Quotes by કેતન પટેલ સમજકેતુ. in Bitesapp read free

કેતન પટેલ સમજકેતુ.

કેતન પટેલ સમજકેતુ.

@ketankumarpatel4284


શબ્દની અનુભૂતિ સાથે,શબ્દની અભિવ્યક્તિને પણ, સહજ, સરળ,સમૃદ્ધ બનાવે છે.સંસ્કૃતિનું સંવર્ધન કરે છે.તેથી જ મને,મારી " માતૃભાષા વધુ ગમે છે...( સમજકેતુ ૨૧.૨.૨૪)....✍️📚🎤🎧🙏

Read More

આજે પ્રવાસ વખતે સાથે લઈ જવાની એક બે વસ્તુઓ, મીઠાઈ વાળા ને ત્યાંથી ભાવતાલ વજન કરાવી, પેક કરાવી.. બાજુ પર મૂકી અને બીજી વાનગી પસંદ કરતો તો ત્યાં, મેં પેક કરાવીને બાજુ પર મૂકેલી વાનગી, એક બહેને.. ત્યાં, ઉતાવળે આવી ને, ફટાફટ ઉપાડી, અને કે વા લાગ્યાં, મારે આટલું જ જોઈએ છે, મને જલ્દી આપી દો મારે મોડું થાય છે, દુકાનવાળા શેઠે કહ્યું ,આ ભાઈએ પેક કરાયું છે, પણ તમે લઈ જાઓ,, મહિલા પહેલા..
ત્યારે મને થયું કે 15 મિનિટ પહેલા મને એમ હતું કે આ વાનગી મેં પેક કરાવી છે.. અને મારી છે, અને 15 મિનિટ બાદ એ જ વસ્તુ એક બહેન લઈ જાય છે.. હું એ જ પ્રકારે બીજું પેકિંગ કરાવું છું ત્યારે એક વાત યાદ આવી... જે આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ .... દાનેદાને પે લીખા હૈ ખાને વાલે કા નામ....@ એક વિચાર એક પ્રયાસ..# કેતન પટેલ સમજકેતુ. પ્રવાસ વર્ણન...સ્વ અધ્યયન. અનાયાસ પૂર્વ આયોજન વિના....🙏✈️✍️📚🎤🏸🧘‍♂️🏃‍♂️🏏🌿

Read More

ગુલમોહર ગરમીમાં પણ તપ કરીને તપસ્વી બનીને તેજસ્વી બનીને ખીલવાનું શીખવે છે... પ્રકૃતિને વંદન..ketangpatel