Quotes by Mahi Bavliya in Bitesapp read free

Mahi Bavliya

Mahi Bavliya

@mahibavliya9040


સંબંધ
"સદી"નો હોય કે "ક્ષણ"નો ...
સજીવન હોવો જોઈએ....

યાદ આવે છે..........!!!!!
ભૂલકાઓ ને જોઇને બાળપણ યાદ આવે છે.
એ યાદો જોને કંઈક ભૂતકાળ લઇ આવે છે.

હર્યા ભર્યા ઘરમાં પા-પા પગલી કરતા,
મમ્મીનુ તો ઠીક પણ પપ્પાથી બહુ ડરતા.
સમી સાંજના સમણા જોને પાસ આવે છે,
ભૂલકાઓને જોઇ બાળપણ યાદ આવે છે.

ભમરડા 'ને લઇ લખોટી, ગીલ્લીદંડે રમતા.
સાંજનુ ભોજન સૌએ સાથે બેસી જમતા,
વાયુવમળની સાથે સ્મૃતિમાં કંઈ નામ આવે છે.
આ ભૂલકાઓને જોઇ બાળપણ યાદ આવે છે.

ભર બપોરે ન્હાવા જતા, તળાવ, નદી,દરિયે.
આંબા વડલા ડાળે રમતા, ભમતા ગલીએ-ગલીએ.
"નિસરૂ જો એ ગલી માયે તો હજુ "દોસ્તોના"સાદ આવે છે.
માહી,ભૂલકાઓને જોઈ બાળપણ યાદ આવે છે.!!!
[માહી બાવળિયા]

Read More

આવી અણધારી આફત વકર્યો તેનો કહેર
હવે તો હે કુદરત! તુજ કરને મહેર!

આ રંક,બિચારા ને બાપડા,
અમીરોને પણ થયા વહાલા ઝુંપડા

શહેરની માયા ત્યજી, વતનની વાટ લીધી
મંચૂરીયનને મેગી ત્યજી, ખીચડી -કઢી વ્હાલી કીધી.

શહેરની મજા એ બર્ગરને પિઝા,
આજે ગામડે જવા લોકો કઢાવે છે વીઝા.

ભૂલ ભોગવતો માનવી પસ્તાયે દિન આજે
પ્રકૃતિની વિકટ સ્થિતિ કરી નિજ કાજે

હાથ જોડી હું માંગુ ,કરજો નાથ મહેર
આપના આશિષથી થાયે પૂન: લીલાલહેર!!!
[માહી બાવળિયા ]

Read More

વહેલી સવારનો તીણો તડકો
રમતો જાણે અડકો-દડકો!!
નિંદરના સમણાઓ લૂંટી
અર્ધ રહેલા સપના ધરતો!!!...
(માહી)

ઓચિંતી આ મહામારીએ કેવો વર્તાવ્યો છે કહેર!!
હે ઇશ્વર હવે તમે જ કરોને કંઇક મહેર!
(માહી બાવળિયા)