Quotes by Dipti Vasavada in Bitesapp read free

Dipti Vasavada

Dipti Vasavada

@diptivasavada7708
(9)

એક મિત્ર ને સમય નથી ને બીજો મિત્ર મળવા માગે ત્યારે રચાઈ જતી એક રચનાં,,,,,,,,,



🤼🤼🤼🤼🤼



આવતા જતા ક્યાંક તો મળીશું દુનિયા આખી ગોળ છે અહીં નહીં તો ત્યાં મળીશું .

તારી પાસે સમય નથી તો ના સહી મારો સમય થોડો ફાજલ રાખીશ ને રસ્તામાં જ બસ ક્યાંક મળીશું.

આવતીકાલે ન મેળ પડે તો ભલેને પરમદિવસે છેક મળીશું.

સાચવી રાખજે આ સમય ની સાંકળ નહીં તો એમાં જ ક્યાંક અટવાઈ જઈશું. દિવસ નાં ક્યાં દુકાળ છે ?મિત્ર યાદ રાખજે મને બસ આમ જ છાપાના છેલ્લા પાને શોધજે અવસાન નોંધમાં ને આવી ચડજે એ સરનામે હશે મારા ફોટા પર હાર તો એ ફુલની સુગંધમાં મળીશું.

Read More

मुझे हमेशा से यही लगा हे की आधे शब्द कभी पूरे नही हो पाते या जिये जाते जैसे ख्वाब, प्यार, न्याय, प्यास, किस्मत, हमे हमारी उम्मीदों पे कब्जा रखना पड़ता है, अगर अपनी किस्मत अपनी पूरी होती है

-Dipti Vasavada

Read More

ઉડી જઇશ હું તો રણ ની થોડી રેતી છું,
ન પકડો મને સમય સાથે સરકી જઈશ

નથી એવી કોઈ હિમ્મત મારી કે
તું પકડીશ ને હું અટકી જઈશ

આજે ભલે તારી આસપાસ છું,
પણ કાલે હું ક્યાંક ભટકી જઈશ.

સંતાકૂકડી ની રમત નથી આ
કે તું દઈશ દાવ ને હું સંતાઈ જઈશ

મ્રુગજળ પાછળ દોડ માં
રસ્તા માં ક્યાંક અટવાઈ જઈશ.

લાંબી છે મજલ મારી એક ની
ના આવ આમ પાછળ તું નાહક ની ખોવાઇ જઈશ

તને જો થાક લાગસે પડાવ માં ક્યાંક વચચે તો
હું સમય ની બાજી જીતી ને પણ હારી જઈશ

જિંદગી છે આ ભૂલભૂલૈયા ની
કયાંક ને ક્યાંક તો પકડાઇ જઇશ.

Read More