Quotes by VVJ in Bitesapp read free

VVJ

VVJ

@jvv3836


#પરિચય
કંઈ કેટલાય સમયે મળ્યો હતો એ..જ્યારે,
તરસી આંખોને વીરડો ફૂટ્યો 'તો ત્યારે.
"યાદ નથી કશું?,ના પરિચય લગારે?"
પાછાં વળ્યાં નીર આવી, નેણાંની પાળે.

Read More

મારે કલેક્ટર થાવું.......
બાપૂ,મારે કલેક્ટર થાવું.
લાલ લાઈટ વાળી ગાડી લઈને,ગામ વચ્ચેથી જાવું
બાપૂ, મારે કલેક્ટર થાવું.
મોટાં લોક જો,સલામ કરે તો,માથું સે'જ હલાવું.
બાપૂ,મારે કલેક્ટર થાવું.
એસ્ત્રી વાળા લૂગડાં પે'રું,બુટ ચમ-ચમ ચમકાવું
બાપૂ મારે કલેકટર થાવું.
ઝબલાંડબલાં કચરાકાગળ વીણવા હવે નથ્ય જાવું, બાપૂ મારે કલેકટર થાવું.
ખભે નાખ,લે, ગુણિયું
બેટા,ઝટ ઝટ હાલ્ય ઉકેડે,
રઘલીવેલી પો'ચીં ગઈ તો વધશે કાંઈ ના કેડયે.
પગ ઉપાડ લે,ભીખલા જલ્દી,ના કર ગાંડીવાત્યું,
પગમાં હરખા જોડા નૈ ને
આંતે'ડીમાં ઝાળ્યું.
ઉકરડેથી ઉગર્યા નહીં ને,તારે કલેક્ટર થાવું?
ભીખલા ઝટ કર ઉકેડે જાવું
શે તારે કલેક્ટર થાવું?
-V VJ

Read More

ચક્રવાતી સ્વપ્ન એક જીવાતું ગયું,
સઘળું સમયે જ એના સર્જાતું ગયું.
વલયો ઉઠ્યાં ને, પાછાં શમ્યા અને,
ખાલીખમ વર્તુળ પાછું રચાતું ગયું.
ને, હવે??
સમય ના શુષ્ક, વેરાન, અફાટ રણે..
અસબાબ જીર્ણ આ,સમેટવાની ક્ષણે..
નવા વિસ્મયો!!નવા સ્વપ્નો! નવી તૃષા!
ઝળહળતાં સૂર્યની અથમવાની ક્ષણે!?
VVJ

Read More