The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
# બાળપણ કેટલો ઉમંગ હતો હવે યૌવન મળી જશે. શું ખબર ! એ કાતિલ આવી *બાળપણ* ભરખી જશે. પોતાની કાર અને બંગલો તો મળી જશે. શું ખબર ! એથી મારું રમકડાનું રજવાડું બળી જશે. હરખાતો કે હાથમાં પ્રિયતમાનો હાથ હશે. શું ખબર ! ત્યારે માત - તાતનો પ્રેમાળ સાથ હશે ? શાળા અને પુસ્તકોથી હાશ છુટકારો થશે. શું ખબર ! માસ્તરનું મા-સ્તરપણુ હવેથી છૂટી જશે. ડરતો નિત ઉકેલી શકીશ પરીક્ષાના પ્રશ્નાર્થ ? શું ખબર ! એ લાગે સરળ જ્યારે મળે ભાવિના પ્રશ્નાર્થ. બાળપણને વેચી પામ્યો હું યૌવનનો હોદ્દો શું ખબર ! ભોળપણમાં કરી બેઠો નુક્શાનીનો સોદો. -હિરેન નથવાણી
આમ તો જોકર હોય વિનોદી એનું દુઃખ કળ્યુ છે કો 'દિ ? હસતો પોતે હસાવતો દુનિયા છુપાવતો એનું દર્દ એ ભેદી... #વિનોદી
# ઢળતી સાંજ કરચલીથી લથબથ દેહ ને હૃદયમાં કોમળતા, વિચારોમાં વિરાટતા ને શબ્દોમાં સુચકતા, એ જ તો જીવનની ઢળતી સાંજ છે. પૌત્ર પૌત્રીઓને મેળવવાની ખુશી, ને પુત્ર પુત્રીઓથી થી દૂર થવાની ભીતિ, એ જ તો જીવનની ઢળતી સાંજ છે. કર્મથી નિવૃત્તિ ને ધર્મમાં પ્રવૃત્તિ, જાણતા બધું જ અથ થી ઇતિ, એ જ તો જીવનની ઢળતી સાંજ છે. ભૂતની ભવ્યતા ને ભાવિનો અંધકાર, કોઈને સુવર્ણ તો કોઈને સુનો સંસાર, એ જ તો જીવનની ઢળતી સાંજ છે. અંગોમાં ધ્રુજારી ને હોય હૈયે કંપારી, આજ નહિ તો કાલ હશે બધાની વારી, એ જ તો જીવનની ઢળતી સાંજ છે. -હિરેન નથવાણી
અસ્તિત્વ તારું તો શંકા છે મારી હયાતી છે તારી તો આપે પુરાવો, પૂછ્યું ઇશને કર્યો મેં આવો દાવો. પવનની એક લહેરકી ને વૃક્ષો ધરાતલ, કુમળું તણખલું પુરે છે પુરાવો. વરસાદી ઝરમરને ડૂબ્યા જહાજો, તરી એક મત્સ્ય પુરે છે પુરાવો. હોલિકા જ્યારે અગન ઓઢી પોઢી, અડીખમ એ બાળક પુરે છે પુરાવો. પ્રચુર પ્રાણવાયુ મળે છે હવામાં, છતાં વેન્ટિલેટર પુરે છે પુરાવો. વિજ્ઞાને મારી ભલે ને છલાંગો, એક રક્તબિંદુ પુરે છે પુરાવો. માણસ ફુલાયો સર કરતા સુધાકર, વામન વિષાણુથી હાર્યા શુરાઓ. વધુ જોઈએ છે કહે એકે પુરાવો ? ને મેં પાછો લીધો ઝુઠ્ઠો એ દાવો. હું નાદાન બાળક કરી બેઠો શંકા, ગુમાવી રહ્યો તને મળવાનો લ્હાવો... (-Hiren Nathvani)
# મહેર --------------------- - કોરોના એ વરસાવ્યો કહેર, હવે તો પરમાત્મા કરો મહેર, ખૂટી રહ્યા છે કોઠીએ ધાન અને હૈયે હામ બરબાદ થઈ રહ્યા કેટલાયે શહેર.
તેજસ્વી મુખ તારું, તેજોમય રૂપ, આખીયે સૃષ્ટિનો એક તુ જ ભૂપ, બંસરીની મધુરપ, સુંદર્શનનો વાર કૂપમંડુક જાણે શું, દુનિયા છે કૂપ #તેજસ્વી
સર્વ સંબંધોનો બસ નીકળ્યો એક જ સાર, સ્વાર્થ જો ન હોય તો કોઈ નહીં ઉપાડે ભાર. લડવું પણ કઈ રીતે આ સમાજમાં ? અહીં તો પોતીકાઓ જ કરે છે વાર લાગણીના સંબંધો હોય ત્યાં હું કરતો નથી પલટવાર એટલે જ તો સક્ષમ હોવા છતાં મેં હંમેશ સ્વીકારી છે હાર #સાર
એ ન કહે તો તારે પૂછવું આંખોનું કહેવું પણ સમજવું શબ્દોની ક્યાં જરૂર છે ? જયારે હોય તારે એનું આંસુ લૂછવું... #પુછવું
પિતા પણ રંગમંચ વગર ખરા કલાકાર હોય છે. ભૂખ્યા રહીને પણ ખાતા અનેરા ઓડકાર હોય છે. ગરીબીમાં પણ અમીરીનું પાત્ર નિભાવતા હોય છે. ચેહરા પર લાવી કઠોરતા ઉરનો સ્નેહ છુપાવતા હોય છે. કોડ પુરવા સંતાનોના એ ઓવર ટાઈમ કરતા હોય છે. સંતાનોને ખવડાવવા કેક એ ઉપવાસ કરતા હોય છે. વ્હાલસોયાને અપાવવા વાહન સાઇકલ સવારી માણતા હોય છે. કલાનો કોઈ એવોર્ડ એ ઝંખે નહીં, ગજબના ઊંચા કલાકાર હોય છે #કલા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser