Quotes by Dipesh N Ganatra in Bitesapp read free

Dipesh N Ganatra

Dipesh N Ganatra Matrubharti Verified

@dipesh_ganatra
(52)

"યાદોની વમણાશ"

સુંદરતા ની મુરત ને જોવ , સુંદર બન્યા વગર,
એનાથી વધારે સુખ શું? અવસર બન્યા વગર..

કોલેજ ના દિવસોના એ શમણાં , વધુ શું હોય ,
લાગ્યો એને વાંચવા ,સાક્ષર બન્યા વગર...

પૂછેલો મેં પ્રશ્ન કે , સાથે રહેશું જીવનભર???,
પુરી ના થાય મહેચ્છા , જવાબ બન્યા વગર..

ઈચ્છાઓ ની ઊર્મિ કે ચાંદ પણ લાવું એના માટે ,
બધા અરમાન પુરા ના થાય ,સક્ષમ બન્યા વગર..

એના ગયા પછી પણ ખુશ રહી શકું સદા,
યાદો એની ગૂંથી ,ચણતર કર્યાં વગર ....

એની ના માં પણ હા , અને હા માં પણ ના ,
ક્ષમતા એને આપી , ફરિયાદ બન્યા વગર...

લખી છે યાદ , કલ્પના દિલ "દીપ" એ ,
બનાય ના શાયર , આશિક બન્યા વગર..

-દીપેશ ગણાત્રા

Read More

આજે વાતાવરણ જ કંઈક અલગ ખુશનુમા હતું ,કુદરત ને પણ ખબર પડી ગઈ હતી કે એ આજે સોળે એ કળાએ ખીલવાની હતી ,હા એનો પોતાનો કોઈ પ્રસંગ ના હતો પણ કોઈ ના સારા અવસર માં ભાગીદાર થવા એ ખુદ પણ આતુર હતી ,આ જૉઈ ને જ કુદરત પણ પોતાની પાંપણો ને ભીની કરતા ના રોકી સકી ,હા એ મુસળધાર કે સાંબેલાધાર ના વરસી શકે નહીંતર એનું સૌંદર્ય જોવાનો અદભુત અવસર પણ એ ગુમાવે.
લવ અંશ – “ तेरा ना होना मेरे साथ हे ”

Read More

આજે એક નાનકડા કાળા ટીકા ની જરૂર છે એને કદાચ એની આખો એને આજે કેવાનું ભૂલી ગઈ લાગે છે,ગુલાબી માં વસ્ત્ર માં સુંદરતા ભર્યું એનું સૌંદર્ય એને ભલીભાતી એક લસબાસતા માધુર્ય નું સિંચન કરનાર કલ્પતરુ ના રૂપ માં દર્શાવે છે.
એને જઈ ને કોકે કેહવું પડશે સુંદરતા ની સાથેનું એનું સાતત્યપણું ખુબ જ આહલાદક લાગે છે.!!!!!!!!

Read More

કલમ ઉપાડું હું આવે ત્યારે તારી યાદ,
હૈયાં ને ભીંજવવા આતો કેવો વેરી વરસાદ,
સાદ પાડીને એ કરે વેગવંતી ફરિયાદ ,
કોણ જાણે કે ક્યારે થશે વાતો કેરો મિલાપ"
-"દીપ"

Read More

ચા સાથે મુલાકાત - 3
મિત્ર: ( ચા હાથ મા લઇ ને )તને શુ લાગે છે "ચાંદ'' અને "ચા" ની સામ્યતાઓ ખરી ?
હું : કેમ નહીં !!!! (ચા ની ચુસ્કી સાથે)
"ચાંદ" એટલે શુદ્ધ શાશ્વત અને બેદાગ નું પ્રતીક
જયારે "ચા'' સાથે ની મુલાકાત પણ શુદ્ધ સાશ્વત અને બેદાગ
મિત્ર : બીજું કાઈ ?
હું :"ચાંદ નું અભિમાન એનું નૂર"
અને
"ચા આપણા માટે જિંદગીનુ કોહિનૂર."
મિત્ર : ચા અને તારી વાતો ( હસતા હસતા ) ગજબ છે.
# બસ ચા સુધી

Read More

ચા સાથે મુલાકાત - 2
Me: ચા આપીશ?
Wife: તને ચા મળે એટલે બીજું કાંઈ ના જોઈએ ને ?એ હસતા હસતા બોલી .
Me: સમજતો થયો ત્યારથી આ ચા એક જ તો સાશ્વત સાથી છે મારી વ્યસ્તતા સાથે.
Wife: વ્યસ્તતા તારા માટે વરદાન છે અને તું મારા માટે...☺️
# બસ ચા સુધી

Read More

ચા સાથે મુલાકાત -1
ચા એટલે વ્યસ્તતા ના ખેતર માંથી બાર આવતું વ્હાલસોયું હાસ્ય.
ચા એટલે રંગબેરંગી સપનાઓ નું રચાતું અદ્રિતીય મેઘધનુષ્ય.
ચા એટલે મતલબી દુનિયા માંથી બહાર લાવતો શાશ્વત સાથી.
ચા એટલે રોજબરોજ ની જીંદગી ના થાક નો મીઠો વિસામો
# બસ ચા સુધી
- Dipesh (દીપ )

Read More