Quotes by Dix Odedra in Bitesapp read free

Dix Odedra

Dix Odedra

@dixodedra7975


રાત ગઈ, વાત ગઈ અંતે સમજાવટ ગઈ
સબંધોની શીખામણમાં અંતે સુવાસ પણ ગઈ
હજારો ખ્વાહીશોથી સપના તો ગૂંથ્યા
પણ દોરાઓની ગાંઠમાં એ ગુંથવણ પણ ગઈ

-Daxa

Read More

પહેલી મોસમના નામે ભલે તુ આજ વરસતો રહ્યો,
સબંધોએ તો ક્યારના સરનામાં આપી દીધા,
બુંદોથી માટીમાં ભલે તુ આજ મહેકતો રહ્યો,
આંખોના ટીપાએ તો ક્યારના સરનામાં આપી દીધા...

-Daxa

Read More

વર્ષા રૂપી ઈચ્છાઓ અનરાધાર વરસતી રહી,
ક્યાંક છાલક તો ક્યાંક ધોધમાર પડતી રહી..
ક્યાં ખબર હતી કે મૌસમમાં નદીઓ વહેતી રહી,
આજ બિન મૌસમ વર્ષી છતાં હું તરસતી રહી..

-Daxa

Read More

માણસ અને સમાજ હંમેશા ટકરાતા રહે છે. આ કોઈ હથીયારો સાથેની લડાઈ નહી પણ વૈચારીક લડાઈ છે. આ તો કેવી સ્વતંત્રતા જ્યા ઊડવા માટે આકાશ તો છે પણ ઊડવાની ઈચ્છા જ મારી નાખવામા આવે. આ કહેવાતા સમાજના ડરને એટલો હાવી કરી દેવામા આવે છે કે પોતાના વીચારોનુ અસ્તીત્વ જ ખોઈ બેસવુ પડે છે.આ લડાઈ તો યુધ્ધ કરતા પણ ભયાનક છે કારણ કે તેમા કૃષ્ણ જેવા સારથી ઓછા હોય.

રીયાલીટી :-
ઈચ્છાઓને દફનાવીને જીવે છે , કારણ કે આખરે તો " સમાજ" માટે જીવે છે!!

-Daxa

Read More

ઝીલે સહજ ઘા,
હૃદય મારું નિર્મળ બની..

કેમ રૂઝાશે ઘા,
હું એટલી બાવરી બની..

નથી ફરક કંઈ મારા ઘાની,
હું એટલી નિ:સહાય બની..

કેટલું સહેલું કહેવું છે કે 'સ્વ' મા જીવીશ હું,
સાંભળ્યૂ એવું મે કઠણ બની ..

છતાં ઊઠી ક્યાંક આશ એવી
બેઠી હું ઈચ્છા બની..
-Daxa

-Dix Odedra

Read More

ડરવું તો તેને પડે જેને કંઈક ગુમાવવું છે
આ તો તે આત્મા છે જેને જીવવું છે

-Daxa

ઝંખના
તોડી બધા બંધન આકાશ આંબવાની,
અંધકારને ચીરીને પ્રકાશની ઝંખના

ઓસના (ઝાકળ) બિંદુ પડે છે પર્ણ પર,
પણ હસ્ત પર તેને ઓસરવાની ઝંખના

ન હતું મળ્યું તેની હંમેશ હતી ફરીયાદ,
પણ મળ્યું છે તેને પામવાની ઝંખના

નથી રહેવાનો આ નશ્વરદેહ સર્વકાળ,
મળ્યું છે તેને જીવી જવાની ઝંખના
-Daxa

Read More

સબંધથી સૌ મોટા કોઇ,
પણ સમજથી કેટલા અહીં કોઇ,
નહીં જો નીક્ડે અવાજ આજ ભરી મહેફીલમાં,
તો સબંધ જિતશે આજ તારી સમજમાં...

-Daxa

Read More

સમજણ તો વધૂ છે તેની તો ચીંતા છે ..કાશ નાસમજ હોત....

-Daxa

શબ્દો તો મૌન જ રહ્યા પણ આંખો ન છુપાવી શકી
કદાચ એટલે ક્યારેક આંખોને પણ ભીનું થવુ પડે છે....

-Daxa