Quotes by Harsh Mehta in Bitesapp read free

Harsh Mehta

Harsh Mehta Matrubharti Verified

@harsh008
(286)

???

એક હાથ દ્વારા પરસેવો લૂછતાં, બીજા હાથની આંગળીઓ મોબાઇલફોનમાં રસ્તો શોધવા માટે નેવિગેશન-એપ પર આમેતેમ ફરી રહી હતી. ગલીના ખૂણા-ખાંચાઓ વચ્ચે રસ્તો શોધવો 'અજય' માટે મુશ્કેલ હતો. હવે સ્થળ નજીક જ છે એમ જોઈને જેવી એણે ઉપર તરફ નજર કરી, કે એની આંખો થોડા સમય માટે એ તરફ જ સ્થગિત થઈ ગઈ! શું આ સ્વપ્ન હતું કે પછી તાદૃશ એ અતિ સુંદર ચહેરાનો આજે ત્રણ વર્ષ પછી ફરીથી સાક્ષાત્કાર થઈ રહ્યો હતો ? 'ધ્વનિ'એ એને પહેલેથી ત્યાં જોઈ લીધો હતો, પરંતુ અજય સામે આંખ મિલાવાની તસ્દી એણે ન લીધી. એ રસ્તાના બીજા કિનારે ઓટો-રિક્ષાની રાહ જોઈ રહી હતી. હવે ચાલતા ચાલતા અજયનું ડેસ્ટિનેશન આવી ગયું હતું, ને આ બાજુ ધ્વનિને પણ રીક્ષા મળી ગઈ. બંનેએ એકબીજાને જાણે જોયા જ ન હોય એમ, પોતપોતાના કામમાં બીઝી થઈ ગયા ! બંને પોતપોતાના કામ પતાવીને ઘરે પહોંચ્યા. ધ્વનિના મગજમાં એ પાંચ વર્ષ જૂનું રિલેશન, અજય, એની બધી યાદો ને એમાંય ત્રણ વર્ષ પહેલાં થયેલું બ્રેકઅપ; આ બધા વિચારો તો રિક્ષામાં બેસતા જ ચાલુ થઈ ગયા હતા. આ બાજુ અજયે પણ ધ્વનિને આટલા સમય બાદ જોયા પછી પોતાના એ કલાઇન્ટ સાથેની મિટિંગમાં વધારે ધ્યાન આપ્યું ન હતું. રાત પડતાં જ બંને પોતપોતાના બેડમાં ગયા, પણ વિચારો એમનો પીછો છોડતાં ન હતા......

ધ્વનિની આંખમાં અજયના કારણે આંસુ હતા ;
અજયના ચહેરા પર ધ્વનિને જોયાની ખુશી હતી !

બસ, બને રાત પુરી થવાના ઇન્તેજારમાં આમથીતેમ પડખા ફેરવતા રહ્યા .....

મોરલ - જૂનો પ્રેમ ક્યારેય ભુલાતો નથી. એ હંમેશા અકબંધ રહે છે....
કોઈ એને યાદ કરે છે, તો કોઈ એની ફરિયાદ !

#MoralStories

Read More

#LoveYouMummy

પ્રિય મમ્મી, (જોકે પ્રિય શબ્દ પણ તારા માટે મારા પ્રેમને દર્શાવવા બહુ જ નાનો પડે, પણ તું સમજી જજેને મમ્મી, હંમેશાની જેમ.)

આશા છે કે, તું હંમેશાની જેમ હસતી જ હોઈશ.

ઘણા સંગીતકારોએ,લેખકોએ,કવિઓએ તારા વિશે, તારા પ્રેમ વિશે ઘણું ઘણું લખ્યું છે પણ શબ્દો તારા પ્રેમને ક્યાં વર્ણવી શક્યા છે! એ બધા જેવા શબ્દોતો નથી મારી પાસે, પણ જો કહેવું હોય તો કહીં શકું કે-તું મારું બધુંજ છે. આ દુનિયામાં મારા સફરની શરૂઆત તારા કારણે થઈ, બસ હવે હું ચાહું છું કે હું જ્યારે અહીંથી વિદાય લઉં ત્યાં સુધી મારી પાસે જ રહે.

લિ.
તારા જિગરનો ટુકડો.

Read More

આ , એક જ પળમાં એવું હું તને શું કહી દઉં ?  કે જેથી આપણી આ આખરી મુલાકાત , આખરી ન બને !!!!

રિસાઈ ભલે જજે , મારાથી તું ! પણ કાચા ઇરાદાઓથી............

કયારેક કોઈ તને મારા નામે ચીડવે ને , તું બધાની સામે શરમાઈ જાય એને જ કહેવાય પ્રેમ .................

જેમ સૂરજ હર-રોજ ધરતીમાં ડૂબી જાય છે , એમ મને પણ કોઈ દિવસ અમસ્તા તારી આંખોમાં ડૂબી જવું છે..........

તારા હોઠોએ ભલે મને જવાબ ના આપ્યો , પણ એ તો તારી આંખો જવાબ આપીને મને બધું સમજાવી ગઈ..........

આજે બજારમાંથી ક્યાંક પ્રેમનો પાકો રંગ લઈને તને રંગી નાખું , ને પછી એની અસર તારા ચહેરા પરથી જાય જ નહીં ...................

Read More