Quotes by Ishwar Ahir in Bitesapp read free

Ishwar Ahir

Ishwar Ahir

@ishuahir


હું તારો પીછો કરતો હોઉને તું વારે-વારે
પાછળ જોઈ મને
સ્મિત આપતી હોય,
એ સ્મિત,
હંમેશાં માટે મારાં હૃદયમાં છપાઈ જતું હોય છે.
મને નથી ઊંઘવા દેતું કે નથી
હોશમાં રહેવા દેતું.
ખબર નહીં એમાં શું જાદુ ભર્યો છે કે,
રડવા ટાણે હસાવે છે ને
હસવા માંડુ તો આંસુઓરૂપે વહી જાય છે.

"તારું એ કાતિલ અદાવાળું સ્મિત"

Read More

હું વિસરી ગયો હતો એ મુલાકાતની વાતને પણ,
તને બરાબર યાદ હતી,
તું જરાય ભૂલી ન્હોતી,

તું સમયથી પહેલાં આવીને મારી
કાગડોળે રાહ જોતી હતી.
કલાક ખન વીત્યાં પછી મને અચાનક યાદ આવ્યું ને
હું દોડતો દોડતો આવ્યો ત્યાં,
તું ત્યાં જ બેઠી હતી આશાભરી લાગણી સાથે,
તારી આંખોનાં આંસુ તે જોએલી
વાટનું વર્ણન કરતાં હતાં.

તે એક-એક પળ કેમ વિતાવી હશે એ
ફક્ત તને જ ખબર હશે,
મને તો હંમેશાં મોડું પડવાની આદત હતી ને
તને ટેવ હતી મારી રાહ જોવાની...

Full on IG@Main_shayar_badnam

Read More

તારી-મારી મુલાકાત આખી દુનિયા વચ્ચે થતી હોય,
છતાં હોઈએ ફક્ત હું ને તું,

દૂર-દૂર ભીડમાં ઉભેલી તું ને એ ભીડને
ચીરતી મારી નજર,
Direct તારી આંખોને મળતી,બધું જ Ignore
કરતી એ મારી નજર,
માનવ-મહેરામણથી આપણે શું નિસ્બત,
આપણે તો ફક્ત આપણે જ
હોવા જોઈએ.
મારાં દરેક તહેવારની ઉજવણી એટલે
તારું હાજર હોવું,
સેંકડો લોકોની વચ્ચે તું જ Highlight
હોય મારા માટે.

તું છે તો સર્વસ્વ છે ને,
તું નથી તો હું પણ નથી...!

Read More

મને તારી વાતોમાં રસ નથી,
મને રસ છે અલક-મલક થતી તારી આંખોમાં ને,
કોઈ તરંગોની માફક ઊછળતા-કૂદતાં તારાં હોઠોમાં,

તું બોલે છે તો બોલ ભલે પણ,
હું કાંઈ સાંભળતો જ નથી,
હું બહેરો નથી પણ મારી નજર પર તારો એવો તે
જાદુ છવાયો છે કે
તને જોવા સિવાય કશું જાણે છે જ નહીં...

તારી આંખોમાં મને મારુ ચરિત્ર,વ્યક્તિત્વ કે અસ્તિત્વ,
જે કે તે બધું દેખાય છે,
તારા હોઠો પર મારુ રહેણાંક, રાજ્ય કે સામ્રાજ્ય,
જે કે તે બધું રચાય છે.

તું કોશિશ કરે છે મને તારાં વર્તમાનમાં લાવવા,

Full on Instagramme
@Main_shayar_badnam

Read More

જીંદગીને હંમેશાં માટે એક નજરે જોઈ શકાય ખરી ?
શુ કોઈ એક વ્યક્તિને જીંદગીનો પર્યાય માની લેવો યોગ્ય છે ?
કોઈ એકને કારણે જીંદગીને Positive કે Negative ગણી લેવાય ?

ના, કેમ કે
ક્યારેક જીંદગી ખુશીઓનો ખજાનો તો ક્યારેક દુઃખનો દરિયો લાગે છે,
ક્યારેક સુગંધિત પુષ્પોનો ઉદ્યાન તો ક્યારેક શૂળ-કાંટાઓવાળી કેડી લાગે છે,
દોસ્તોની મહેફિલમાં જન્નત તો કોઈ બેવફાની યાદમાં નરક લાગે છે જીન્દગી..

જીંદગીને એકલતામાં ગૂંગળાવી નાખવી કે પછી
એકાંતમાં બેસી માણવી એ આપણાં હાથમાં છે,

Full on Instagramme @main_shayar_badnam

Read More

"તું ભૂલી જા મને,
મને કોઈ બીજો મળી ગયો છે જે મને ખુબ પ્રેમ કરે છે
ને હું પણ કરવા લાગી છું,
મને ભૂલી જા...."

કેટલી સરળતાથી કહેવાયેલાં એનાં આ ક્રૂર શબ્દો
મારી લાગણીઓને જાણે તાર તાર કરી રહ્યા હતાં,
મને કોઈ શબ્દો સુજતા નહોતાં કે આની
આગળ કયા શબ્દો હોઈ શકે.

શુ આને અમારાં પ્રેમની હાર કહી શકાય
કે પછી ફક્ત મારાં પ્રેમની ?

શુ આમાં મારો વાંક હોઈ શકે
કે પછી નસીબે ગોઠવેલાં ચોઘડિયાઓનો ?

શુ મારાં હાથમાંથી સરકતાં આ પ્રેમને રોકવો શક્ય છે કે પછી
આઝાદ પારેવડાની જેમ ખુલ્લી હવામાં
ઉડતો મૂકી દઉં એને...

Read More

હું નથી ચાહતો કે
મારા નામની ક્યાંય તકતીઓ લાગે,
મારુ નામ સુવર્ણ અક્ષરે લખાય એવી પણ
મારી ઈચ્છા નથી.

હું તો વ્હાલથી ભરેલાં કોઈનાં હૈયામાં કોતરાવા માગુ છું,
હૃદયનો કોઈ એવો ખૂણો મળે કે જ્યાં
ફક્ત ને ફક્ત હું જ હોઉં.

એક એવું ઘર જ્યાં પ્રેમની હવા-ઉજાસ હોય,
લાગણીઓને સ્પર્શતો ઝરૂખો હોય,
ખુશીઓની શીતળ ચાંદની પથરાયેલ છત હોય,
ને પાંપણો પર ઝુલાવનાર હિંચકો હોય.

દુનિયાનાં કહેવાતાં હજારો સંબંધોથી મિલો દૂર
હૈયાને તાંતણે બંધાયેલો
કોઈ એક જણ હોય,
બસ,પછી તો હળવાશથી ભરેલી હર ક્ષણ હોય.

Read More

તને કદાચ નઈ સમજાય,
મારુ દિલ તને કેટલું ચાહે છે.

તું નાસમજ તો નથી,
તું અજાણ પણ નથી,
તું પથ્થરદિલ પણ નથી.
પણ કદાચ આપણાં હૃદયનું બંધ બંધાણું નથી.

હું તને ત્રાંસી નજરે જોઉં છું પણ તું તારામાં જ વ્યસ્ત હોય છે,
કદાચ મારુ ધ્યાન ન હોય ત્યારે તારી નજર મારા પર પડતી હોય.
પણ કદાચ શબ્દને આશરે ક્યાં સુધી બેસું ?

તું શાયદ વિચારતી પણ હોઈશ કે હું રોજ એ જ જગ્યાએ
તને કેમ રસ્તામાં સામું મળું છું,
એ કોઈ અમસ્તું જ નથી બનતું પણ
તારી તરફ દોડતાં મારા કદમોની આયોજનબદ્ધ
રણનીતિ છે.

Full in IG @Main_shayar_badnam

Read More

સાંભળ્યું છે સમય કોઈની રાહ નથી જોતો,
એ તો વીતતો જ જાય છે,
વહેતો જ જાય છે,
પણ હું સમય નથી,
હું રાહ જોઇશ.....

હું રાહ જોઇશ તારી,
સૂરજનાં છેલ્લાં કિરણો સુધી.
હું રાહ જોઇશ તારી,
ડગમગ થતી જીંદગીનાં છેલ્લાં શ્વાસો સુધી.

મારો ઇન્તઝાર અવિરત રહેશે ત્યાં સુધી,
જ્યાં સુધી તારો અણસાર નહીં થાય,
તારી સાથેનું મેળાપ જ મારાં ઇન્તઝારનું અંત હશે.

મને આશા નહીં પણ અતૂટ વિશ્વાસ છે,
તું આવીશ....તું જરૂરથી આવીશ....

Read More

અમુક લોકો જીંદગીમાં એવા આવી ગયા
કે પહેલાં તો ફાવી ગયા
પણ પછી ચકરાવી ગયા.

ખુશીઓનો ખજાનો એકઠો કરાવી બધું જ વહાવી ગયા,
મધદરિયા સુધી તરતાં શીખવાડી પછી ડૂબાવી ગયા.

પહેલાં તો દિલને મહેકાવી ગયા ને ચહેકાવી પણ ગયા,
પણ ગયા ત્યારે દિલને જલાવી ગયા.
જેની જોડે સપનાં બનાવ્યા, સપનાનું ઘર બનાવ્યું,
છેલ્લે ખબર પડી કે એ અમને જ બનાવી ગયા.

Read More