Quotes by Kaushal Patel in Bitesapp read free

Kaushal Patel

Kaushal Patel

@kaushalpatel173500


જિંદગી તો બધાજ જીવે છે,
પણ સાચી જિંદગી કોણ જીવે છે?
બસ બધા જીવવા ખાતર જ જીવે છે,
જ્યારે તમને જિંદગી ને જીવતા આવડી જાય,
બસ, ત્યારેજ સમજજો કે તમારી જિંદગીનો
"પ્રારંભ" થયો છે

#પ્રારંભ

Read More

ના બનીશ કૌશલ, તું એટલો લાગણીશીલ,
કે તારા નજીકનાં જ તને બનાવી દેસે જ્વલનશીલ...
#લાગણીશીલ

કરી લીધી છે આ જિંદગી ની તમામ ઉજાણી,
ને ઘણી કરી લીધી છે, ભૌતિક કમાણી
હવે એ વાપરવા ક્યારે આવશો મારા સપનાં ના રાણી??
#રાણી

Read More

અમારે તો અહીં રોજ છોલે - પુરી...!
😀
બહાર જઈએ તો "છોલે".... ને

ઘરમાં આવીએ એટલે "પુરી" દે...!!!
😢
કૌશલ

શહેર સુના પણ ઘરમાં વસ્તી થઈ ગઈ,
મંદિરો સુના પણ ઘરની દીવાલો હસતી થઈ ગઈ,
એક નાના કિટાણુંની તાકાત તો જુવો સાહેબ,
જીંદગી મોંઘી પણ દોલત સસ્તી થઈ ગઈ...

Read More

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

એક સાયકલમાં ત્રણ સવારી જતા,
એક ધક્કો મારે ને બે બેસતા,
આજે બધા પાસે બે બે કાર છે,
પણ સાથે બેસનાર એ દોસ્ત કોને ખબર ક્યાં છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

એકનાં ધરેથી બીજાના ઘરે બોલાવા જતા,
સાથે મળીને રખડતા ભટકતા નિશાળે જતા,
આજે ફેસબુક વોટ્સએપ પર મિત્રો હજાર છે,
પણ કોને કોના ધરનાં સરનામા યાદ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

રમતા લડતા ઝધડતા ને સાથે ધરે જતા,
કોનો નાસ્તો કોણ કરે ઈ ક્યાં ધ્યાન છે,
આજે ફાઈવસ્ટારમાં જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાના કાઢી ક્યે છે કે મને તારીખ ક્યાં યાદ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

રોજ સાથે રમતા વાતો કરતા,
સમય પ્રત્યે સૌ અજાણ હતા,
આજે રસ્તામાં હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ તારૂ એક કામ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

ત્રણ દિવસ પતંગને કાના બાંધતા,
દિવાળી જનમાષ્ટમીની રાહ જોતા,
આજે રજાઓમાં ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે તહેવારો માણવાનો ક્યાં ટાઈમ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

આઠઆનાની પેપ્સીકોલામાં અડધો ભાગ કરતા,
પાવલીનાં કરમદામાં પાંચ જણા દાંત ખાટા કરતા,
આજે સુપ સલાડ ને છપ્પનભોગ છે,
પણ ભાગ પડાવનાર ભાઈબંધની ખોટ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

ભેરૂનાં જન્મદિવસનાં જલસા કરતા,
મોટાનાં લગન પંદર દી માણતા, 
આજે મિત્રનાં મરણનાં સમાચારે પણ,
વોટ્સએપમાં RIP લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?
આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

Read More

રહુ છું ભાડાના મકાનમાં,
 રાેજ શ્વાસ વહેંચી ભાડુ ચૂકવું છુ....,
       મારી ઔકાત બસ માટી જેટલી છે....
 વાતાે હું રાજ મહેલની કરી જાઉં છું....., 

 ખાખ થઈ જવાની આ કાયા 
 એક દિન....
  છતા ખૂબસુરતી પર 
  અભિમાન કરુ છું ....,

         મને ખબર છે, હું સ્મશાને પણ 
    પાેતાના સહારે નથી 
               જઈ શકવાનો...
    .... એટલે જ હું જમાનામાં તમારા 
            જેવા દાેસ્ત બનાવું છું...!! 


Read More

કર યુધ્ધ તું જાત સાથે.
ખાલી વાતોમાં શું રસ છે.

         ન જીતાય દુનિયા તો શું?
         ખુદને જીતાય તોય બસ છે !!

           
             સુપ્રભાત મારા વહાલા મિત્રો...

Read More

મન ની શાંતિ વગરનો માનવી કરોડો રૂપિયાના ના ઢગલા પર કેમ ના સૂતો હોય , છતાં પણ આ ફૂટપાથ પર સુતેલા રંક કરતા પણ ગરીબ છે.... 

Read More


 જીંદગી પણ કેવી અજીબ    છે..?

 ખુશ રહીએ તો લોકો  બળે છે
 અને  ઉદાસ  રહીએ તો લોકો  પ્રશ્ન  પુછે છે....