Quotes by Divya in Bitesapp read free

Divya

Divya Matrubharti Verified

@divyathkkr922000gmail.com3520
(99)

Divya લિખિત વાર્તા "કલ્પવૃક્ષ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19939057/kalpvruksh-2

Divya લિખિત વાર્તા "કલ્પવૃક્ષ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો અને તમારો પ્રતિભાવ અચૂક આપો.
https://www.matrubharti.com/book/19939055/kalpvruksh-1

Read More

કોઈની ખુશી માટે કરેલું હાસ્ય એટલે જે તે વ્યક્તિ માટેના તમારા પ્રેમની સાબિતી...



@vicharo_ne_vacha

અલકમલકની વાતો,
ન હોય ભલે કોઈ નાતો,
છે અનોખી એમાં યાદો,
ભાઇ આતો મિત્રોની વાતો...

-'વિચારો ને વાચા '

મુસાફર છું હું...
સફર અનંતની પર છું હું .

સ્થાયી મુકામની મોહતાજ નથી હું,
અસ્થાયી મુકામની મુલાકાતી છું હું.

સરળ રાહની શોખીન નથી હું,
સંઘર્ષ ને ખાળનારી પાગલ છું હું.

નવીન નજરાણા ની ઘેલી હું,
ભલે પડતી આખડતી કેડી પર હું.

મુસાફર છું હું...
સફર અનંતની પર છું હું .

-'વિચારો ને વાચા '

Read More

દિવસે તને તડકા જડે છે,
ને રાતે તને ફાવતું જડે છે.
વરસાદ જરીક અમારું તો વિચાર,
દિવસે તારી રાહમાં કામ બગડે છે,
ને રાતે તારી પાછળ નીંદર બગડે છે...
#લુચ્ચોવરસાદ 😜


@vicharo_ne_vacha

Read More

ફરી મળીશું?

સ્કૂલ કોલેજના એ છેલ્લા દિવસોમાં યાદ કરીને કીધું તું ફરી મળીશું,
હુંકારો તો સૌએ ભણ્યો હતો કે એકબીજાના ટચમાં રહીશું,
કેટલાક મળ્યા પણ ખરા ને કીધું ફરી આમ મળતા રહીશું,
પરિસ્થિતિ એવી છે કે...
હવે કામમાં એવા સૌ પડ્યા છે કે ક્યાંક અચાનક ભટકાશું તો જ મળીશું,
બાકી યાર તારું કામ છે બોલને ક્યાં અને ક્યારે મળીશું?
ખબર નહીં ક્યારે હવે પહેલાંની માફક વગર કારણે ફરી મળીશું???

'વિચારો ને વાચા '

Read More

ચાલ્યો ના જઈશ...

તું આમ એકસામટો ઠલવાઇ ને ચાલ્યો ના જઈશ,
મને એકસાથે આટલો બધો ફાવશે નહીં.

જરુર તારી રોજ છે બે દિ માં ચાલ્યો ના જઈશ,
મને અચાનક ખાલીપો સહેવાશે નહીં.

તું ધીમીધારે આવ ભલે એકાએક ખાબકી ના જઈશ,
મને તારાથી ભીંજાઈને કોરું થવું ગમશે નહીં.

ઝરમર ઝરમર આવ ભલે બસ ચાલ્યો ના જઈશ,
મને તારા વગર હવે ફાવશે નહીં.


- 'વિચારો ને વાચા '
-દિવ્યા

Read More

ન થવાનું થઈ ગયું...


ધાર્યું હતું તે બધું જ અધૂરુ રહી ગયું,
ને અણધાર્યું ન થવાનું થઈ ગયું.
કોણ જાણે કેમ, કેવી રીતે, ક્યાં શું થઈ ગયું,
ને અણધાર્યું ન થવાનું થઈ ગયું.
હતી ન જેની આશ એ અમસ્તું થઈ ગયું,
ને અણધાર્યું ન થવાનું થઈ ગયું.
સપનાંમાં સેવ્યું નહોતું જે હકીકતમાં થઈ ગયું,
ને અણધાર્યું ન થવાનું થઈ ગયું.


-'વિચારો ને વાચા '
દિવ્યા

Read More

કરચલી

પથારીવશ થયેલ વૃધ્ધ માતા કે પિતાની તેમના સંતાનો ને લાગણી સભર અરજી...

બેટા!

કરચલી પડેલી આ ચામડીમાં કેટલી નાખીશ બહારથી નળીઓ,
એમનેમ જ જીવવા દે ને મને મોજથી બચેલી ઘડીઓ.

નથી કરવો હવે મારે હૉસ્પિટલના બેડમાં રેસ્ટ,
કરવા દે મને વાતો તારાથી જાયના ટાઇમ વેસ્ટ.

નથી ખાવા મારે આ ઇન્જેક્શનના ગોદા,
લઇશ હું દવાઓ, કરને ડૉક્ટરથી સોદા.

કરચલી પડેલી આ ચામડીમાં કેટલી નાખીશ બહારથી નળીઓ,
એમનેમ જ જીવવા દે ને મને મોજથી બચેલી ઘડીઓ.

નથી ખાવો મારે આ માંદા માણહ નો ખોરાક,
જમી લેવા દેને મને ભાવતા ભોજન થોડાક.

નથી જાવું મારે કરવા જાત્રા બદ્રી - કેદાર,
બસ જોઇ લઉં પોત્રા-પોત્રી ના સુખી ઘરસંસાર.

કરચલી પડેલી આ ચામડીમાં કેટલી નાખીશ બહારથી નળીઓ,
એમનેમ જ જીવવા દે ને મને મોજથી બચેલી ઘડીઓ.

નથી જોઇતા મારે જમીન - જાયદાત મારે નામ રતીભાર,
બસ રાખજો કુટુંબની સાખ સમાજમાં અવિરત અપાર.

નથી જીવવું મારે હવે ઘણું ઝાઝું,
જોઉં બસ કુટુંબ હળીમળીને રહેતું સાજું.

કરચલી પડેલી આ ચામડીમાં કેટલી નાખીશ બહારથી નળીઓ,
એમનેમ જ જીવવા દે ને મને મોજથી બચેલી ઘડીઓ.


- 'વિચારો ને વાચા '
દિવ્યા

Read More