Quotes by Khyati in Bitesapp read free

Khyati

Khyati

@khyatidarbar94gmail.com6373
(83)

લાગણી
અણધાર્યા અક્ષરની વાતો આ તારી,
શબ્દો મારા અને વાચા છે તારી.

આ જ અવતારે ને આવે સમયે,
આવે વખતે ને આવે જ પળે.
શ્વાસોની ગણના જયારે થાય છે,
નામ એક તારુ અધરે આવે છે.
હૃદય મારુ યાદમાં રીઝાય,
તો આંખો મારી સાગર બને છે.

અણધાર્યા અક્ષરની વાતો આ તારી,
શબ્દો મારા અને વાચા છે તારી.

સંવેદનાઓનું દર્પણ છે મારુ,
મુખ આ તારુ છે દર્પણ મારુ.
કોઈ છે કોઈથી રીસાણુ આજે,
સાચા સ્નેહે તુ મન મોટુ રાખજે.
એ વિશ્વાસે કે મનાવી લઈશ,
ફરીયાદો તારી હું મીટાવી દઈશ.

અણધાર્યા અક્ષરની વાતો આ તારી,
શબ્દો મારા અને વાચા છે તારી.

Read More

મારી માઁ

કોઈ વ્યક્તિ આપણા ખભા ઉપર માથું મૂકી આરામથી રડી શકે તો એ આપણી ખુશકિસ્મતી છે.....
આવી પરિસ્થિતિમાં સામેવાળી વ્યક્તિના મનમાં આપણા પ્રત્યેનો વિશ્વાસ કે પ્રેમ ચકાસવાની જરૂર રહેતી નથી.

પરંતુ કોઈ પણ કારણ વિના હું આવી ને તારા ખોળામાં માથું મૂકીને સૂઈ જાઉ અને તારી આંખોમાં આંસુ આવી જાય.... તારા આ પ્રેમને વંદન છે 'માઁ'.....

Read More

                              વિજય

અહંકાર પર સાદગીનો વિજય,
દુષ્ટતા પર પવિત્રતાનો વિજય...
દુઃખ પર સુખનો વિજય,
અસત્ય પર સત્યનો વિજય...
નિષ્ઠુરતા પર કરુણાનો વિજય,
અશ્રુ પર હાસ્યનો વિજય...

Read More