Quotes by Kapil Paghdal in Bitesapp read free

Kapil Paghdal

Kapil Paghdal

@kapilpaghdal195529


Kapil

      આજે એક યાદો નું જુનું બોક્સ ખોલ્યું
       નીકળ્યો તેમાંથી  એક લાગણીભીનો કાગળ
જેના પર શાહી થી કોતારાયેલી હતી ન કહેવાયેલી સંવેદનાઓ
        દોસ્તો  સાથે વિતાવેલા અનમોલ સમય ની
         સાક્ષી પુરી પાડતા જુના પુરાના બિલ
          ડાયરી માં લખેલા નામો જે દિલ માં હમેશા
          માટે કેદ થઈ ને રહી ગયા
           સાચવીને રાખેલી એક જુની નોટ કે જેમાં
            કોઈ ખાસ ને મળ્યા ની સુવાસ હજી પણ સચવાયેલી હતી
            અને હતા જુના પુરાના ફોટા કે જે જિંદગી નો
             સુંદર સમય વિતી ગયા ની સાક્ષી પુરાવતા હતા
              બસ આ બધું જોતાં જોતાં આવી  ગયું એક આંસુ
                જે આ સુંદર વિતી ગયેલા સમય ની જેમ વહી ગયું..
             
 

Read More