Quotes by શાશ્વત 【જયદિપ પાઘડાળ】 in Bitesapp read free

શાશ્વત 【જયદિપ પાઘડાળ】

શાશ્વત 【જયદિપ પાઘડાળ】

@jaydeeppaghadal5117


વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય ગુજરાતી નથી.

~ ખલીલ ધનતેજવી

ગુજરાતી અને ઉર્દુ ભાષાના ગઝલકાર ખલીલ ઇસ્માઇલ મકરાણી જેમને આપણે ખલીલ ધનતેજવીના નામે ઓળખીએ છીએ. જેમનું  ૪ એપ્રિલ ૨૦૨૧નાં રોજ ૮૮વર્ષે દેહાંત થયેલ છે. જેઓએ આપણને 'સાદગી', 'સુર્યમુખી', 'સાંવરિયો', 'સોપાન' વગેરે જેવા અનેક ગઝલસંગ્રહ આપ્યાં છે. આ ઉપરાંત 'મીણની આંગળીએ સૂરજ ઊગ્યો', 'સાવ અધૂરા લોક', 'લીલોછમ તડકો' વગેરે જેવી અનેક નવકથાઓ પણ આપણને આપી છે.

સન ૨૦૦૪ મા કલાપી પુરસ્કાર તેમજ સન ૨૦૧૩ મા વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને સન ૨૦૧૯ મા નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આજે આપણે સર્વે મિત્રોએ આવા ગુજરાતી ભાષાનાં અને ગુજરાતના ખૂબ સારા ગઝલકાર ખલીલ સાહેબને ખોયા છે. પરંતુ કહેવાય છે ને ઇશ્વરનો હુકમ થાય ત્યાં કોઇ નું કશું ચાલતુ નથી. આજે જ્યારે ખલીલ સાહેબની દુઃખદ વિદાય વેળાની યાદમાં તેમની જ કેટલીક ગઝલના કેટલાંક શેરને અમારાં વાર્તાવિશ્વ પરિવારના સભ્યો દ્વારા પ્રસ્તુત કરી, ખલીલ સાહેબને સ્મરણાંજલી અર્પીએ છીએ.

અમારો આ વીડિયો તમને અમારી youtube ચેનલ નવરંગી નાટકોને વાચા પર જોવા મળશે. જેમની લિંક અહિયાં આપવામા આવી છે. તો આવો સાથે મળીને અમારાંઆ વીડિયો થકી આપણે સર્વે ખલીલ ઘનતેજવી સાહેબને શ્રધ્ધાંજલી આપી ઈશ્વરને પ્રાથના કરીએ કે ખલીલ સાહેબની દિવ્ય આત્માને શાંતી અર્પે.

🙏 ૐ શાંતી 🙏


👉 https://youtu.be/rXKzoFzBUPE 👈

Read More

ન માંગેને આપે એ ઇશ્વર શાનો?
કરે સત્યની કસોટી એ જ ખરો ઇશ્વર માનો.

-શાશ્વત 【જયદિપ પાઘડાળ】

સંબંધનું સરનામું નથી હોતું,
પ્યારનું પંચનામું નથી હોતું.

યુવાનીમા સુવાનું નથી હોતું,
ગઢપણમા રમવાનું નથી હોતું.

ખોટાથી ડરવાનું નથી હોતું,
સત્યથી ભાગવાનું નથી હોતું.

દુષ્મનનો ને નમવાનું નથી હોતું,
પિસ્તોલથી કઇ ખેલવાનું નથી હોતું.

વ્યસનમા પડવાનું નથી હોતું,
ગમમા ડુબવાનું નથી હોતું.

નિષ્ફળતાથી હારવાંનું નથી હોતું,
સફળતાનો સાથ છોડવાનું નથી હોતું.

અંધશ્રધ્ધામા ફસાવાનું નથી હોતું,
શ્રધ્ધામા અતિ વિશ્વાસ રાખવાનું નથી હોતું.

"શાશ્વત" દુઃખી રહેવાનું નથી હોતું,
સુખમા પણ ઇશ્વરને ભુલવાનું નથી હોતું.

✍️ શાશ્વત (જયદિપ પાઘડાળ)

Read More

તારા માટે હશે એ ખારો દરિયો,
મારા માટે એ દરિયાનું મોતી છે તુ.

તારા માટે હશે એ ચંદનનું લાકડું ,
મારા માટે તો એ ચંદનનો શૃંગાર છે તુ.

તારા માટે હશે એ વિશાળ ગગન,
મારા માટે તો એ ગગનમા ખીલતો ચાંદ છે તુ.

તારા માટે હશે એ હરિયાળો બાગ,
મારા માટે તો એ બાગમા ખીલતુ પુષ્પ છે તુ.

તારા માટે હશે એ દૂષિત કાદવ,
મારા માટે તો એ કાદવ ખીલેલું કમળ છે તુ.

"શાશ્વત" કહે આ આખીએ વાત મા,
મારા દિલનો ધબકાર છે તુ.

-શાશ્વત 【જયદિપ પાઘડાળ】

Read More

નથી જોતી મને કિંમતી કોઇ ભેટ સોગાદ,
મને તો માત્ર તારો વ્હાલ જોઇએ.

નથી જોતો મને iphone જેવો કિંમતી ફોન,
મને તો માત્ર તારો અવાજ સાંભળવા જોઇએ.

નથી જોતી ફરવા મને કોઇ મોટી ગાડી,
મને તો માત્ર તારા પ્યારની એક ઝલક જોઇએ.

નથી જોતાં મોટા બંગલા મારે,
મને તો તારી સાથે વીતાવવા એક પળ જોઈએ.

નથી જોતા પિઝા-બર્ગર મારે,
મને તો તારી સાથે જમવા મીઠો કંસાર જોઈએ.

નથી જોતા આવા ખોટા ખર્ચા મારે,
મને તો "શાશ્વત" તારો પ્રેમ જોઇએ.

-શાશ્વત 【જયદિપ પાઘડાળ】

Read More

મળ્યા હતાં એક સાંજે,
જે આજે યાદ બની ગઇ.
કર્યો હતો સાચા દિલથી જે પ્રેમ,
એ આજે પડછાય બની ગઇ.

-જયદિપ પાઘડાળ

#અત્યંત

ભૂતકાળ મા શુ ભુલ કરી એ મહત્વ નું નથી,
પરંતુ એ ભુલ માંથી તમે શુ નવુ શીખ્યા એ
અત્યંત મહત્વ નું છે.

याद रखना मेरे यारो

दिल तो नाजुक है इस लिए उसके साथ तो कोई भी खेल शकते है, लेकिन मन के साथ खेलना इतना आसान नही जितना पेड़ पर से आम तोडना आसान है।

"शाश्वत"

Read More

દિવડા નું તેજ પણ ઝાંખપ ભર્યું લાગે,
મુખડા નું આ સ્મિત જો 'શાશ્વત' રાખે.

J.P.(જયદિપ પાઘડાળ)

"વાણલા વાયા ને સાચે સમજણ આવી, ત્યારે
'શાશ્વત' મને મારુ બાળપણ યાદ આવે"


J.P. "શાશ્વત"