Quotes by Dr KARTIK AHIR in Bitesapp read free

Dr KARTIK AHIR

Dr KARTIK AHIR Matrubharti Verified

@kartikahir6866
(26)

સમજણ તો એનામાં ઘણી છે તબીબ એટલે જ વગર બોલ્યે એ લગ્નનાં મંડપમાં બેસી ગઈ અને સમય આવ્યો એટલે સ્મશાને ચિતા પર પણ.

- કાર્તિક આર. આહીર (તબીબ 🇮🇳)

Read More

#2022 #2023

તારી આગળ સાવ ફિક્કો છું,
તું જોઈએ, પ્રભુ તારો મંત્ર શું?

- Kartik Ahir (K.R)

તમે તમારી નજરમાં હકીકતમાં સાચા હોવા જોઈએ,
બાકી દુનિયા તો તમે ગમે એવા સારા કામ કરશો તમને ખોટા જ ગણશે.

- રાધેય

Read More

ક્યાંક ખાડા તો ક્યાંક ટેકરા હશે,
જીંદગી છે ઉતાર ચડાવ તો હશે.

સમય સંજોગો બધાનાં સરખાં ન હોય,
સફરમાં માણસો પણ બે મોઢાળા હશે.

- રાધેય

Read More

તારા આ ઝાંઝરનો રણકાર મીઠો છે,
તારા પ્રેમનો અનુભવ પણમીઠો છે.

લોકો કહે છે તમે બહું મીઠા છો.
પણ તમારો સ્વભાવ વધું મીઠો છે.

- કાર્તિક બલદાણીયા (રાધેય)

Read More

રાગ:- ગોરી તમે મનડાં લીધાં મોહી

ફેશન કરવા, સારું દેખાવા.
ભીખારી બનાવ્યાં આજ.
ગોરી તમે કંગાળ કર્યા રાજ.

બેનપણી સામે, વટ પાડવા,
ખીસ્સા કર્યા ખાલી આજ.
ગોરી તમે કંગાળ કર્યા રાજ.

- કાર્તિક બલદાણીયા આહીર

Read More

જીંદગી કાઢી વલખે, હવે શું એ ખાય.
કાગવાસથી શું થાય, જેનાં મન મોળા રાધડા.

માંગે પાણી ન પાય, મરે પીપળે ઈ જાય.
વલખાં મારે બધે, શ્રાદ્ધ ટાંણે રાધડા.

- કાર્તિક બલદાણીયા આહીર

Read More

અરીસો ફરી આજે લાંચ લેતા ઝડપાયો,
દિલમાં દર્દ હતું તો પણ ચહેરો હસતો દેખાયો !

-Dr kartik Ahir