Quotes by Kishan Ambaliya in Bitesapp read free

Kishan Ambaliya

Kishan Ambaliya

@kishanambaliya2554


jay dwarkadhish

epost thumb

શ્રીમંતો સામંતો આગેવાન થયા
સંતો અને મહંતો ના સન્માન થયા
નિમ્ન ગણ્યા જેને એ ગરીબો રહ્યા
રાજા ઓ હતા ઇ ભગવાન થયા
રામ હતાં મહારાજ અયોધ્યા ના
ભકત રંક શબરી ને હનુમાન થયા
માધવ બન્યા મહારાજ દ્વારકા ના
ગરીબ સુદામા એના મહેમાન થયાં
ગૌતમ રાજા થયા એ ઇશ્વર થયાં
શિષ્યો એના સૌ એકસમાન થયા
સિધ્ધાર્થ રાજકુમાર મહાવીર થયા
દિગંબર ભકતો ના પરિધાન થયાં
ભૂખ ભીખ ભય ભકતો ને મુબારક
પરમાત્મા કાજ તો પકવાન થયાં
નિર્ધન રહ્યા એ સદા ગુલામ થયા
અમીર પુજાય માલિક મહાન થયાં
અદાણી અંબાણી આજે ગોડ છે
શ્રમિક ભક્ત માટે એ વરદાન થયા
---------

Read More

ગોકુળ હોય કે મથુરા હોય
કૃષ્ણ વગર એ અધુરા હોય
મયૂર ગહેકે કે કોયલ ટહુકે
બાંસુરી વગર બેસુરા હોય
મીરાં ને પીવા દે ઝેર ના પ્યાલા
રાધા ને શ્યામ એજ સુરા હોય
ગોપ ગોપી હોય કે સુદામા હોય
કાનો હોય ત્યાં મૌજ ના તુરા હોય
દર્શન હોય કે સુદર્શન હોય
કરશન પ્રસન્ન હોય મધુરા હોય
ગીત ગાઇ ને ગીતા પણ ગાઇ
રણછોડ હોય એ શુરા હોય---

Read More

પહેલા જેવું મળાતુ નથી
હવે પ્રેમ જેવું જણાતુ નથી
એ આપણે યાદ નથી કરતા
આપણા થી ભુલાતુ નથી
લાગે છે કાફલા ના માણસ
એકલા એકલા ચલાતુ નથી
એ રાત ને ય અજવાળે છે
અમને દિવસે ય દેખાતુ નથી
મોડા મળે તોય ખીજાતા અમે
હવે કેમ છો એ પુછાતુ નથી
ફૂલો જેવા છે એ કરમાઈ જશે
કાંટા ને કયારેય કાંઈ થાતુ નથી
----------

Read More

સ્નેહ ના તાંતણે બંધાયા છીએ
હુ તુ ને આપણે બંધાયા છીએ
હીંચોળે ભાઇ ને હાલરડુ ગાઈને
પ્રેમ તણા પારણે બંધાયા છીએ
દોરી દુનિયા કહે એ દિલદારી છે
સવાયા સગપણે બંધાયા છીએ
ઠેસ વાગે બેન ને ખમ્મા કહે તને
ઉર ના ઓવારણે બંધાયા છીએ
એજ હો અપેક્ષા બંધુ ની સુરક્ષા
સ્મરણે સમરાંગણે બંધાયા છીએ
હરિયાળી વેલ,બાંધે રાખડી નુ ફૂલ
સરવાણી શ્રાવણે બંધાયા છીએ
-------

Read More

જખ્મો જીવલેણ ભીતર ના નીકળ્યા
જુઓ ઘા કરનારા ઘાતકી ઘર ના નીકળ્યા
વહાલા સ્વજનો થી બચી સકાયુ નહી
ફુલ જેવાં ચહેરા હૈયા પત્થર ના નીકળ્યા
હસી હસી ને રડાવી જાય છે મતલબી
પોતાના સમજયે એજ અવર ના નીકળ્યા
ચહેરે નકાબ,હૈયે હિસાબ,છળ લાજવાબ
ગુલાબ જેવા ગુલાબ,વાર ખંજર ના નીકળ્યા
જીંદગી બની ભોગ આખરે છળકપટ નો
દિલ ગામડીયુ ને શ્ર્વાસ નગર ના નીકળ્યા------

Read More

દે બે ઘડી ની નિરાંત જીંદગી
કરવી છે એક વાત જીંદગી
મેળો લઇ લે મારી પાસે થી
દે અંગત મુલાકાત જીંદગી
જો એક ચાંદ હો નજર સામે
મંજુર છે એવી રાત જીંદગી
રોજ શ્ર્વાસ ના પત્થર મારે
આપી રહી આઘાત જીંદગી
કોઈ અંગત આવજો કહે છે
છોડી દે પછી સાથ જીંદગી
-----------------

Read More

મળવા નુ કેમ તમે ટાળો હવે
મેળવીએ વાત નો તાળો હવે
હૈયુ હોય છે પીડા નો પર્યાય
શ્ર્વાસ લાગે છે કંટાળો હવે
જીવન મા ફુલો ની બાદબાકી
કરો કંટકો નો સરવાળો હવે
શબ થૈ નીકળ્યા તુજ શેરી થી
જતા જતા તો નિહાળો હવે
કફન ઓઢી લીધુ છે 'દર્શકે'
આપ પાલવ ને સંભાળો હવે
આંખે ચોમાસા ની જમાવટ
હશે હૈયે જોરદાર ઊનાળો હવે
ઘડીક મહેફિલ ની સમા બુઝાવો
આશિક ની લાશ બાળો હવે
બચવુ છે મુશક ની કનડગત થી?
તો ભોરિંગ ને પાળો હવે
------------

Read More