Quotes by Mansur Vagh in Bitesapp read free

Mansur Vagh

Mansur Vagh

@mansurvagh191801


તીવ્ર તડકો છે અહીંયા નફરતનો
પાછી એ મિત્રો સાથે શામ જોવે છે
કઈ નથી રાખ્યું આ મોટા શહેરો માં
પાછું એ ૫૦ વિઘાનું ગામ જોવે છે

Read More

સડક ચાલનારાની પાછળ રહી છે,
અને સાવ એકલતા એણે સહી છે;

સમર્પણનો રસ્તો પ્રસિદ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે!

- હરકિશન જોષી

Read More

શું તમે નક્કી કરી શકો છો આ ત્રણ વ્યક્તિમાંથી શ્રેષ્ઠ કોણ છે?

વ્યક્તિ A : તેને ખરાબ રાજકારણી સાથે મિત્રતા હતી, જ્યોતિષને મળતો, બે પત્ની હતી, ચેઈન સ્મોકર, દિવસમાં ૮ થી ૧૦ વાર દારૂ પીવે છે.

વ્યક્તિ B : તેને ઓફિસમાંથી બે વાર કાઢી મુકવામાં આવ્યો, બપોર સુધી સુતો, કોલેજમાં અફીણ લેતો હતો અને દરેક સાંજે વ્હિસ્કી પીતો.

વ્યક્તિ C : તે ડેકોરેટેડ યુદ્ધનો હીરો હતો, શુદ્ધ શાકાહારી હતો, સિગરેટ ન તો પીતો, દારૂ ન તો પીતો અને ક્યારેય તેની પત્નીને દગો ન તો કર્યો.

તમે કહેશો કે વ્યક્તિ C
બરાબરને ?

પણ!!

વ્યક્તિ A ફ્રેકિન રુસ્વેલ્ટ હતો. (યુએસએ નાં ૩૨માં રાષ્ટ્રપતિ)

વ્યક્તિ B વિન્સ્ટન ચર્ચિલ હતો. ( ભૂતપૂર્વ બ્રિટીશ વડાપ્રધાન)

વ્યક્તિ C એડોલ્ફ હિટલર હતો !

આશ્રર્ય સાથે સાચું છે. કોઈપણ વ્યક્તિને તેની આદતોથી જજ કરવો રિસ્કી છે, વ્યક્તિત્વ એ ખુબ જ જટિલ પાસું છે.
તેથી તમારા જીવનની દરેક વ્યક્તિ મહત્વની છે, કોઈને જજના કરો સ્વીકારી લો, જે પાણી ઈંડાને કઠણ કરે છે તે જ પાણી બટેટાને પોચા કરે છે. તે સંપૂર્ણ રીતે ચિંતાગ્રસ્ત સ્થિતિમાં વ્યક્તિગત પ્રતિક્રિયા પર આધારિત છે.
મધર ટેરેસા એ એટલે જ કહ્યું છે…”જયારે તમે બીજાને જજ (Judge) કરવાનું ચાલુ કરશો, તેને પ્રેમ કરવાનું બંધ કરશો”

“If You Judge People, You will stop Loving Them”
MAHADEV

Read More

લાઈબ્રેરી શોધવા છતાં પણ નથી મળતી અને હોટલો પર હોટલો ખુલતી જાય છે
*સાહેબ*
*એટલે મગજ નાના ને પેટ મોટા થતા જાય છે*

Read More

??????????

તુ જળ નહી તરસ શોધ,
ખુશી નુ બહાનુ એક સરસ શોધ.
તુ પ્રેમ નહી વિશ્વાસ શોધ,
બે મન વચ્ચે મળતો પ્રાસ શોધ.

તુ પ્રકાશ નહી સવાર શોધ,
નવી પરોઢે સકારાત્મક નવો વીચાર શોધ.

તુ શબ્દો નહી તેના ઊંડાણ શોધ,
નયન થી વાચે ને હ્દયે ઉતરે એ ચઢાણ શોધ..

Read More

અલખતણા ભજન ભણી જવું છે.
શબદ તણા વજન ભણી જવું છે.

કરી કવન કથા કશું મળ્યું ના,
મુકી કથા મનન ભણી જવું છે.

પ્રવાહ હો વિષમ મને ગમે છે,
દિશા લઈ પવન ભણી જવું છે .

રહી રહી કશુંક સાંભરે છે,
હર્યાભર્યા વતન ભણી જવું છે

પછી કશે નહીં મળે વિચારો,
કિતાબના જતન ભણી જવું છે.

સવાલની સતામણી ભલે હો,
જવાબ ના જતન ભણી જવું છે.

અશાંત છે હવા ઇમારતો માં,
લઈ ચરણ ચમન ભણી જવું છે.

નિશાન એક નેમનું ધરીને,
અલખ તણા અમન ભણી જવું છે.

વિચાર હો ફક્ત અમન તણા જ્યાં,
અસીમ આ ગગન ભણી જવું છે.

Read More

nature

great experience in gir forest , fully enjoy with friends. i haven't words to express our trip.