Quotes by અંશતઃ. ગોસાઇ ભરતવન in Bitesapp read free

અંશતઃ. ગોસાઇ ભરતવન

અંશતઃ. ગોસાઇ ભરતવન Matrubharti Verified

@gosaibharatvangmailc
(1.2k)

https://youtu.be/jgKwJZ8yCOM "> https://youtu.be/jgKwJZ8yCOM
https://youtu.be/jgKwJZ8yCOM "> https://youtu.be/jgKwJZ8yCOM

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી ક્લાસ ૧-૨ અને ક્લાસ ૩
ના ક્વેશ્ચન પેપર આવતું ગણિત અને રીઝનીંગ શીખવાની એકદમ સરળ અને શોર્ટ કટ રીત.
વિડિયો જોઈ જરૂરિયાત વાળા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો.હાલની પરિસ્થિતિને ધ્યાનમાં ઘરે જ રહી અને તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાલક્ષી બધા જ પ્રશ્નો અને સોલ્યુશન.
ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો..
ગોસાઈ ભરતવન.

Read More

મન નું જૂકવું પણ જરૂરી છે,
માત્ર મસ્તક જૂકવાથી શિવ નથી મળતા.
#માત્ર

આજના બર્થ ડે સર્જક :ગુલામ અબ્બાસ "નાશાદ"
(સંકલન cp અને સ્કેચ: શિલ્પી બુરેઠા કચ્છ)


ગઝલ
***
એક છું,શ્રી સવા નથી મિત્રો!
માનવી છું, ખુદા નથી મિત્રો!

ભાગ્ય બદલી શકું ના કોઈનું;
લાગણી છું, દુઆ નથી મિત્રો!

પાપ સંતો જ ધોઈ જાણે છે;
વ્હેમ છે, આસ્થા નથી મિત્રો!

હડસેલી કોઈને જવું આગળ;
આવડત છે, કલા નથી મિત્રો!

આંખમાં જે મને સતત ખટકે;
આંસુ છે , ઝાંઝવા નથી મિત્રો!

લોક-ટોળામાં હોય જો દુશ્મન;
માંડ એક-બે,બધાં નથી મિત્રો!

ઘરને ફૂંકી તમાશો જોનારા;
એ કોઈ પારકા નથી મિત્રો!

હાસ્ય હોઠે પ્રણાલિકા કેવળ;
જિંદગી ખુશનુમા નથી મિત્રો!

બારણે એટલે ઊભો "નાશાદ";
ક્યાંયે ઘરમાં જગા નથી મિત્રો!

- ગુલામ અબ્બાસ *નાશાદ*

Happy birthday

Read More

ઉઘાડી રાખજો બારી - પ્રભાશંકર પટ્ટણી

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી

ગરીબની દાદ સાંભળવા અવરનાં દુઃખને દળવા
તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી

અતિ ઉજાસ કરનારા, તિમિરનો નાશ કરનારા,
કિરણને આવવા સારુ, ઉઘાડી રાખજો બારી

પ્રણયનો વાયરો વાવા કુછંદી દુષ્ટ વા જાવા
તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી

થયેલા દુષ્ટ કર્મોની છૂટા જંજીરથી થાવા
જરા સત્કર્મની નાની ઉઘાડી રાખજો બારી

Read More

જીવનમાં હવે કોઈના #પરિચયની અપેક્ષા નથી, રોજ કોઈ આવીને કરે ઉત્પેક્ષા એ હવે મંજૂર નથી. અંશતઃ