The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હું અંક છું અને તું શૂન્ય છે,હું અને તું સાથે હોઈએ તો જ મારું મૂલ્ય છે. - કૌશલ સુથાર #શૂન્ય #Zero
ભય છે તમને એવો;'આ તો કોરોના!", હાથ કદીયે આપ નહીં તો જોડો ના. - કૌશલ સુથાર #Respect
ઊડતા બધે પતંગ લાગે છે, નભના ઘરે પ્રસંગ લાગે છે. - કૌશલ સુથાર #પતંગ #Kite
સપનામાં હું તને બહુ Miss કરું છું, કોણ જાણે કેટલીયે પછી Kiss કરું છું. - કૌશલ સુથાર #Kiss
તારા વગર આ સમી સાંજ....મને વસમી સાંજ લાગે છે..! - કૌશલ સુથાર
#KAVYOTSAV2 અચાનક એક દિવસ એણે મને પૂછ્યું : 'તું ક્યાં સુધી મને પ્રેમ કરીશ? આપણો આ સાથ ક્યાં સુધીનો હશે? શું હંમેશ,તું મારી સાથે... કે પછી...' ને એના પ્રત્યુત્તરમાં મેં મારું તન મન હૃદય શ્વાસ ને આખીયે જિંદગી ને આ ક્ષણથી લઈને આવનારી અંતિમ ક્ષણ પણ એના નામે જ કરીને લખી આપ્યું, મહોબતનામું. - કૌશલ સુથાર
#KAVYOTSAV2 તારા વગર ક્યાં કૈં કશું મુજને રહે છે યાદમાં, હા,ફક્ત તુજ દેખાય છે મુજને હવે તો ધ્યાનમાં. કૈં સૂઝતું મુજને નથી મારી 'પ્રિયે' તારા વગર, બેચેન જેવું નિત મને લાગ્યા કરે છે સાંજમાં. પ્રશ્નો અહીં તારા વિશેના ખૂબ ચર્ચાતા હતા, બાકી પડું છું ક્યાં હું ખોટા કોઈના વિખવાદમાં ? તારા જવાથી જિંદગીના રંગ સૌ ઊડી ગયા, જોયા કરું છું મોરપીંછું રોજ તારી યાદમાં ! દિવસો પછી વીતી જતા એ યાદ 'કૌશલ' આવતા, ખંજન પડે છે કેટલા રમણીય તારા ગાલમાં. - કૌશલ સુથાર
#KAVYOTSAV2 વિષય : સ્ત્રી પ્રેરણામૂર્તિ સ્ત્રી પ્રેરણામૂર્તિ જીવનભર સંઘર્ષ કરતી, જાત સંગ ઝઝૂમતી, સ્ત્રી પ્રેરણામૂર્તિ. કેટકેટલા સ્વરૂપ ધરતી, ઘર આખુંય અભરે ભરતી, પ્રેમ,પ્રેમ બસ પ્રેમ જ દેતી, બદલામાં ક્યાં કશુંય લેતી ? સ્ત્રી પ્રેરણામૂર્તિ. દરેક ક્ષેત્રમાં નોકરી કરતી, પુરુષ સમોવડી બનતી, દુ:ખ બધાના પળમાં હરતી, સતી, વીરાંગના કહેવાતી. સ્ત્રી પ્રેરણા મૂર્તિ. કુલટા-વાંઝણીના મેણાં સહેતી, અંદર અંદર મૂંઝાતી, જીવનભરનો થાક હોય તોયે ચહેરે ઝળહળતી સ્ફૂર્તિ. સ્ત્રી પ્રેરણામૂર્તિ. - કૌશલ સુથાર
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser