Quotes by Dino in Bitesapp read free

Dino

Dino

@dineshpal1311gmail.com153


સમય થી જીતુ, તે હું નથી..,
ઝીન્દગીથી હારું તે હું નથી...!!

ખોટા દેખાવ કરું તે હું નથી,
આ તો સંજોગો જુદા કરે છે...,

બાકી સંબંધો ની બાજી
હારું એ હું નથી..........!!!

Read More

તૂ ક્યાં જાય છે...???



દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય

ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે .

દિવાળી હોય કે હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે

આ બધુ તો ઠીક હતું
પણ હદ તો ત્યાં થાય છે .

લગ્નની મળે કંકોત્રી ત્યાં
સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

પાંચ આંકડા ના પગાર છે ,

પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે ?

પત્નીનો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે ?

ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનાયં ઘરે ક્યાં જવાય છે ?

હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડેમાં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?

કોઈ ને ખબર નથી
આ રસ્તો ક્યાં જાય છે ?

થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .

કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,

તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?

બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,

આવનારી પેઢી પૂછશે
સંસ્કૃતી કોને કહેવાય છે ?

ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .

ચાલો જલ્દી નિર્ણય લઇએ
મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે

Read More

તું તો ત્યાં જ સ્થિર છે...!

અફસોસ..!

"માં" અમે જ મોટા થઈ ગયા...

સાચી નિયતિ દરેક ના શ્વાસ માં હોય તો વસુદેવકુટુંબકમ નિ ભાવના સાકાર થઇ શકે છે.


એક વીજળી ના થાભલા ઉપર એક કાગળ ની ચિઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તેં વાંચવા લાગ્યો..!
એની ઉપર લખ્યું હતું ..
મહેરબાની કરી વાંચવું...
આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે...!
સરનામું..!
.............
.............

આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિ ને મળવુંજ જોઈએ...!
હું એ બતાવેલ એડ્રેસ પર ગયો જઈને દરવાજો ખટ ખટાવ્યો તો એક અતિ વૃદ્ધ માજી એ દરવાજો ખોલ્યો માજી સાથે ની વાતમાં એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલાજ છે તેની આગળ પાછળ કોઈ નથી મેં માજી ને કહ્યું કે તમારી ખોવાયેલ 50 રૂપિયા ની નોટ મને મળી છે તે દેવા આવ્યો છું...!

આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કે બેટા અત્યાર સુધી માં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે..!

હું અભણ છું એકલી રહું છું નજર પણ કમજોર છે કોણ જાણે કોણ એ ચિઠી લગાવી ગયું છે..!

બહુ જીદ કરી ત્યારે માજી એ 50 રૂપિયા તો લઈ લીધા પણ એક વિનંતી કરી કે બેટા જાતિ વખતે એ ચિઠી ફાડી ને ફેંકી દેજે...!

મેં હા તો પાડી દીધી પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજી એ ચિઠી ફાડવા નું કીધુ હશે તો તે કોઈ એ ચિઠી નો ફાડી તો હું શામાટે ફાડું...!!

પછી હું એ માણસ નો વિચાર કરવા લાગ્યો કે એ કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજી ની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો હું એને આશીર્વાદ દેવા મજબુર થઈ ગયો...!

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ..!

Read More

ગુજરાતી ભાષા નો ઠાઠ તો જુઓ,
જતા માણસ ને "Bye" નહીં પણ "આવજો" કહીએ છીએ.

ગુજરાત સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ.

એક નેતાનું અવસાન થયું. ચિત્રગુપ્તે ચોપડામાં જોઈ એને કહ્યું, તારે એક દિવસ માટે તો નરકમાં જવું જ પડશે, પછી તું જયાં કહીશ ત્યાં મોકલીશું.

નેતા તો બિચારા ગભરાતા ગભરાતા ગયા,
પણ આશ્ચર્ય !

નરક તો ફાઈવ સ્ટાર હોટલને ય આંટે એવું હતું , બધી સગવડ, એક દૂત બધાની સેવા કરતો હતો. નેતાએ તો આખો દિવસ મોજથી પસાર કર્યો.

બીજે દિવસે ચિત્રગુપ્ત પાસે ફરી હાજર કરાયા.
" બોલ, હવે, કયાં જવું છે, નરકમાં કે સ્વર્ગમાં ? "

" નરક તો મસ્ત છે!"
" હા, સ્વર્ગમાં તમારે ભક્તિ જ કર્યા કરવાની ને ભગવાન સાથે રહેવાનું"

નેતા ઉવાચ," મને તો નરક જ ફાવશે."
ચિત્રગુપ્તે એ પ્રમાણે કાગળિયા કરી ભાઈને ફરી નરકમાં મોકલી આપ્યા.

નેતા એ આંખ ખોલી તો સલફ્યુરિક ઍસિડના વાતાવરણમાં લોકોની ચીસાચીસને ભયંકર વાસ વચ્ચે પોતે હતા.

ગઇકાલ વાળો જ દૂત એમને મૂકી ચાલતો થતો હતો. નેતા ચિત્કારી ઊઠ્યા, "અરે આ નરક છે? ગઈકાલે તો અહીં કેટલું સરસ હતું બધું, કયાં ગયું?"

"ગઈકાલ તો અમારો પ્રચારનો દિવસ હતો, તે હવે આજે વૉટ આપી દીધો! આજે હવે વૉટ આપ્યા પછીનું કાયમનું વાતાવરણ છે."

Read More