Quotes by krupali tarpara in Bitesapp read free

krupali tarpara

krupali tarpara

@krupalitarpara


આપણે હંમેશા આનંદ ને બહાર ગોતીએ છીએ. કોઈ આપણને કોઈ ગિફ્ટ આપે તો આનંદ આવે,કોઈ આપના વખાણ કરે તો આનંદ આવે,કોઈ આપની મનગમતી વસ્તુ લઈ આપે તો આનંદ આવે,કોઈ આપણને ફરવા લઈ જાય તો આનંદ આવે, બસ હમેશાં કોઈ માં જ આનંદ ને ગોતવાની કોશિશ કરીએ છીએ. કોઈએ આપેલી એ જ ગિફ્ટ થોડા દિવસ પછી આનંદ નથી આપતી.કોઈ ને આપણા આનંદ નું રિમોટ કંટ્રોલ શા માટે આપીએ ,જ્યારે એ કહે ત્યારે ઓન અને જ્યારે એ કહે ત્યારે ઓફ.આનંદ તો આપણી અંદર જ રહેલો છે. એ તો હર એક ક્ષણ અનુભવ કરવાથી મળે છે. હર એક કામ જો સ્વીકાર ભાવ થી અને વર્તમાન માં રહી ને કરીશું તો નઈ ગમતું કામ પણ આનંદ આપશે.
ધન્યવાદ
#આનંદ

Read More

આપણે હંમેશા ભવિષ્ય જાણવા માટે જિજ્ઞાસુ હોઈએ છીએ. આપણે હંમેશા ભૂતકાળ અને ભવિષ્યકાળ માં જ જીવતા હોઈએ છીએ. ક્યારેક ભવિષ્ય ની ચિંતા તો ક્યારેક ભૂતકાળ માં બનેલી ઘટના ના દુઃખ માં જીવીએ છીએ. ક્યારેય વર્તમાન ક્ષણ ને તો આનંદ માં જીવી જ નથી. વર્તમાન ક્ષણ જ સમય નું કેન્દ્ર બિંદુ છે. જો વર્તમાન માં જ સાચા નિર્ણયો કર્યા હસે, ને આનંદ માં જીવ્યા હસો તો ભવિષ્ય પણ સુરક્ષિત હસે અને ભૂત પણ આનંદ માં જીવી હસે.
#જિજ્ઞાસુ

Read More

ઈશ્વરે એક એવો પ્રેમ નો દરિયો બનાવ્યો છે. જેની કિંમત કોઈ લગાવી શક્યું નથી. એના વગર તો બધા જ ગરીબ છે . અને એ છે માં ની મમતા,માં નો પ્રેમ. જેની આજ સુધી કોઈ કિંમત લગાડી શક્યું નથી. અને કોઈ લગાડી શકશે પણ નહિ.ખુદ ઈશ્વર પણ એની કિંમત લગાડી શક્યો નથી.
#કિંમત

Read More

જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચત છે.
જન્મ અને મરણ એક સિક્કા ની બે બાજુ છે.
જન્મ તો ખાલી શરીર નો થાય છે પણ પ્રાણ એમાં આત્મા પુરે છે. અને મરણ પછી પણ જે શેષ વધે છે એ પણ શરીર જ છે. કેમ કે આત્મા તો અમર છે. અને એ તો બીજા જન્મ ની શોધ માં ને બીજા શરીર ની શોધ માં નીકળી પડે છે. એટલે જન્મ એક શરૂવાત છે અને મરણ એનો અંત છે.🙏🙏
#જન્મ

Read More

The Last Year: Chapter-23

nice book...
http://matrubharti.com/book/2784/

The Last Year: Chapter-3

nice....
I am waiting next episode ..
http://matrubharti.com/book/1266/