Quotes by Hitesh Rathod in Bitesapp read free

Hitesh Rathod

Hitesh Rathod

@hiteshrathod6783
(30)

સાવ મતલબ વિનાની વાતોમાં કલાકોના કલાકો વીતી જતા,
પછી શું દિન કે શું રાત, મા સાદ પાડી જમવા બોલાવે,
એક કોળિયો આ ગલોફે ને એક કોળિયો બીજા ગલોફે,
ને એય ને પાછા ખોવાઈ જતા એકબીજાના સાનિધ્યમાં,
દોસ્ત ને દોસ્તીથી વિશેષ તો કંઈ જ નહોતું એ સમયમાં,
ખભા પર હાથ નાખી ચાલવાનો હક્ક દોસ્તનો જ રહેતો,
આજે એ બેમતલબની વાતોનો મતલબ સમજાય છે,
ત્યારે ના તો એ વાતો છે, ના એ દોસ્ત છે, ના એ સમય!

-Hitesh Rathod

Read More

પહેલો વરસાદ ને તારી યાદ સદાય ભીંજવે મને,
અવરના એ સુગંધી સંસ્મરણો કદા શું કોરવે તને?

-Hitesh Rathod

મેં ક્યાં ગણી હતી લાગણીની એ સરવાણીઓ,
વહી હતી જે ઋજુ ભાવે સદા મારાથી તારી કોર..

-Hitesh Rathod

ख्वाहिश ये थी के गुजर जाए तमाम हद से ईश्क मे,
और एक आप थे कि बस वफा की जिद पर अड़े रहे।

-Hitesh Rathod

बात की जाए जब भी ख़ुद के बदलाव की,
राय ली जाए सबसे पहले दुश्मन की..

-Hitesh Rathod

અંતતોગત્વા તમારા કર્મો જ અડગ રહે છે,
શબ્દોનું તો એવું છે કે ગમે ત્યારે ફસડાઈ પડે...

-Hitesh Rathod

સત્યનું તો સત્યનાશ વાળી નાખ્યું સૌએ ભેગા મળી,
જમાવડો આ જુઠ્ઠાઓનો પણ હવે જોરદાર ચાલે છે..

-Hitesh Rathod

નથી સરતા હવે શબ્દો સ્વયંભૂ,
દિલની હાલત હમણાં ઠીકઠાક છે..

-Hitesh Rathod

એક જીવન હતું
એક જીવન છે,
આ બંને વચ્ચે
ક્યાંક તું છે...!

-Hitesh Rathod

મુનાસિબ માન્યું એથી વહેંચાઈ જવાનું,
નથી ગજું મારું એટલું કે હું વેચાઈ શકું..

-Hitesh Rathod