Quotes by Chauhan Harshad in Bitesapp read free

Chauhan Harshad

Chauhan Harshad Matrubharti Verified

@harshad.chauhan
(210)

સમય ક્યારેય સારો કે નબળો નથી હોતો,
તમારી અપેક્ષાઓ જ પૂર્ણ કે અધૂરી હોય છે.
પ્રયત્ન માટે સમય ક્યારેય right કે wrong નથી હોતો,
તમારી ઈચ્છા જ પ્રબળ કે નિર્બળ હોય છે.
સફળતા ક્યારેય વહેલી કે મોડી નથી હોતી,
તમારા નિર્ણયો જ વહેલા કે મોડા હોય છે.
જીવન ક્યારેય સુખી કે દુઃખી નથી હોતું,
તમારી લાગણીઓની પ્રતિક્રિયા જ સુખદ કે દુઃખદ હોય છે.
કોઈપણ વ્યક્તિ પોતીકું કે પરાયું નથી હોતું,
એ વ્યક્તિ સાથે વિતાવેલ સમય જ વધુ કે ઓછો હોય છે.
- અંતરનું ઊંડાણ.

Read More

તમારુ વર્તમાન જીવન એટલે તમારા ભુતકાળના નિર્ણયો.
તમારુ ભવિષ્ય એટલે તમારા વર્તમાનના નિર્ણયો.

તમે હરેક પળ નિર્ણયો લઈ રહ્યા છો.
આ પોસ્ટને તમે વાંચી રહ્યા છો એ તમારો નિર્ણય છે.
bites પર એક પછી એક પોસ્ટ સ્ક્રોલ કરો છો એ તમારો નિર્ણય છે.
કોઈ વ્યક્તિને પ્રેમ કરવો એ તમારો નિર્ણય છે.
કોઈ વ્યક્તિને ધિક્કાર કરવો ઍ પણ તમારો નિર્ણય છે.
કોઇના કડવા વેણ સાંભળી દુખી થવુ ઍ તમારો નિર્ણય છે.
ઍ કડવા વેણોને ભુલી એને માફ કરી જીવનને માણતુ રહેવુ ઍ પણ તમારો જ નિર્ણય છે.
જીવનમાં સુખી થવુ કે દુખી થવુ ઍ તમારો જ નિર્ણય છે.
જીવનમાં સફળ થવુ કે નિષ્ફળ ઍ પણ તમારો જ નિર્ણય છે.
જાણતા કે અજાણતા લીધેલ આ નિર્ણયો જ તમારુ જીવન ઘડે છે. પરિણામ નહિ.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

Read More