Quotes by kundan langalia in Bitesapp read free

kundan langalia

kundan langalia

@kundanlangalia4426


હવે શું થશે?
આ બધો પ્રાણવાયુ
ખૂટી જશે. પછી શું થશે?
આ લહેરાતાં જળરાશિ
પતી જશે પાછું શું થશે?
આ ધરા રસકસ મૂકી દેશે
એક પણ ક્ષણ નહીં ઉગે
પછી શું થશે?
ચેતવું હોય તો ચેત
હજી સમય છે હાથ
પર્યાવરણ સુધાર
તો થશે સજીવોનો ઉંધ્ધાર્

Read More

આજ એક એવા ત્રિભેટે ઊભો છું
નક્કી નથી કરી શકાતું
ક્યાં રસ્તે જાવું
ક્યાંક છે ખાઈ
ક્યાંક છે ડુંગર
ક્યાંક છે પાણી
થાય છે આંખો મીંચી જંપલાવુ
પડશે એવાં દેવાશે
હીમતે મર્દા તો મદદે ખુદા
યા હોમ કરીને પડો ફતેહ છે આગે
કશુંક તો થશેને?
કાં ફળશે કાં ફરશે?

Read More

રાધાએ
પરબિડિયુ
મોકલ્યું
ઉદ્ધવની સાથ
આવ્યું રુકમણિને હાથ
પરબિડિયાનો કાગળ લીધો હાથમાં
ખોલી વાંચવા નો કીધો પ્રયાસ
કાગળ તો હતો કોરોકટ્ટ
જોઈ બોલી અરે વહાલાં
પાગલ‌ છે રાધાની જાત
બળ્યું કોરો કાગળ મોકલ્યો
તમે શું વાંચશો નાથ?
માધવે લીધો હાથમાં
ચાંપ્યો હૈયાની સાથ
ચુમ્યો અધરબેલડીથી
ટપ ટપ નેવાં ટપક્યા
રચાતી ગઈ અલગારી ભાત
હૈયાનું હતું ચિતરામણ
ને વચમાં લખેલું હતું
માધવ...માધવ....માધવ

Read More

અધર‌વપર મૌનના ડેરા
ભીતર તવ યાદનાં ઘેરાં
આંખોમાં અસિજળ છે
સાથે મિલનનો તલસાટ છે

કાચા સૂતરને તાંતણે
વણાયેલી છે દિલની દૂઆ
ચાહે નજર સે દૂર રહે
પર દિલસે કભી ના દૂર હો
યાદ તેરી ભૈયા
સદા ખુશ રહે તું .

Read More

બેફામ છે તરસ ને
સામે ઝાંઝવા ‌ઘૂઘવે
જોઈ લે મારી દશા
તને આવે છે શું તરસ?!

મારાં વિશ્વાને
ઠેસ વાગી
ચૂરેચૂરા થયા
અંતરના!

હે પ્રભુ,
તારૂં ‌સરનામુ દે ખરું
હું તને મળવા ઝંખું
બોલ કંઈ રીતે તને બરકુ?
તું કહે તો તારા હર દરવાજે જઈ
માથું હું ટેકવુ
એક વાર ખાતરી આપ જરી
જરૂરથી આવીશ હું.

Read More

કોઈ પૂછે
લાગણીનો સ્વાદ કેવો?
લાગણીનો રંગ‌ કેવો?
લાગણીનો‌ આકાર કેવો?
મેં કહ્યું
મનને પરસે
હૈયું હરખે
આંખો હસે
એ છે અનુભૂતિ
લાગણીની.

Read More

જ્યારે મંદિરમાં
હું ગયો
જોઈ ઈશ્વરની‌ મૂરત
નજર આવી તારી સૂરત!