Quotes by Bharat Vaghela in Bitesapp read free

Bharat Vaghela

Bharat Vaghela

@kapur16yahoocoin


આંખોના એ અશ્રું એમ જ ના ઉભરાયા, ભરત
કોઈની યાદ આ હૃદયમાં અખંડ ઝળહળે છે.
© ભરત વાઘેલા

પ્રેમને ભરપૂર માણો, અને જાણો,
પ્રેમ અખંડઆનંદ છે, બસ માણો.
© ભરત વાઘેલા

જ્ઞાનના મદમાં વિવેકને ભૂલતો રહે,
છે અભિમાન બુદ્ધિનું, ભાન ભૂલતો રહે,
કોઈના શબ્દોને જાણી,શબ્દ ભૂલતો રહે,
ચોર્યાસીના ફેરા ભૂલી, કર્મ ભૂલતો રહે.
© ભરત વાઘેલા

Read More

તને અર્પણ

ધરમ, ધીરજ ને ધન તને અર્પણ ,
એક શું ? ત્રણે તત્વન તને અર્પણ.!!

પ્રેમ સાથે જ મન તને અર્પણ,
આ ઘડીથી જોબન તને અર્પણ.!!

જેનું મંથન થયું છે આરાધથી,
તે હર્દયનું મનન તને અર્પણ .!!

પુંજી વિણ દાનને આપ રજા,
પૂંજીમય દાન તને અર્પણ.!!

જ્ઞાન પર જ્યાં અજ્ઞાનની માયા હો,
એવું એ વિજ્ઞાન તને અર્પણ.!!

આંખ ક્યાં છે ? ઘુવડની મારે,
અલ્પ કાળ અંજન તને અર્પણ.!!

તે જ આખું જીવન, તે જ લીધું,
જીવન ને મરણ તને અર્પણ.!!

મર્મ કે વ્યથા મારી વાત નથી,
તારા સપના- કવન તને અર્પણ.!!

કેળવી લીધા છે સઘળાં દર્દ,
તારા સઘળાં દમન તને અર્પણ.!!

હું તો પાતક બધા કરી લઉં છું,
પૂણ્ય સેજે શયન તને અર્પણ.!!

પંડ બળે તો ભલે બળે મારું,
આટલું સન્માન તને અર્પણ.!!

હું તો જાણું છું, ને જણાવું છું,
નિત નવા એ મંથન તને અર્પણ.!!

માત્ર મારા પ્રેમનું છે ફળ એ,
પાળ્યા તે વચન તને અર્પણ.!!

માર્ગે કંટક હશે, ખમી લઈ તું,
મલમલી એ શયન તને અર્પણ.!!

સ્નાન, સૂતક ને જર બધું મારે ?
“ભરત” તુંજ બંધન તને અર્પણ.!!
© ભરત વાઘેલા

Read More

મમતા નો ભંડાર તું માવડી

ભાવ અને અભાવની વચ્ચે જીવન વહી રહ્યું છે,ભરત
જનમ થી મરણ સુધીનો પંથ ઓળખવામાં વિતી ગયો.
© ભરત વાઘેલા

મારી સાથે પરિવાર હતો,
આજે "આઇ ફોન" છે.
© ભરત વાઘેલા

દિલનો પ્રેમ કઇ દુકાન નથી,કે ગમે તે આવી જાય,
હોય છે હજારો ઊર્મિઓ ને વાચા, કોણ વાચી જાય.!!
© ભરત વાઘેલા