Quotes by Dipesh Boghra in Bitesapp read free

Dipesh Boghra

Dipesh Boghra

@dipeshboghra0320


શબ્દો મારા માટે માત્ર લખાણ નથી, પરંતુ મારા મનની લાગણીઓનો અક્સ છે. આ કવિતા મારી અંદરની અનુભૂતિઓ, સંઘર્ષ અને વિચારોને વ્યક્ત કરે છે. દરેક પંક્તિમાં મારી જાત સાથેનો સંવાદ છે, જે કદાચ આપના હૃદય સુધી પહોંચશે એવી આશા છે. આપ સૌના પ્રતિભાવ અને સૂચનો મને આગળ વધવા પ્રેરણા આપશે. જો આ શબ્દોમાં આપને પોતાની લાગણીનો અંશ દેખાય, તો એ મારી સૌથી મોટી સફળતા ગણાશે. 🙏

– દિપેશ પી. બોઘરા (કવિ-લેખક)
9662727987

Read More

આ પાનાંમાં લિખિત શબ્દો આપને કેવા લાગ્યાં કૉમેન્ટ દ્વારા જણાવવા વિનંતી.

જિંદગી....

મારા દ્વારા લિખિત કવિતા ના શબ્દો આપને ગમ્યા હોઈ તો પ્રત્યુત્તર જરૂર આપશો...આપનો પ્રત્યુત્તર મારા ઉત્સાહ માં વધારો કરવા પ્રયત્નશીલ બની રહેશે...

દિપેશ બોઘરા
(કવિ, લેખક)

Read More

જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે
ઝરણાંનાં નિર્મળ જલ થી પરી થઈ તું આવે છે
કમળ ની સુંદર સુવાસ થી કોમળ થઈ તું આવે છે
જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે

ગીત ગુંજવતા પંખીડાને વાદળ છાવ મલકાવે છે
ઝાંઝર નાં ઝંકારે આ તો કવિ ભાન ભુલાવે છે
રાત્રિ નાં સથવારે સરખા અંજવાળા ફેલાવે છે
જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે

અલક મલક તી ચાલે તે એના જાંજર ને જંકારે છે
સ્મિત કરતી આંખોમાં એ પ્રેમ નો દીપ પ્રગટાવે છે
કોયલ નાં ટહુકાર થી એ તો ગીત ગુંજાવી જાણે છે
જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે

આંખ ના પલકારે તો પાપણ ભીંજાઈ આવે છે
ઝાંઝવાના નીર મારી આંખે ઉતરી આવે છે
દિલ કેરા દરિયામાં નવો ઉમંગ ઉત્સાહ આવે છે
જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે

લી.
દિપેશ પી. બોઘરા.
(કવિ, લેખક)

આપને મારી કવિતા પસંદ આવે તો મારી આ કવિતાને લાઈક કરજો અને કૉમેન્ટ જરૂર થી કરશો કારણકે આપની લાઈક અને કૉમેન્ટ થી મને પ્રોત્સાહના મળે છે.

આભાર...

Read More