Quotes by Lalit in Bitesapp read free

Lalit

Lalit

@lalit8720


મને શબ્દ સાથે રમત રમતા આવડતું નથી
ને સીધેસીધું લખતા પણ આવડતું નથી.
આ અળવીતરા શબ્દો
સતત મારી લાગણીઓ સાથે ચેડા કરે છે
એમાં હું શું કરું?
જોને તું સામે આવે ત્યારે આપોઆપ
આપમેળે ગોઠવાઈ જાય છે
આને હું શું કહું ? તારા પ્રત્યેનો
"શબ્દ પ્રેમ" કે "પ્રેમના શબ્દો"
- Lalit Gohel

Read More

જે મારા લોહીના પ્રત્યેક કણમાં વસે છે
હૈયાના પ્રત્યેક ધબકારે ધબકે છે જે શબ્દ બની સૌના હૃદય સુધી પહોંચે છે એ બીજું કંઈ નથી
મારી માની ભાષા
મારી માતૃભાષા "ગુજરાતી" છે

- Lalit Gohel

Read More

.

રસ્તો હું નિહાળુ અને સામે જો તું મળે એ પછી પુછવું જ શું...
તું મળે, તારી વાત મળે, તારી યાદ મળે અને નાની સરખી ફરિયાદ મળે
સાચું કહું
તું જો સફરમાં મળે તો સફરમાં પણ પ્રેમ ભળે...

- Lalit Gohel

Read More

રસ્તો હું નિહાળુ અને સામે જો તું મળે
એ પછી પુછવું જ શું...
તું મળે, તારી વાત મળે, તારી યાદ મળે અને નાની સરખી ફરિયાદ મળે સાચું કહું
તું જો સફરમાં મળે તો સફરમાં પણ પ્રેમ ભળે...

Read More