Quotes by Kabir Solanki in Bitesapp read free

Kabir Solanki

Kabir Solanki

@kabirsolanki7894
(35)

કોઈને સમજવું એટલું પણ અઘરું નથી હોતું, કે આપણે તેને સમજી જ ના શકીએ...!

આખરે તો, તે માણસ જ છે. નહીં કે ભૂમિતિનું કોઈ પ્રકરણ...!

:- કબીર

Read More

ક્યારે કોઈને યાદ કરવા જોઈએ..? અને ક્યારે યાદ ના કરવા જોઈએ..? આનો કોઈ નિશ્ર્ચિત સમય ખરો..? શું યાદ આવે તો યાદ કરી લેવા જોઈએ..? અને ચાલો યાદ આવી ગઈ ને યાદ ના કરીએ તો શું ના ચાલે..?
સવાલ એ છે કે શા માટે આપણે ને કોઈની યાદ આવે છે.? શું આપણે જેને યાદ કરીએ છીએ તે પણ આપણને યાદ કરતા હશે..? શુ આ અજાગ્રત મન કેટલું યાદ રાખી શકે..? .
અમુક વસ્તુ જે ખરેખર યાદ રાખવાની હોય છે તે રાખતું નથી અને અમુક નથી રાખવાનું હોય છે તે યાદ રાખે છે. કદાચ મનને યાદ રાખવું હોય તો બધું યાદ રાખે. પણ એતો પોતાની યાદો સાથે પણ ભેદભાવ કરે છે. અમુક યાદ ને વધારે મહત્વ આપે છે. અને અમુકને ક્ષ્રુલ્લક મહત્વ આપે.? અને તેના વિશે શું આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે.? કે પોતાના અજાગ્રત મને સવાલ કાર્યો છે...! પણ છેલ્લે તો એટલું જ કે આપણું મન પણ આપણી સાથે જ ભેદભાવ કરે છે. તે ચોક્કસ વાત છે. ભૂલવાનું યાદ રાખે છે. અને યાદ રાખવાનું ભૂલી જાય છે.

:- કબીર

Read More

સંબંધો વળાંક લે, તેમાં ક્યાં નવાઈની વાત છે..

મુઠ્ઠી ખોલીને જુવો, હાથની રેખાઓ પણ ક્યાં સીધી છે..!

:- કબીર

Read More

અત્યાધુનિક ટેકનોલોજીની માયાજાળ ફસાતો જાઉં છું
આ સોશીયલ મિડીયાની દુનિયામાં ઘેરાતો જાઉં છું.

ગમે ત્યારે જરૂરત પડે આ ડિજિટલ જમાનામાં,
માટે યાદોને સ્કિનશોટના સહારે સંગ્રહ કરતો જાઉં છું..!

:- કબીર

Read More

શહેરના આલિશાન મકોનો પર લાગેલ જગમગાટ લાઈટિંગના તોરણો વચ્ચે,

ગામડાંના ઘરની ઉંબરે મૂકેલાં દીવાઓ બાજી મારી જાય છે.

-Kabir Solanki

Read More

ભૂખ તો સંબંધને પણ લાગે છે...!

પ્રેમને પીરસી ને જો,જો.. સારૂ લાગશે..!

ચહેરે-ચહેરે પ્રેમની પરિભાષા બદલાય છે.

શબ્દો નજરઅંદાજ, ને ખામોશી વાંચી લેવાય છે.

:- કબીર

વારે ઘડીયે એની ગલીઓમાં આટા-ફેરા કરતો..

બારીમાંથી ડોકાંચિયા કરવાની એની આદત ગમતી હતી મને...!

:- કબીર

Read More

એકલતાની ઔષધી શોધાય તો ઠીક છે.

બાકી મિત્રતા જેવો મલમ કોઈ નથી.