Quotes by kusum kundaria in Bitesapp read free

kusum kundaria

kusum kundaria Matrubharti Verified

@kusumkundaria2018
(259)

જિંદગી નાટક હશે નહોતી ખબર.
શ્વાસ પણ વાછટ હશે નહોતી ખબર.

હું સદા હસતી રહી પીડા સહી,
દર્દ તું લાગટ હશે નહોતી ખબર.

કયાં કદી ફરિયાદ રાખી જિંદગી,
વાર તુજ ઘાતક હશે નહોતી ખબર.

ઘાવ રુજાતો નથી છે શ્રાપ આ,
ભાગ્યમાં આહત હશે નહોતી ખબર.

કેટલી વાતો છુપાવી જીવી ગઈ,
મારી અંદર નટ હશે નહોતી ખબર.

કુસુમ કુંડારિયા રાજકોટ

Read More

https://m.facebook.com/story.php?story_fbid=1435824586758617&id=100009932687314&sfnsn=wiwspmo

ઝીણી ધારે વરસી જાઉં,,ગઝલ સાંભળો રેડિયો અને દુરદર્શનના પ્રસિધ્ધ ગાયક તેમજ ગુજરાતી ફિલ્મોમાં પણ જેમણે ગીત ગાયા છે અને સુંદર સ્વરાંકન પણ કર્યું છે એવા કલાકાર શ્રીસુરેશ રત્નોત્તરભાઈના અવાજમાં મારી રચના,

Read More

https://m.facebook.com/story.php?story_fbid=1217792271895184&id=100009932687314

મારી રચના દેશ-વિદેશમાં પ્રખ્યાત ગાયિકાના સ્વરમાં સાંભળો અને આપના પ્રતિભાવ આપશો અને share કરો એવી અપેક્ષા. ખૂબ ખૂબ આભાર.

Read More

જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે.
સારા કર્મ કરવા એ આપણાં હાથમાં છે.

કુસુમ કુંડારિયા.
#જન્મ

હે, કૃષ્ણ તારા મુખની તેજસ્વીતા મન મોહક છે.
તારું એક-એક કર્મ આ પૃથ્વી લોક માટે રોચક છે!

કુસુમ કુંડારિયા.
#તેજસ્વી

Read More

જીવનનો કંઈક તો સાર હોવો જોઈએ.
લાગણીશીલ વ્યવહાર હોવો જોઇએ,

મળીએ એકબીજાને ઉત્સવ જેમ આપણે.
હર મુલાકાત એક તહેવાર હોવો જોઈએ.

કુસુમ કુંડારિયા.
#સાર

Read More

પુછવું નથી રામ, રહીમને અલ્લાહ વિશે.
વહેંચાઈ ગયો છે એ જુઓ ઈન્સાન વચ્ચે!

કુસુમ કુંડારિયા.

#પુછવું

કલા કોઈની મોહતાજ નથી હોતી,
બે-ચારને ખુશ કરવા કાજ નથી હોતી,

કુસુમ કુંડારિયા.
#કલા

સૌથી મોટો કલાકાર ઇશ્વર છે,
છતાંય જુઓ નિરાકાર ઇશ્વર છે.

કુસુમ કુંડારિયા.
#કલા