The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજે છે ફાધર્સ ડે. આ પિતા માટે ચોક્કસ ફળવાયેલ દિવસ વેસ્ટર્ન વર્લ્ડ માટે ઘણો જ મહત્વ ધરાવતો હોય છે જેમાં લોકો પોતાના પિતા સાથે સમય ગાળતા હોય છે. સંતાનો પિતાને ગીફ્ટ્સ આપીને જોડે જમતા હોય છે. માનો કે ના માનો પણ આખી અર્થવ્યવસ્થા આ સ્પેશિયલ ડેઇઝ ને આધારિત હોય છે. અહીંના લોકોની જે લાઇફસ્ટાઇલ છે એ મુજબ તો આ એક દિવસ આખે આખો ડેડીકેટ કરવો એ જરૂરી પણ છે અને કદાચ મજબૂરી પણ હશે. આમ તો ઘણા બધા ભારતીયો આ સ્પેશિયલ ડેઇઝ કે જે પશ્ચિમની સઁસ્કૃતિ માંથી ઉદ્દભવેલા છે એને પોતાની જાત સાથે સાંકળી નથી શકતા અને એટલે કદાચ ક્યારેય સોશિયલ મીડિયા ઉપર એ દિવસ પૂરતું મુકવામાં માનતા પણ નથી. હવે એક દિવસ પૂરતો પ્રેમ પ્રકટ કરવો ના કરવો એની પળોજણ માં નથી પડવું પણ મારી પોતાની વાત કરૂ તો મને પોતાને યાદ નથી કે મેં જાતે પણ કઈ સોશિયલ મીડિયા પર શેર કર્યું હશે. ખેર, એ દરેકનો પોત પોતાનો અભિપ્રાય અને અભિવ્યક્તિ છે. સંતાનના ઘડતરમાં પિતાનો ફાળો જો માતાથી વધારે નઈ તો ઓછો તો સહેજપણ નથી. પિતા એટલે મમ્મી કદાચ દુર્ગાનું સ્વરૂપ લે ને તો પોતે મહાદેવ બની સંતાનો ને રોદ્ર સ્વરૂપથી બચાવી લે. પિતા એટલે તમારી જીદને એક વાર ના તો પાડે પણ જ્યારે સગવડતા થઈ જાય ત્યારે જીદને પણ પુરી કરી દે એવા સાન્તા ક્લોઝ. પિતા એટલે ગોલ્ડ અને ફિક્સ ડિપોઝીટ એટલે કે સંતાનો માટે એક જાતની સિક્યોરિટી કે કદાચ જીવનમાં ઠોકર વાગશેને તો સાચવી લેશે. મોટા ભાગના કેસમાં થોડા સ્ટ્રીકટ અને ડીસીપ્લીન્ડ હોય એવા પિતા સમય આવ્યે સંતાનોના મિત્ર પણ બની જતા હોય છે. પિતા જીવનના સૌથી કપરા પાઠ શીખવતા હોય છે. પિતાના ત્યાગનો સંતાનોને ભાગ્યે જ ખ્યાલ હોય છે. પપ્પા નથીને હવે દોઢ વર્ષ થશે. રોજ યાદ કરૂ છું એમને છતાં ખબર નઈ આજના દિવસે અંદરથી #અત્યંત સ્ટ્રોંગ ફિલીંગ આવે છે. કુટુંબીજનો, મિત્રો ના સાથ અને પોતાના મનોબળે એ એમની લીવરની બીમારીમાં જબરજસ્ત લડ્યા અને પછી જેટલું પણ જીવ્યા એમાં ખૂબ પોઝિટિવ માઇન્ડસેટ સાથે મોટા ભાગે હસતાં જીવ્યા. હું અમારા જીવનના એ તબક્કા ને કાગળ પર ઉતારું તો એ આખો અલગ લેખ થાય પણ એ ફરી ક્યારેક. આજે જ્યારે પપ્પા અમારી વચ્ચે નથી ત્યારે ખાલીપો તો ચોક્કસ વર્તાય છે પણ એ હમેંશા કહેતા કે એક દિવસ તો બધાએ જવાનું જ છે તો કદાચ કાલે જવાનું હશે તો આજે જઈશુ પણ જેટલો સમય છે એને તો બેસ્ટ રીતે જ જીવવો. ગણપતિની સ્થાપના થાય છે તો અગિયારમાં દિવસે વિસર્જન પણ થાય છે. પ્રકૃતિનો નિયમ છે કે જો આયા હે ઉસે જાના હી હે. પપ્પા જોડેથી તો ઘણું શીખ્યો છું અને હું પ્રાથના કરું છું કે આવો લાઈફ પ્રત્યે આવો માઇન્ડસેટ હું પણ કેળવી શકું તથા આવો અભિગમ હું જ્યારે એક લાડકી નો પિતા બન્યો છે ત્યારે એને પણ શીખવી શકું. ફાધર્સ ડે ના દિવસે પપ્પા સાથે સમય જરૂર પસાર કરો, ગિફ્ટસ આપજો, સોશિયલ મીડિયા ઉપર ફોટોઝ શેર કરજો પણ બને તો વરસના બધા દિવસ ફાધર્સ ડે તરીકે ઉજવજો કારણકે એ ખભો જ્યાં સુધી છે ત્યાં સુધી તમારી પડખે છે અને એ હૃદય તમારું હિત જ ઇચ્છતું હોય છે. Happy Father's Day to All. અસ્તુ🙏 ~ કેવી શેઠ!
લખવા વાળો જ્યારે ડાયરી બનાવતો હશે ત્યારે 2020 નું પાનું લખતી વખતે બૌ છેકા-ચેક થઈ હશે. કાશ એ પાનું જ ફાડી નાખી ને નવેસરથી લખ્યું હોત 😶 #2020_રદ_કરો
સૌથી ઉત્તમ પ્લાન શુ હોઈ શકે 🤔? https://www.matrubharti.com/book/19886598/the-best-plan
किसी ने पूछा की कोई तो होगा जहाँ में जिसने लोकडाउन को बख़ूबी संभाला, 'शेठ' कहे सिर्फ एक, जिसने नौ महीनों के बाद सही सलामत दुनियामें उतारा। 🙏 ~ केवी (NOT कवि) शेठ! #मातृ_दिवस_प्रतीक #HappyMothersDay
અમુક વર્ષો પહેલા બધાએ પ્રણવ મિસ્ત્રી નો એક વિડીયો જોયો હશે જેમાં પાલનપુરના આપણા ગુજરાતી એ સિકસ્થ સેન્સ ટેકનોલોજી દર્શાવી હતી અને વિડીયોના એક પાર્ટમાં એમના હાથથી બુકમાં રહેલી ફિગરને આપણે જેમ ટચ સ્ક્રીન ઉપર ઝૂમ ઇન કરીએ એ રીતે બે આંગળીથી પકડીને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર છોડતા હતા અને એ ફિગર જાણે ચોપડીમાંથી સ્ક્રીન ઉપર આવી જાય. એ વાત ને લગભગ 11 વર્ષ થયા હશે અને ત્યાર પછી આપણે ઘણા બધા ટેકનોલોજી ઇનોવેશન જાતે યુઝ કર્યા પણ જેમ મેં ઉપર કહ્યું એમ બુકમાંથી ઉઠાઈને સ્ક્રીન ઉપર કન્ટેન્ટ આવી જાય એવું કઈક લાર્જર પબ્લિક માટે ઇઝી અવેલેબીલીટી સાથે હજુ નહતું આવ્યું. ગુગલ લેન્સ નું આ નવું ફીચર એ રિયાલિટી ની તરફ એક ડગલું આગળ માંડે છે. અગેઇન માસ યુઝ થાય એવું પ્રેક્ટિકલ છે. આમ તો ગૂગલ લેન્સ ઓલરેડી ફ્યુચરિસ્ટિક હતુ પણ આ એડિશન ચોક્કસપણે ટેકનોલોજીમાં થઇ રહેલી હરણફાળ દર્શાવે છે. બાકી આમાં અક્ષર સારા હોવા જોઈએ નઇ તો ગૂગલ પણ શબ્દ રચના અને વ્યાકરણની ભૂલો કરશે. સાલુ એવું થતું હતું કે હવે પેન/પેન્સિલ પકડવાનો ટાઈમ ગયો પણ આ રિવર્સ ટેકનોલોજીને યુઝ કરવા પાછા કાગળ અને કલમ લેવા પડશે. નાનપણમાં આપણા ઘરોમાંથી કાયમ કહેતા હતા કે "અક્ષર તો મોતી ના દાણા જેવા હોવા જોઈએ" એનું મહત્વ આજના મોબાઈલ/કમ્પ્યુટર યુગમાં પણ એટલું જ છે. નોંધ: ડોકટરોના પ્રિસ્ક્રિપ્શન પર જોજો પાછા આ યુઝ કરતા નઇ તો ફાર્મસી વાળો કઈક બીજી જ દવા ધરી દેશે 😁 ~કેવી શેઠ?! https://www.theverge.com/2020/5/7/21250556/google-lens-copy-paste-handwritten-notes-computer-phone-ios-android
"ડુ યુ નીડ હેલ્પ?" by Krunal Sheth read free on Matrubharti https://www.matrubharti.com/book/19883332/do-you-need-help
ધરતી માંગતી હતી બસ થોડી આળપંપાળ, પણ ઘમંડમાં જીવતો રહ્યો માણસ સદાકાળ. મળ્યા અંદેશા પણ દૂર રહ્યો માણી એને જંજાળ, રહ્યો અલમસ્ત વિચારી એ લેશે જાતે સારસંભાળ. કુદરતે જાતે લીધી હાથમાં કમાન ત્યારે પકડ્યું કપાળ, સમજ્યા 'શેઠ' જ્યારે ગલીઓમાં પડ્યો માનવ 'દુકાળ'. ~ કેવી શેઠ?! #દુકાળ
લોકડાઉન ખુલ્યા પછી માર્કેટમાં સનગ્લાસની અછત ઉભી થવાની છે કારણ ઘરમાં જ રહેતા રહેતા બધાનો ફેસ કલર ઉઘડી જવાનો છે અને પછી સામે મળતી વખતે આંખો અંજાઈ ના જાય એના માટે સનગ્લાસ નું પ્રોટેક્શન જરૂરી બનશે. 🤣 ~ કેવી શેઠ?! #વિનોદી
જ્યાં જ્યાં નજર મારી ઠરે, ટેલેન્ટ બહાર આવે સર્વેની. 💩 #લોકડાઉન_ટેલેન્ટ_વિસ્ફોટ #ટિકટોકીયા #લોકડાઉન_શેફ #બાથરૂમ_સિંગર 😂 ~કેવી શેઠ?! #વિનોદી
पहली बार कुछ पंक्तियाँ लिखी है जिसे साँझा करने की गुस्ताखी कर रहा हु। चल पहचानते है अपने अंदर बसे राम।
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser