Quotes by JAYRAJ BRAHMBHATT in Bitesapp read free

JAYRAJ BRAHMBHATT

JAYRAJ BRAHMBHATT

@jayraj8181
(7)

જાત પોતાની લય, ભીતર તારી ભળી જાવ,
જો તું કહે તો આવી ને તને મળી જાવ...?

આંખો વાંચી ને લાગણીઓ, તારી કળી જાવ,
જો તું કહે તો આવી ને તને મળી જાવ...?

હરખાતું હૈયું મારું, હાથમાં તારા ધરી જાવ,
જો તું કહે તો આવી ને તને મળી જાવ...?

ઝાલ્યા બાદ હાથ તારો, હું દૂર કદી નહિ જાવ,
જો તું કહે તો આવી ને તને મળી જાવ...?

મળ્યા વગર તને હું ,તને મરી તો નહિ જાવ,
પણ’ જો તું કહે તો આવી ને તને મળી જાવ...?




– જયરાજ બ્રહ્મભટ્ટ

"સમેહ"

Read More

પ્રેમ એટલે..?ભીતર ની ભીનાશ
પ્રેમ એટલે...અંતર નું અજવાળું
પ્રેમ એટલે...પ્રિયસી ની ચાહ
પ્રેમ એટલે...મનગમતી રાહ
પ્રેમ એટલે...હાથો માં હાથ
પ્રેમ એટલે...અંધારા માય સાથ
પ્રેમ એટલે...બસ "તું" અને "હું"

-સમેહ

Read More

તમારી ભીતર રહેલા "કૃષ્ણત્વ" નું પ્રગટીકરણ એટલે "પ્રેમ"
-સમેહ