરીશું પ્રેમ - મૌલિક.રાજપુત...
પ્રભુમય જીવન મુજ જીવન આ પ્રભુ તુંથી ભરું બલ દે અભિલાષ હું એહ ધરું મુજ દેહ વિશે વળી આત્મ વિશે જડચેતનમાં પ્રભુ વાસ વસે મુજ રક્ત વિશે મુજ નાડી વિશે મુજ દ્દષ્ટિ વિશે મુજ વાણી વિશે મુજ તર્ક વિશે મુજ કર્મ વિશે પ્રભુ વાસ વસો મુજ મર્મ વિશે શિરમાં ઉરમાં મુખમાં કરમાં પ્રભુ વ્યાપી રહો મુજ અંતરમાં મુજ જીવન કેરું રહસ્ય ઊંડું બન પ્રેરક ચાલક શાસક તું ધરીને ઉરમાં રસની પ્રતિમા જહિં ઉન્નતિનો સ્થિર છે મહિમા સ્મરી આકૃતિ એ નિજ પીંછી ધરે અનુસાર જ ચિત્ર પછી ચિતરે જ્યમ ચિત્રક એ મન મૂર્તિ વડે બહુ સુંદર ઉત્તમ સૃષ્ટિ રચે ત્યમ જીવનમાં પટની ઉપરે મુજ લેખન તે તુજ સાક્ષી પુરે પ્રભુ મુદ્રિત અંકિત તું હૃદમાં કૃતિઓ બધી ત્વમય હો જગમાં મુજ વર્તનથી છબી જે બની રહે તુજ ઉજ્જ્વલ રૂપની ઝાંખી દિયે મૌલિક.રાજપુત...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser