Quotes by Devanshi Joshi in Bitesapp read free

Devanshi Joshi

Devanshi Joshi Matrubharti Verified

@joshidevanshi40@gmail.com
(52)

સારા પુસ્તકોની સાથે સાથે,
જીવંત લોકોને વાંચવાની મજા..
જીવનની હરએક વાતે વાતે,
દરેકને આપે દુઃખમાંથી રજા...

#Reading

Read More

ભક્તિની શક્તિનો મહિમા ગાતી,
પ્રકાશથી ઝળહળી ઉઠતી રાત્રિ.
આવી હોળી.. આવી હોળી..

ખજૂર, શ્રીફળ ને ધાણીની,
સૌ જમાવશું મહેફિલ મળી.
આવી હોળી.. આવી હોળી..

અબીલ ગુલાલ ને પિચકારીની,
અગાઉથી કરી લ્યો તૈયારી.
આવી હોળી...આવી હોળી..

ખુશીઓના રંગે સૌને રંગતી,
હષોર્લ્લાસથી સૌને ભીંજવતી.
આવી હોળી...આવી હોળી..

#Holi

Read More

Devanshi Joshi લિખિત વાર્તા "ખરો જીવન સંગાથ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19955698/kharo-jivan-sangath-1

શુભ સવાર🌞

સવારમાં ખીલતા સુંદર ફુલોની જેમ મારા જીવનમાં લેખન ખીલ્યું છે..
શિવા અને ઝીલ વચ્ચેના એક અનોખા સંબંધને જાણવા થઈ જાઓ તૈયાર...જે હવે ટૂંક જ સમયમાં મારી પહેલી નવલકથા (ખરો જીવન સંગાથ)ના રૂપમાં આપની સમક્ષ પ્રગટ થવા જઈ રહી છે...

આપના અભિપ્રાયની અભિલાષી ...

Devanshi joshi

Read More