Quotes by Isha Kantharia in Bitesapp read free

Isha Kantharia

Isha Kantharia Matrubharti Verified

@ishachasiya448239
(64)

તારા માટે લાવી છું હું સુંદર ફુલોની ટોકરી,
આપી દે મને તારા નિઃસ્વાર્થ પ્રેમની લોટરી,
મને વધારે તો કંઈના જોઈએ સનમ બસ,
આપી દે આજીવન તને પ્રેમ કરવાની નોકરી.

Happy Rose day

🖊️ ઈશા કંથારીયા "સરવાણી"
૭/૨/૨૦૨૪

-Isha Kantharia

Read More

શિયાળ જેવો વ્યક્તિ ભલે ને ઉચ્ચ શિખરે બેસે,
કાવાદાવા કરીને ભલે ને લાકડીનો ભારો તોડે.

પણ યાદ રાખજો આ કર્મનું ચક્ર ગોળ ગોળ ફરે છે,
આજે ભલેને એ છાતીને છ ગજ ફુલાવીને ફરે છે.

માણસ જેવું કરે એવું ભરે છે અને જેવું વાવે તેવું લણે છે,
અને મુરખ વ્યક્તિઓ જ આવા શિયાળની શાળામાં ભણે છે.

🖊️ ઈશા કંથારીયા "સરવાણી"
૨/૨/૨૦૨૪

Read More

Isha kantharia

દુ:ખદ વાત એ નથી કે તું માફ નથી કરતો
પણ દુ:ખદ વાત એ છે કે તું વાત નથી કરતો.

🖋️ ઈશા કંથારીયા "સરવાણી"
૧૯/૫/૨૦૨૩

ઈશા

એકલો માનવી


પારકા ને ખાતર પોતાના ને ભુલ્યો છે આ માનવી,
ડગલે ને પગલે અભિમાનમાં ફર્યો છે આ માનવી.

આજે સંબંધો તો ક્ષણે ક્ષણે તૂટતા દેખાઈ છે,
કેમકે વાણી પર સંયમ રાખવાનું ભુલ્યો છે આ માનવી.

કમાઈ ભલે ને હોય પંદર કે વીસ હજારની છતાંય,
બાપદાદા ના રૂપિયા પર કુદતો દેખાયો છે આ માનવી.

મારુ મારુ કરવામાં લોહીના સંબંધોને મારી નાખ્યા,
પૈસા ના જોરે સમાજ માં ખૂબ નાચ્યો છે આ માનવી.

"સરવાણી" મને કોઈની જરૂર નથી, હું સશકત છું,
એવું વિચારી અંતે એકલો રહી ગયો છે આ માનવી.

✒ ઈશા નિમેષકુમાર કંથારીયા "સરવાણી"
સુરત.
૨૩/૧/૨૦૨૩ સોમવાર

-Isha Kantharia

Read More

વ્યક્તિએ સમયની સાથે મુસાફરી કરવી જોઈએ,
નહીં તો સમય વ્યક્તિને મુકી આગળ વધી જાય છે.

✒ ઈશા નિમેષકુમાર કંથારીયા "સરવાણી"
૧૨/૧/૨૦૨૩

-Isha Kantharia

Read More