Quotes by Krishna Solanki in Bitesapp read free

Krishna Solanki

Krishna Solanki

@krishnasolanki.576687
(54)

ડગલે ને પગલે સાલી શરાફત નડે છે,
બાકી મારા દેશને
બીજી ક્યાં કોઈ આફત નડે છે.

🇮🇳 happy Independence day🇮🇳

-Krishna Solanki

उसने तो मौत का ताज पहन रखा था यारो!
वरना देशप्रेम उन्हें यू इस तरह दीवाना न बना देता।

हमारे कदमोमे तो आज आज़ादी हैं।
देखो तो सही उशकी तो सिर्फ यादे ही बची हैं!!

🇮🇳💕वंदे मातरम🇮🇳

🇮🇳जय जवान💞🇮🇳

-Krishna Solanki

Read More

મશાલ લઈને નીકળ્યો છું,
આજ સપનાં ખોવાણા છે.

કમાલની વાત લઈને નીકળ્યો છું,
સ્વજનોના સાદ ખોવાણા છે.

ધમાલ ખુદથી ખુદની લઈને નીકળ્યો છું,
દોસ્તોની મહેફિલો ખોવાણી છે.

બવાલ ફૂલને ભમરાની લઈને નીકળ્યો છું,
જોયું તો બુંદ ઝાકળ ખોવાણી છે.

ગાલોની રેખાઓ શોધવા નીકળ્યો છું,
જૂની મીઠી યાદો ખોવાણી છે.

-Krishna Solanki

Read More

લખું શબ્દ એકને પુરી ગઝલ નીકળે,
કોરે વિચાર એક ને પુરી ફસલ નીકળે.

બાગમાં કે બગીચામાં ફોરમ તો ફોરમ,
ફૂલોને ખોળે બુંદ ઝાકળેય નીકળે.

ખોલું વર્ષોથી બંદ યાદોની પોટલી,
ચહેરા પર ચહેરા કંઇક ખીલેલા નીકળે.

તમે દરિયો ડહોળો,હું બુંદ બુંદને તપાસુ,
એમાંય વળી સરનામાં સપનાના નીકળે.

જીવશો તો ડુબાડી દેશે, ડુબશોતો તારી દેશે.
આ કોઈ ખેલ નથી એમાંય વિધિના વિધાન નીકળે.

માણસને ખોતરો પારણામાં કે પછી બારણામાં,
આખરે છબી તો માવતરની જ નીકળે.

-Krishna Solanki

Read More

સાલું સરનામું એ સાચું ને સપના નથી મળતાં,
શુ વાત કરો છો?

એક ભરતીની આડમાં દંટાયેલા નામ રામનાં નથી મળતાં,
શુ વાત કરો છો?

ઘણું તાજું છે તોયે હૈયાના શબ્દો હોઠે નથી મળતાં,
શુ વાત કરો છો?

ખરી ગયેલાં પીળા પર્ણો, પછી ક્યારેય લીલા નથી મળતાં,
શુ વાત કરો છો?

મોટા થવાની ઉતાવળમાં પાછા કોઈને બાળપણ નથી મળતાં,
શુ વાત કરો છો?

જિંદગીની રમતમાં કોઈને નવી ઘોડીને નવા દાવ નથી મળતાં,
શુ વાત કરો છો?

-Krishna Solanki

Read More