Quotes by Manasi Majmundar in Bitesapp read free

Manasi Majmundar

Manasi Majmundar

@manasimajmundar.163859
(3)

આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે પ્રસ્તુત મારી કવિતા

કવિતા

લાગણીની ઉત્કટ ક્ષણે મનને પાંખો ફૂટી
રોમ રોમ થી પછી ઝરીને કવિતાઓ છે ફૂટી

મુખ થી પળભરમાં ત્યાં તો શબ્દ સરવાણી છૂટી
ઉઘડ્યા દ્વાર અંતર મનના ને લાગણીઓ વછૂટી

તરંગના તાલે રમતી ઓસરતી વિસ્તરતી
ઘડી આકાશ ઘડી પાતાળ ઉપર નીચે સરતી

કદી વિષાદે નિમિલિત થઈ પાતાળે પ્રસરતી
કદી આનંદે ઉર્ધ્વ તરંગે વ્યોમે જઈ વિહરતી

આજ મારા રોમ રોમે થી કવિતા ઓ રહી ઝરતી

માનસી

Read More

આજે માતૃભાષા દિવસ નિમિત્તે પ્રસ્તુત

પરમ સત્ય

પતંગની જેમ અમે બહુ ચગ્યા
પવન પડતાં સાવ નીચે પડ્યા
ફાટ્યા પછીના ચગી શક્યા

ભરતીની જેમ અમે બહુ ઉછળ્યા
ઓટની જેમ સાવ ઓસરી ગયા
સીમાઓને ના ઓળંગી શક્યા

પર્વતની ટોચે ઝટ પહોંચી ગયા
પળમાં પથ્થરાની પેઠ ગગડી ગયા
વિજયનો વાવટો ન ખોડી શક્યા

ઉધામા દોડધામ કરતા રહ્યા
ઈચ્છાના પૂરમાં વહેતા રહ્યા
જિંદગી ન સુખેથી માણી શક્યા

રાજાના પાઠને સાચો સમજ્યા
પડદો પડતાં ખેલ પૂરા થયા
પરમ આ સત્ય ન પામી શક્યા

માનસી

Read More

ઋતુરાજ

જોને સખી રૂડી વસંત આવી
પુષ્પછાયું મેઘધનુ એ લાવી

મઘમઘતી ફોરમ ચોમેર છવાઈ
કોમળશી કુંપળો લીલી લહેરાઇ

છાયો અનંગ ફૂટી હેતની સરવાણી
સૃષ્ટી સકળ પ્રેમરંગે રંગાણી

Read More

એક સ્ત્રી

સદીઓ પુરાણી એક પ્યાસ હતી
અધૂરી રહેલી અનેક આશ હતી
ઊંબરો ઓળંગવાની ફક્ત વાત હતી
બારણું ખોલવાની જરૂરીયાત હતી

લક્ષ્મણરેખા એક નહીં અનેક હતી
હરણ થવાની બીક તો હતી જ હતી
સાથે સભ્યતા લૂંટાઈ જવાની બીક હતી
આમન્યા લોપાઈ જવાની બીક હતી

સંબંધો વિખરાઈ જવાની બીક હતી
કારણ કે હું એક સ્ત્રી હતી
ઉડવા માટે આમ તો ઘરનું આકાશ હતું
ને ચારેકોર જડબેસલાખ ભીંત હતી

માનસી

Read More

હવામાં છે હાજર એનો અહેસાસ
છે ચારેકોર ને છે આસપાસ

સુવાસે રસ્યો છે એનો આ શ્વાસ
ના હવે છે આ મોસમ ઉદાસ

ટહુકો થયો છે કાનની પાસ
આજનો દિવસ છે સાવ ખાસ

અચાનક આવ્યો છે શ્રાવણનો માસ
ઉનાળે વરસ્યો છે વહાલ નો વરસાદ

નથી આ રણમાં મૃગજળ નો ભાસ
સાવ જ સાચુકલો છે આ આભાસ

પૂરી જ થશે મિલનની પ્યાસ
પાકો ને પ્રબળ છે પરમ વિશ્વાસ

Read More