Quotes by DEVANG GIRI in Bitesapp read free

DEVANG GIRI

DEVANG GIRI

@giridevanggmailcom
(28)

વરસાદ

સડક પર પડતા છાંટે ચમકે કેવો વરસાદ
હર છાંટે તારી રુડી યાદ અપાવે વરસાદ

ભીંજાવું ન હોવા છતાં ભીંજવે મને વરસાદ
અનુભૂતિ તારી પરોક્ષ કરાવે વાછટે વરસાદ

ઘોર અંધારુ આકાશે ફેલાવે વાદળે વરસાદ
પ્રતિબિંબ તારું બતાવે વિજલીએ વરસાદ

રાહ જોવા માં વધારે આતુરતા હવે વરસાદ
ભલે ન આવી તું પણ આવ્યો જરૂર વરસાદ


દેવાંગ ગીરી
વિસાવદર

Read More

"નૈન"

જોય તારા ઢળેલા આ બે નેન
ગજબ ચડ્યું એનું મને હવે ઘેન

ભીંજાય પાંપણ આંશુ કરે વેન
થાય દીદાર તારા તો પડે ચેન

કંડારવા તને ઘણી વિતાવી રેન
થાકી નહીં ગાંડી મારી નાની પેન

દેવાંગ ગીરી...

Read More