Quotes by Harshit in Bitesapp read free

Harshit

Harshit

@harshitsampat
(15)

સમયની ચાલને સમજવાની કોશિશ ના કર એ દોસ્ત

કોઇ નઇ પુરી શકે મા ની એ ગયેલા દીકરાની ખોટ



અને જો વાત એક વખતની હોય તો સમજ્યા

પણ આ તો દર વખતનુ છે કે તુ કરે નવો ધંધો ને એમા બી ખોટ


કાંઈ વાંધો નઇ અમે પણ દરિયાને માણ્યો છે .તુ પણ સાથે જોડાઇ જા

સંગે માણીશુ ખારા એ દરિયાની ભરતી ને ઓટ



અને પૂનમની એ ચાંદની રાતમાં ભળી તને મળ્યા ની ખુશી

કે જેવી એક ગરીબ માને મળી પહેરાવા એના બાળકને લંગોટ




-Harshit

Read More

વાવણી પહેલા કોને ખબર કે ક્યાં ચોખા અને ક્યાં ઘઉં?
તો પછી નાહકનુ શુ કામ હુ આખુ ગામ માથે લઉ.

ચોપડીઓ વાંચીને થયુ કે સાહેબ થઇએ
ત્યાં જ જિંદગી કહે ઊભો રે એકાદ પાનુ હુ લખી દઉ

એકલા ચાલવા જ તો નીકળ્યા તા અમે આ રસ્તા ઉપર
સામે તમે મળ્યા છો તો લાવને એકાદ કીતાબ હુ પણ લખી દઉ

કાળી અંધારી ઘેરી રાત અને નિરાશાની વાતો નથી ગમતી મને.
જે આવી વાત કરે લાવને એના હોઠ સિવી દઉ

હે નદી વર્ષો પહેલા તારા આ જ કિનારા પર મળ્યા તા અમે
ત્યારથી લઈને અત્યાર સુધીની છાની વાતો લાવ તને કહી દઉ

કોકના વિચારે ચાલ્યો જતો હતો અત્યાર સુધી
થાક્યો ને હવે થયુ લાવને એકાદ વિચાર હુ જ જન્માવી લઉ

-Harshit

Read More

અમે ગયા તા જોવાને હાટુ તારા શમણા
પણ થીજી ગયા અમારા નેણ નમણા .
વળીને પાછા ફરવાની ઈછ્છા તો હજુ ય થાય છે .
કરી દીધા છે આ જિંદગીએ આપણા પત્રોના તાપણા.

-Harshit

Read More

વાત એમ નહોતી કે મને સમજાયુ નહોતુ
એ તો એ દી કોક પોતાનુ રીસાયુ હતુ
ભરી મહેફીલમા અમે તો ત્યારે જ વિચાર્યુ હતું
કે આમને કહી દઉ કે ખરેખર શું રંધાયુ હતું

અને જો વાત હોય મારી ને તમારી તો ઠીક છે
પણ અહીં તો સમાજની બદનામી છે
ને સમાજને જો મૂકી દઉં બાજુપર એકવાર
પણ ત્યારે અહીં હ્ર્દયથી રડી પડાયું હતુ.

-Harshit

Read More

વાતો મે ઘણી કરી બધાની સાથે મે કંઇક કહેવા માટે ,
આજ સુધી કોઇ મળ્યુ નહિ પોતાનુ કહેવા માટે.

અને ઝેરનો કટોરો હુ પણ પી જાઉ ભગવાન તારી માટે,
પણ એ ક્યાંં ખબર કે તુ વળી પાછો કઇ વાટે.

-Harshit

Read More

રાહ જોવડાવવી તમને ગમતી લાગે છે
કે પછી બીજુ રમકડુ અમારી જગ્યાએ લાગે છે.
આમ તો રાહ જોવાની આદત નથી
પણ તમે છો તો ચાલો વાન્ધો નથી.

Read More

વાતોમા તારી જાણે ખોવાયેલો મારો ચહેરો
અને રાતોમા મારી તારી સાથે વાતો

હંમેશા લામ્બી ચાલતી આપણી વાતો
જેને માટે ખૂટતી એ રાતો

અને એમા પાછી તારી બોલી
જાણે અંધારામા પ્રગટાવતી દીવાની વાટો

મન તો મારુ ય ધણુ છે કે
હંમેશા માટે કોઈ ઢાળી દે અહી ખાટો
પણ સમય ને ક્યા મંજૂર છે આપણી વાતો?

Read More

તારા હ્ર્દયની લાંબી કતાર ચીરી છે મે યાદ છે તને?
કેટલા વાદળોને ધક્કે ચડાવ્યા શું યાદ છે પવનને?

સમુદ્રમાંથી એક ડોલ ઓછી થાય એમા શું ફરક પડે?
પણ એ ડોલમાંથી કેટલા સંંતુષ્ટ થયા ખબર છે તને?

Read More

સાચા ગણ્યા છે અમે ગણિતના બધા દાખલા
તેમ છતા તમને જોયા ને અમારા અનુભવનો દાખલો ખોટો પડ્યો.

સરહદ પર

સપનાઓ તમે આજે ભરપૂર જોયા કાલે જશો પૂરા કરવા,
પણ હુ તો અહીં જ બેઠો હોઇશ કાલે પણ આ સરહદ પર

તમારી સુખ-સાહ્યબી પુરી કરવા સુખ-સાહ્યબી મે છોડી છે ,
એવુ ક્યારેય નહિ ઉચ્ચારુ જુઓ આ બેઠો હુ સરહદ પર

રંગોથી હોળી સરસ રમાય છે ને તમારે હુ પણ રમતો નાનો હતો ત્યારે ,
હમણાં તો લાલ રંગથી રમાય છે બીજો કોઇ રંગ નથી અત્યારે આ સરહદ પર

શિયાળે હીટર અને ઉનાળે એ.સી મજાના લાગતા હશે નહિ!
ઉપર આકાશ ,નીચે ધરતી ના કોઇ ઋતુનું ભાન અમારે આંહી સરહદ પર.

આંતરિક જુવાળો ઘટાડો એવી પ્રેમભરી આજીજી છે ઓ બંધુઓ
બીજા ઘણા છે કામ અમારે આંહી સરહદ પર.

સાંભળવીતી દેશભક્તીની કવિતાઓ અમારે પણ ઓ હર્ષિત
આવે છે માત્ર બંદૂકની ગોળીઓના અવાજ અમને આહીં સરહદ પર.

Read More