Quotes by manjula Ghela in Bitesapp read free

manjula Ghela

manjula Ghela

@manjula.j.ghelagmail.com180518


ભર્યા મનનો
આભાસ માત્ર! સાવ
છે ખાલીખમ!

'ઊર્મિ'

-manjula Ghela

દિકરી વહાલનો દરિયો
તો.....
દિકરો પ્રેમનો મહેરામણ...
દિકરી કાળજાનો કટકો,
તો....
દિકરો જીગરનો ટુકડો....
દિકરી સમજણનું સરોવર,
તો..
દિકરો આશાનું આકાશ...
દિકરી ઘરનો ઉજાસ
તો....
દિકરો સૂર્યનું પ્રથમ કિરણ...
દિકરી ઘરનો આનંદ,
તો....
દિકરો ઘરનું કિલકિલાટ...
દિકરી બાપનું હૈયું...
તો....
દિકરો માની મમતા...
દિકરી તુલસીનો ક્યારો,
તો...
દિકરો જીવનબાગનો ગલગોટો...
દિકરી પ્રેમનું પારણું,
તો....
દિકરો સ્નેહનું સંભારણું...
દિકરી હરખની હેલી,
તો....
દિકરો વહાલનો વરસાદ....
દિકરી કોયલ ટહુંકાર,
તો....
દિકરો રાગ મલ્હાર...
દિકરી થકી ગાજે સંસાર,
તો દિકરાથી નાચે સંસાર...
બેઉ જીવનરથના પૈડાં...
બેઉથી સુશોભિત સંસાર...

મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'

Read More

કોઈના હોઠનું સ્મિત ન બની શકો તો ચાલશે, પણ કોઈની આંખનું આંસુ ન બનશો...
'ઊર્મિ '

-manjula Ghela

આંખ ફરતે પાતળું ઝાકળ છવાતું જાય છે,
લે ફરી આ લાગણીનું ઘર રચાતું જાય છે.
-રન્નાદે શાહ

-manjula Ghela

માતૃભાષા મારી ગુજરાતી,
ભાવ સમૃદ્ધિથી છલકાતી.
મધનું માધુર્ય ઘોળતી જીભે,
મનબાગમાં કાયમ મલકાતી.
'ઊર્મિ'

માતૃભાષા દિવસની શુભેચ્છા

-manjula Ghela

Read More