Quotes by Himanshu Patel in Bitesapp read free

Himanshu Patel

Himanshu Patel Matrubharti Verified

@icequib
(328)

પાંપણો અશ્રુઓ ના ભાર થી નમી પડે છે,
જયારે “ગરીબી” અને “ખુમારી” લડી પડે છે..!!
માણવા જઇયે જીવન ને મન ભરી ને તો,
અણધારી આફતો ની સામે મન પાછું પડે છે!!
“સુખ” સંતાકૂકડી રમતું રહે છે જીવનભર,
“દુઃખ” “સમદુખિયું” બની ને ઓચિંતાનું ભેટી પડે છે!!
~અદ્વૈત

Read More

શ્વાસ લઈશ કેમ? જો પ્રાણવાયુ જ નહિ હોય તો,
યાદો ને ફમ્ફોળીશ કેમ? જો એમાં તું નહિ હોય તો..!!
યાદો ના ઉભરા તો ઉકળતા શમતા રહેશે પણ,
પણ મીઠાશ શોધું ક્યાં? જો એમાં તારી છબી નહિ હોય તો..!!
સપનાઓ તો બંને એ જોયા હતા સાથે મળી ને,
તું મીઠી નીંદર માણીશ કેમ? જો શમણાં માં હું નહિ હોય તો..!!
~અદ્વૈત

Read More

Himanshu

જિંદગી વિરાન થવા ની વાત આવે,તો તારી અને મારી બંને ની કેમ ન થાય ?
પ્રેમ માં પડવા ની વાત આવે,તો ફક્ત કેમ મારી જ ચર્ચા થાય ?
યાદ તો હશે તને સપનાઓ સાથે મળી ને જોયા હતા આપણે,
તો ફક્ત મારા સપનાઓ જ કેમ આમ નિર્દયતા થી પીંખાય ??
~અદ્વૈત

Read More

રોજ આમ જ પડી જાય છે સાંજ,
હેડકીઓ આવ્યા કરે,પણ તું દેખાય માત્ર સપનાઓ માંજ..
હેડકીઓ ને પાણી પી ને મિટાવી દઉં,
અને લડી પણ લઈશ સપનાઓ ની સાથે આજ..!!
~અદ્વૈત

Read More

“સહદેવ”
ભવિષ્ય થી જ્ઞાત છું,છતાં પણ કેવો હતભાગ્ય છું,
ગુરુ દ્રોણ નો શિષ્ય છું, છતાં અતિ હતાશ છું..!!
સો ભાઈયો ના મૃત્યુ ને મૂક સાક્ષી બની જોઈ રહ્યો પણ,
મહાયુદ્ધ ને અટકાવી નહિ શકું, કેટલો નિરાશ છું..!!
ધર્મરાજ નો ભ્રાત છું,નારાયણ નો સંગાથ છું,
ભીતર ઉઠતાં ચિત્કારો ને વર્ણવી ના શકું કેટલો વિવશ છું..!!
રણભેદીઓ અને શંખનાદો હૃદય ચીરી જાય છે,
પાંચાલી ના અપમાન ની ઝાંખી થી હાડ થીજી જાય છે..
અભિમન્યુ ની સિદ્ધિ મારી છાતી ફુલાવી જાય છે,
પણ એ દૂધમલ ને બચાવી ના શકું,કેટલો હતાશ છું..!!

~અદ્વૈત

Read More

जा रहे हो इस कच्ची राह को छोड़कर नई सड़कों पर,
मुड़कर उस धूल पर सजे अपने पैरों के निशाँ तो देखो..
हजारों फूल बिछाए थे हमने उन राहों में
मुरझाते हुए भी मुस्कुरा रहे उन फूलों की शिद्दत तो देखो..
~अद्वैत

Read More