Quotes by Heena Kanani in Bitesapp read free

Heena Kanani

Heena Kanani

@heenakanani7524


ગુજરાતની વસતિ ૬ કરોડ. રોજના કેસ સરકારી ચોપડે પાંચ-છ હજાર. માની લઈએ કે આંકડા સરકાર છુપાવે છે અને આ આંક દસ ગણો વધુ છે તો પણ થયા રોજના પચાસ-સાઈઠ હજાર કેસ! હવે છ કરોડ વસતિ સાપેક્ષે સરખાવો તો આ કેસ 0.1% પણ ન થયા. કોરોનાની બંને લહેરોના મળીને ગુજરાત પૂરતા કેસ આશરે સાડા ત્રણ લાખ આસપાસ છે. ચલો માનો આ સંખ્યા પણ ડબલ છે તોય કુલ વસતિના ફક્ત 1% લોકો સંક્રમિત થયા
માટે મોજ મા રહો હસતા રહો અને બીજા ને ખુશી આપે તેવુ વાતાવરણ બનાવો,શક્ય હોય ત્યા એક બીજા ને મદદરૂપ થાવ

👉ૠતુ ફરે અટલે શરદી ઊધરસ તાવ આવે તે સામાન્ય છે શરીર માટે તે અપડેટ છે.

👉પૃથ્વી પર કોઇ એવુ વ્યકતી ના હોય જે સામાન્ય બીમાર ન પડ્યુ હોય.

👉પણ મન ની બીમારી અલગ છે

👉કોઈ પણ વાત ને સતત વીચારવા થી મન ના કારણે શરીર બીમાર થઇ શકે છે વીચારો ની ઉર્જા શરીર અને મન ને ગતી આપે છે.

👉શરીર માટે ભોજન સમ્યક લેવા થી શરીર સ્વસ્થ રહે છે, મન ને પણ સમ્યક ભોજન આપવુ.

💐ક્રોધ ,લોભ , મોહ ,ભય મન ના ભોજન થી દુર રહી શકાય તેટલુ દુર રહેવુ.*💐

👉આપણુ મનુષ્ય શરીર બે ચાર વર્ષમાં નથી બનેલ, કરોડો વર્ષો ના અપડેટ પછી બનેલુ છે.

👉આપણા શરીર મા 70 % પાણી છે, પાણી શરીર માટે અમૃત છે.

👉દવા ની શોધ તો 100 વર્ષ પહેલા થઈ, એક એક શરીર નો કોસ દરેક વાયરસ ને ઓળખે છે..

👉શરીર ને શાંતી થી આરામ આપો, પોઝિટિવ વિચારો બાકી નુ બધુ કામ શરીર ઓટોમેટીક કરે છે..

👉આપણું શરીર આખા બ્રહ્માંડ નુ અદ્દભૂત મશીન છે, મન સ્વયં માં સ્થિર રાખો અને આરામ કરો..

👉જે જીવન મળેલ છે તે આનંદ થી માણો....

👉પૃથ્વી ઉપર આપણે બધા એક યાત્રી છીએ.

👉કાયમી વીઝા કોઈ ને મળ્યા નથી, એક યાત્રી તરીકે જીવન જીવી નીકળી જવાનું નક્કી જ છે.

માટે મોજ મા રહો હસતા રહો.

Read More

માત્ર બીમાર માણસો ને ઓક્સિજન પૂરો પાડવામાં માણસ વિખેરાઈ ગયો.

વિચાર કરો , આખી દુનિયા ને ઓક્સિજન પૂરો પડવાની વ્યવસ્થા કેવી હશે.

*ઈશ્વર નો આભાર માનો ને એક વૃક્ષ વાવો.*

🙏 🙏 🌹🌹

Read More

*મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે*

કેસેરોલમાં રહેલી છેલ્લી રોટલી આપણને આપીને, ‘મને તો જરાય ભૂખ જ નથી’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*
રોજ સવારે મંદિરમાં પ્રાર્થના કરતી વખતે, ‘મારે કશું જ જોઈતું નથી’ એવું જ્યારે ઈશ્વરને કહેતી હોય છે ત્યારે *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*
આપણી જેમ આપણી નિષ્ફતાઓને વ્હાલ કરીને, આપણી ઉદાસી ઉપર હાથ ફેરવીને ‘બધું સારું થઈ જશે’ એવું કહેતી હોય છે ત્યારે આપણી ઉદાસીને *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*
પોતાની આંખોમાં ડાયપર સંતાડી, મમ્મી જ્યારે કોરું કટ્ટ રડતી હોય છે ત્યારે ચહેરા ઉપર ‘મેડ ઇન ચાઈના’ વાળું સ્માઈલ લગાડીને આપણી આંખોને *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે*.
આપણી સાથે આખી રાત જાગીને ‘મને તો ઊંઘ જ નથી આવતી’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે ઉજાગરાને *મમ્મી એપ્રિલ ફૂલ કહેતી હોય છે*
છાતીમાં દુખતું હોય કે ઘૂંટણનો દુઃખાવો હોય, માથું દુખે કે તાવ આવતો હોય, મમ્મી વાત વાતમાં એપ્રિલ ફૂલ બનાવે. બીમારીએ પોતાના શરીરમાં નિમંત્રણ કાર્ડ છપાવીને ઉદઘાટન કરેલું હોય તેમ છતાં મમ્મીને તો એ વાતની જાણ ક્યારેય હોતી જ નથી. પોતાના મજબૂત મનોબળની દીવાલ પર પોતાની બધી જ બીમારીઓને પ્રદર્શન માટે ટીંગાડીને ‘મને તો સાવ સારું છે’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*
દરેક વખતે પૂછાયેલા ‘કેમ છો?’ ના જવાબમાં એકપણ સેકન્ડનો ‘pause’ આપ્યા વગર ‘મજામાં છું’ કહેતી હોય છે ત્યારે *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*

_*ડૉ. નિમિત ઓઝા*_

Read More

સ્ત્રીઓને ઘરે શુ કામ હોય? આવી વાહિયાત કોમેન્ટથી અકળાઈ ને કેરલ ના 9 માં ધોરણ ના વિદ્યાર્થી અજુનાથ ઍ આવુ ચિત્ર દોર્યું જેને કેરલ સરકારે ટેક્સ્ટ બુક ના ફ્રન્ટ પેજ પર સ્થાન આપ્યુ 👌🏻👍

Read More