Quotes by પરમાર રોનક in Bitesapp read free

પરમાર રોનક

પરમાર રોનક Matrubharti Verified

@jayeshparmar.921945
(97)

અક્ષર ઉવાચ


★★★★★★★★★★


જ્યારે કરે મિત્રો વાતો, ત્યારે અક્ષર કઈ ન બોલે.
શાંત થયું આખું ઓરડું, ત્યારે માત્ર અક્ષર ઉચ્ચારે.
કોઈ ન જાણે કેવી માયા, અક્ષર પોતાની મેળે બોલે !
કહે છે અક્ષર, સાંભળે છે મિત્રો.

'હું અક્ષર,
છું શક્તિશાળી.
નથી મારા વિના કઈ,
હું જ પરમજ્ઞાની.
કરું છું એક મહત્વની વાત,
સાંભળો બધા મિત્રો મારો ઉવાચ.'

આશ્ચયમાં પડેલા મિત્રો સાંભળ્યા કરે, આનંદિત અક્ષર - આગળ બોલ્યા કરે :

'હેં બુદ્ધિમાનો મારું અસ્તિત્વ જાણો,
છે બધું વ્યર્થ મારા મહત્વને પહેચાનો.
મારા વિના નથી ગ્રંથો કે તેના રચયિતા,
મારા વિના નથી ગીતો કે તેના સુરીલા,
મારા વિના નથી કથા કે તેના કથાકારો,
અને નથી મારા વિના કવિ કે કલાકારો.

સૂરજ વિના છે જેવો જીવન અકારો,
તેવાં જ મારા વિના છે તમામ કૃતિકારો.

મારું નથી કોઈ એક રૂપ,
કારણ કે મારા છે અનંત ગુણ.

અરે હું છું તો જ આ બધા હાજર છે,
મારા વિના આ લોકોનું શું સ્થાન છે !

સ્વતંત્ર હોવ ત્યારે એકલો અક્ષર કહેલાવું,
અક્ષર-અક્ષર જોડાઈને શબ્દ બની જાવું.
શબ્દોના સંયોજનથી વાક્ય રચાય,
વાક્યોના પરાક્રમથી ઇતિહાસ લખાય.
ઇતિહાસ સાંભળી સાંભળીને મોટા થયા,
છતાં પણ ઇતિહાસ પુનઃસર્જાયા.

અઢી અક્ષર રચિને પ્રેમ બની જાવું,
ચાર અક્ષર જોડાઈને નફરત કહેલાવું.

બધા કહે કે હું છું માત્ર વિચારોનું નિરૂપણ,
ખરું એ કે મારા વિના નથી વિચાર એકપણ.
મનમાં રહિને વિચાર કહેલાઉ છું,
મુખ દ્વારા વાણી બની જાવું છું.

બ્રહ્માના મુખથી જ્યારે નીકળું ત્યારે વેદો કહેલાવું,
શ્રી કૃષ્ણના મુખથી નીકળતા ગીતા બની જાવું.
પ્રભુ શિવના ઉપદેશ દ્વારા યોગ કહેલાવું,
તેમનાં પુત્ર દ્વારા મહાભારત કાવ્ય બની જાવું.

સત્યની વાણી વખતે સતયુગ બની જાવું,
રામની વાણી વખતે ત્રેતાયુગ કહેલાવું.
ધર્મ-અધર્મની વાણી બની દ્વાપરયુગ,
અને બનું કલ્કિવેણથી કળિયુગ.

વાલ્મિકીના જ્ઞાન દ્વારા રામાયણ રચાઉ,
રાવણના મુખ દ્વારા શિવસ્તોત્ર ઘડાઉ.
રામની વાણીથી સત્ય વચન કહેલાવું,
સીતા દ્વારા પ્રેમની પરિભાષા જણાવું.
હનુમાનની ભક્તિ મારા થકી પહેચાનો,
કેવટ દ્વારા સુંદર ગીત બનાવું.
સબરીના ગુરુ દ્વારા તેના જીવનનો ધ્યેય બની જાવું,
વચન દ્વારા દશરથના કાળચક્રનું પરિણામ કહેલાવું.
રાવણના અભિમાન દ્વારા તેની કાળવાણી બની જાવું,
શ્રી રામ દ્વારા તે પાપીના વધનું મહાકાવ્ય કહેલાવું.

રામાયણ અને મહાભારતની આ સામાન્ય વાત,
બન્ને કથાનું મૂળ વચનો પર જ આધાર.
જો દશરથે વચન ન આપ્યું હોત કૈકયને,
જો દેવવ્રતે વચન ન આપ્યું હોત દાશરાજને,
તો એ ન થાત જે થયું,
તો એ ન બનત જે બન્યું !
માત્ર એક વેણને ખાતર માનવીઓ મરાણા,
સમગ્ર ઇતિહાસ તેઓના રક્તથી લખાણા.'

અક્ષરની વાણીમાં ખોવાયા મિત્રો બધાં, અંતિમ વાત - કરવા જાય નવો સખા.

'સાંભળો મિત્રો ! ઈશ્વરે રચ્યા 55 અક્ષરો,
બુદ્ધિમાન તમે એટલા શોધ્યા 52 અક્ષરો.
બાકીના ત્રણ અક્ષરો બચ્યા જે,
પરમ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પાસે તે.

પોતાના અક્ષર દ્વારા બ્રહ્મા રચે,
પોતાના અક્ષર દ્વારા વિષ્ણુ રક્ષે,
પોતાના અક્ષર દ્વારા શિવ વિનાશે.

રહસ્ય તમને આ કહેતો જાવું,
મારા વિશેનું જ્ઞાન દેતો જાવું.'

થયો અક્ષર મૌન, ઓરડું ફરી શાંત.
અક્ષરની કેવી માયા, કોઈ ન માને વાત.
પડ્યા મિત્રો આશ્ચર્યમાં કે કેવો એ ક્રમ !
હતી એ ઈશ્વરની માયા કે માનવીનો ભ્રમ ?


- પરમાર રોનક


★★★★★★★★★★

Read More

દૃષ્ટિકોણની આ આખી રમત છે, ભાઈ !

દાનવની અંદર દેવ દેખાય,
કે અધર્મીને એ જ ધર્મ જણાય.
અમૃતમાં વિષ દેખાય,
કે આત્મજ્ઞાન વ્યર્થ સમજાય.
સ્વર્ગાપુરી અહિં જ દેખાય,
કે મૃત્યુ પછી નરક પહોંચાય.
મનો મારી વાત વાસ્તવિકતા આ જ છે, ભાઈ !
દૃષ્ટિકોણની આ આખી રમત છે, ભાઈ !

ખરું સત્ય સામે હોવા છતાં ન દેખાય,
જૂઠું શું છે તે વર્ષો બાદ સમજાય.

મતભેદને છોડીને સત્યને પસંદ કરો,
પણ જૂઠનું આવરણ પહેરેલા તમે,
જૂઠાની જ વાહ-વાહ કરો.

વર્તમાનની સ્થિતિ એવી છે કે,
સત્યએ પહેર્યા છે જૂઠના કપડાં,
કારણ કે જૂઠે છીનવી લીધી છે સત્યની ચાદર.
એટલે શું જૂઠ બની ગયું સત્ય,
અને સત્ય બન્યો જૂઠો ?

એ નિર્ભર કરે માત્ર તમારી પર,
જો વિચારશીલ હો તો સમજાય.

દૃષ્ટિકોણની આ આખી રમત છે, ભાઈ !

- પરમાર રોનક

Read More

જીવન રૂપી આ કથાનો હું નાયક છું,
મુશ્કેલીઓથી મને ભાગતા ન શિખવો.

પવનોની સામે જેમ પર્વત અડંગ હોય,
વ્યક્તિત્વ મારુ તેવું જ મજબૂત બનાવો.

જો હોય રણભૂમિ આ જીવન,
તો કાયર કરતા મને યોદ્ધા બનાવો.

આ અનંત સંગ્રામમાં મને મરવા દો,
પરંતુ મને કોઈ પાછળ હટવાનું ન કહો.

વધુ શક્તિશાળી કોન છે તે આજ જોઈએ,
મુસીબતો અને મારુ આ સંગ્રામ જુઓ.

જો થવાનું જ છે આ ધીંગાણું,
તો શા માટે મને આટલો ડરવો ?

ભાગે તે તો કાયરોનો ગુણ કહેવાય,
સામીછાતી ધરાવતો હું આ ઉભો છું.

જય નહિ તો પરાજય જો મને મળે,
તો વિરોની માફક મને મરવા દો.

જીવન રૂપી આ કથાનો હું નાયક છું,
મુશ્કેલીઓથી મને ભાગતા ન શિખવો.

- પરમાર રોનક

Read More

પરમાર રોનક લિખિત વાર્તા "કુંવર" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19936713/kunvar

પરમાર રોનક લિખિત વાર્તા "ચમત્કારનો પ્રવાહ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19933920/stream-of-miracles

NEW STORY : 21 દિવસ અંતરીક્ષમાં - એક ટાઈમ ટ્રાવેલ કથા

વીર તેના મોટા ભાઈ મોહિતના નાનપણના સ્વપ્નને પૂર્ણ કરવા એક અંજાણ ફોર્મ ભળી નાખે છે. તે SAUTA (સાઉટા) ફોર્મ હોય છે. તે ફોર્મને કારણે મોહિત અને વીર અંતરીક્ષના સફરમાં ચાલ્યા જાય છે, 21 દિવસ માટે ! ત્યાં મોહિતની મુલાકાત મિસ પારેખથી થાય છે. જે કઈક રહસ્ય છુપાવી રહ્યા હોય છે. તે સફરમાં મોહિત અને વીરના બીજા સાથીદારોનું અપહરણ થઈ જાય છે.

કોણ હોય છે તેના સાથીદારોનું અપહરણ કરનારા ? તે લોકોએ શા માટે અપહરણ કર્યું ? કોણા કહેવાથી SAUTAએ વીર અને મોહિતને ફોર્મ આપ્યું ? કઈ રીતે આ બધું મોહિતના ભૂતકાળ અને ભવિષયથી જુડેલ છે ?

અત્યારે જ વાંચો :

https://www.matrubharti.com/novels/33950/21-day-in-space-a-time-travel-novel-by

◆ join me in instagram : parmar_ronak136

Read More

તમારી અંદર અખૂટ ખાજનો છુપાયેલો છે. તે ખજાનો એક વિશિષ્ટ પ્રકારની ચાવી દ્વારા જ ખુલશે. તે ચાવી હશે તો જ એ ખજાનો ખુલશે અને તમને મળશે અથવા આજીવન બંધ રહશે. અને એક અદ્ભૂત વાત જાણો છો, કે તમે એ ચાવીના માલિક છો. એ ચાવી છે તમારા વિચારો !
-પરમાર રોનક

Read More

simplicity is the key of art