Quotes by Dipak Shiroya in Bitesapp read free

Dipak Shiroya

Dipak Shiroya

@dipakshiroya2000yaho


Even BiRdS also maintain social distancing, can people understand ???

કંઇક એવું કરવું છે...

કોલેજ ના પગથિયે પરિચય થયો...

૨૧.૦૬.૨૦
પ ને કર્યો કાનો...

'પ' ને કર્યો કાનો ને થઈ ગયો 'પા' ,
પણ જીવનમાં એના વિના બધી છે ના.
હોવ હસતો કે હોવ રડતો,
છે મારી સાથે 'પા'.

ફરક નથી પડતો એને હું કહું હા કે ના,
બસ મુજ કલ્યાણ કેરો એનો હંમેશાં,
'રાણા કેરો ઘા'.

હ્રદયે કોમળ પણ વચને કઠોર,
ન થાકે, ન 'પાકે',
એવો મારો 'પા'.

ન ટાળે, ન વાળે,
સમય આવ્યે ટપારે,
અનુભવોનું ભાથું બસ ચખાડે...
સલાહો નો ભાર ન મુકતા,
સંસ્કાર, સુચન, સહકારનો,
મિત્ર કેરો ભાવ પ્રસારે...
એવો મારો 'પા'.

પ' ને કર્યો કાનો ને થઈ ગયો 'પા' ....

દીપક (9979496136)

Read More

દોસ્ત છે, દોસ્તી છે !
દીપક

અગમ તો આહલેક કરે..

ગજબ ની હતી chemistry અમારી...

ગજબ ની હતી chemistry અમારી....
#Capable

હૃદય થી હૃદય ને પાર.... કવિતા...

...ગજબની હતી કેમેસ્ટ્રી અમારી....

ગજબની હતી કેમેસ્ટ્રી અમારી,
રસાયણ વિના થઈ ગયો તો પ્રેમનો લોચો.
આંખોથી આંખોનો થયો તો ઈશારો,
ને યુવાનીનો ઉદ્દીપક રગદોડાયો તો એમાં.

ને પછી !
ક્યાં હતો પ્રેમની પ્રોસેસ માં કંન્ટ્રોલ,
ને ઉભરો એવો આવ્યો કે,
પરપોટા ફૂટ્યા એનાં બાપને દરવાજે.

પછી તો જુદાઈની જ વાતો,
ન મળીએ, બસ મનની જ મુલાકાતો,
નહિ ભૂલી શકું કહી,
પછી ભુલાવી દેવાની એની આદતો.

મળ્યતા જ્યારે આખરી વાર,
થયો તો હું હત-ભ્રત એની હયાતી થી,
પણ નતી તમા એને મારી હયાતી ની.
હું હતો, પણ ન'તો એને માટે,
ને એ સર્વસ્વ હતી મારી માટે.

દોષ શું દેવો એને હવે,
હશે કોઈ મજબુરી એની એવી,
કે જીવતે ન આવી એ,
ને હવે, ગુલાબ જડે છે રોજ મારી મઝાર પર...

દીપક (9979496136)

Read More