Quotes by DINESH PARMAR in Bitesapp read free

DINESH PARMAR

DINESH PARMAR

@dineshparmar.274298
(98)

Good Morning friends.

Friends, my third story named Jai Girnari has been published by matrubharti today. I request you all to read and give comments about what you think for this story. Lots of love and thanks to Team Matrubharti.

https://www.matrubharti.com/book/19862754/jai-girnari

મિત્રો માતૃભારતી પર આજે મારી બીજી સ્ટોરી રજુ થઇ છે. વાંચો અને ગમે તો મિત્રો ને શેર કરો. કમેન્ટ્સ કરી તમારા પ્રતિભાવ જણાવશો. જય માતાજી.https://www.matrubharti.com/published-story

Read More

સહનશીલતા એ સ્વભાવ નુ આભુષણ છે.

Hi friends, today I am very glad to share with you that today my first story is published on matrubharti. All is become possible due to Team Matrubharti. On such occassion I am very much thankful to Team Matrubharti. Please read this story and share your comments. https://www.matrubharti.com/dineshparmar.274298

Read More

#kavyotsav

સુખની શોધ

સુખની શોધમાં, આમ તેમ ફરતો !,
ઝડપભેર ચાલતો, રસ્તો મોટો કાપતો !

સામે જે મળે, સહુ કોઈને પૂછતો,
સુખ ક્યાં મળે છે? તમે જણાવશો?

ગામ ગામ, શહેર શહેર હું ભટકતો !
સાચું ખોટું સહુ બોલતા, પ્રેમ થી સંભાળતો !

ગલી ગલી સાદ મોટા પાડતો,
મળે જો સુખ તો સરનામું મારું આપજો.

હાય રે સુખ ની શોધમાં, હું ક્યાં ક્યાં ભટકતો !
ધોધમાર વરસાદ માં હું કેટલું પલળતો.

હતું તે સઘળું, આમ જ ગુમાવતો,
અધેલી મળતી ને બાર આના ખોઈ આવતો.

ડુંગર ચઢતો ને, જંગલ ને રસ્તે જાતો,
કસ્તુરીમૃગ જોઈ એ વાત સમજતો,

આત્મખોજ કર દીકરા,
સુખની શોધ હવે મિથ્યા હું માનતો.

-દિનેશ પરમાર

Read More

#kavyotsav
પ્રેમનું તમે નામ પાડ્યું !

પ્રેમનું તમે નામ પાડ્યું ! ને પ્રેમી થઇ ગયા !
ઉફ્ફ..અમે કેટલા પરેશાન થઇ ગયા ?

અમે તો પ્રેમ જોગી , નાત મારી નોખી.
પ્રેમ વિના કંઈ નહિ, વાત મારી ચોખી.

પ્રેમ જ તો કર્યો છે. ખોટું કંઈ કામ નહિ.
ઉફ્ફ..તોય જુઓને સજા કેટલી મળી ગઈ?

પ્રભુનો પ્રષાદ છે પ્રેમ, સહુ કહેતા, સાચી વાત?
પ્રેમમાં પાખંડીય ક્યાં થોડા છે? ખોટી વાત ?

પ્રેમનો શું ભાવ ચાલે છે ભાઈ આ જગમાં ?
ઉફ્ફ.. સાવ સસ્તા માં વેચાઈ ગયા ! આ બજાર માં !

ઓલ્યા પ્રેમી બની શિયાળવા, આઝાદ ફરે છે! ને,
ઉફ્ફ.. આ ભરોસાનો ભેરુ હણાઈ જાય છે ફોગટ માં
.
તમે તો પ્રેમ ના નામે પ્રસિધ્ધ ને..........
ઉફ્ફ...શહેર માં અમે કેટલા બદનામ થઇ ગયા?

પ્રેમનું તમે નામ પાડ્યું ! ને પ્રેમી થઇ ગયા !
ઉફ્ફ..અમે કેટલા પરેશાન થઇ ગયા ?

-દિનેશ પરમાર

Read More

#kavyotsav
તરુણ પ્રણય
“તમને શમણામાં કેદ કરી મીઠી નીંદર હું માણી લઉં,
કોઈ આવી જગાડે ઈ પેલા પ્રણય ની મજા માણી લઉં.
પુનમનો પ્રકાશ હવે દઝાડે છે દિલ ને બહુ,
કોઈ આવી ટોકે ઈ પેલા ચાંદનીની મજા માણી લઉં.
આ ફૂલડાની સેજ પર થોડોક આરામ ફરમાવી લઉં,
કોઈ આવી રોકે ઈ પેલા રંગો ની હોળી ખેલી લઉં.
પ્રેમની નજરથી તમને નીરખવાની મજા માણી લઉં,
ઓઝલ થઇ જાવ ઈ પેલા કચકડે એક તસવીર કંડારી લઉં.
તમને શમણામાં કેદ કરી મીઠી નીંદર હું માણી લઉં,
કોઈ આવી જગાડે ઈ પેલા પ્રણય ની મજા માણી લઉં.”

-દિનેશ પરમાર

Read More

અટલજી ને સમર્પિત - ક્યારે મળશે આવા નેતા?

“આપનું આ દુનિયા માં આવવું એ એક માત્ર સંજોગ નથી.

તમે શીખવી ગયા રાજનીતિ ઘણા ને તમારા શબ્દો થી ,

આપની કલમ ચાલી ને અમને કવિ મળ્યા.

જેપી ની નજર પડી ને દેશ ને નેતા મળ્યા.

અમને તો જેવડો નફો , તેવડું નુકસાન મળ્યું.

કદાવર નેતા તો મળ્યા પણ કવિ ખોયો.

પણ હે પ્રભુ આજે તે આ કેવો કર્યો રકાશ.

કવિ ને નેતા બેઉ લીધા, ને આપ્યો માત્ર... શૂન્યવકાશ. ”

-દિનેશ પરમાર

Read More