Quotes by HITESH KATARIYA in Bitesapp read free

HITESH KATARIYA

HITESH KATARIYA

@hiteshkatariya987gmail.com214820


ચાર દિવાલોનો ઘોંઘાટ થકવે છે?
દિલ મીટ માંડે એ સૃષ્ટિ તારી પડખે છે.

બેઇમાનીના બંચમા ઈમાનદારી નું એક પાનું જોયું,
શીર્ષકના સહારે છપાયું,તોય સૌથી છાનું જોયું.

સજ્જનતાના શાણપણ સામે,
દુર્જનતાનો તંજ ખોટો છે.

પદ ,પ્રતિષ્ઠા, પૈસા ઠીક,
ઈચ્છે 'હિત' સૌનું,માણસ એ મોટો છે.

આ તે કેવો અણધાર્યો આતંક?
ખુદને જોઈ અમે ઢળી પડ્યા.

જોઈ જાતને શું હસ્યા જરાક,                              . અરીસા સામે અમે ખૂબ રડી પડ્યા.

Read More

શંકા નહિ સંવાદ જોઈએ,
શક નહિ વિશ્વાસ જોઈએ,
અહંકાર નહિ આદર જોઈએ,
સુખ નહિ સંતોષ જોઈએ,
સ્વાર્થ નહિ સંગાથ જોઈએ,
સલાહ નહિ સાથ જોઈએ,
અદેખાઈ નહિ અસ્તિવ જોઈએ,
આવી,હાજરી જો હોય આપની,
તો પછી મારે બીજું શું જોઈએ?

Read More

રસ્તો દેખાડ્યો છતાં રસ્તો જડતો નથી.
સફર બહુ ખેડી મંઝિલ ક્યાં હજી રસ્તો મળતો નથી

મારગની મોજ માણી જાણ્યું બસ એટલું હિત,
મજા કરી લે આ રાહ પર બીજો કોઈ અરસો નથી.

Read More

સમયના શમણાં વાગોળ્યા કરું છું રોજ,
વીતેલી વાતોનું રહસ્ય બને એક ખોજ.

જાણું હું માત્ર,ના મળું એક દિન આ દેહને,
એહસાસ કરી મનાવી લઉં હવે થોડીક મોજ.

નથી જાણ,અજાણ પણ નથી છે શું હિત?
દિલચસ્પી એટલી,કહાનીમાં પાનું ઉઘડે નવું હરરોજ.

Read More

પ્રેમ નામે પરિપક્વતા મારામાં નથી, પાલવ તારો પકડી ચાલ્યા કરું એ ચાહત મારામાં નથી.

મારા પ્રણય પર ભલે સંદેહ હોય તારો,
ખુલાસા આપવા એ આદત મારામાં નથી.

મનાવે આશિકો અગણિત પ્રિયતમાને,
રિસાય જાય તુ તો રિઝવવાની ફાવટ મારામાં નથી.

ખંડાયા કરશે 'હિત' કોનું જાણતો નથી,
માફી માંગુ ને માફે કરું એ રાહત મારામાં નથી.

Read More

અંધકારને હંફાવી જાણું,
ઉજાસી એહસાસને માણું,
ભલેને હોય ગમે તે ટાણું,
જીવું જાણે રોજ અજવાળું.

ગમગીની છવાઈ ત્યાં પ્રેમનો ચમકાર થ્યો.
માંગી બેવફાઈ કોઈકનો સથવાર થ્યો.
કોરુ કાઢ્યું હતું માંડ ત્યાં તો મેઘ ધોધમાર થ્યો.
વિચારુ ભીંજાવાનું ઈલાજ ક્યાં? જો ફરી
બીમાર થ્યો.

Read More