Quotes by Dinesh Gada in Bitesapp read free

Dinesh Gada

Dinesh Gada

@dineshgada1596


जब वो भरती हैं दम....
बेटियाँ नहीं होती बेटों से काम जब वो भरती हैं दम । जिन्होंने समजा उन्हें कम । एक हुंकार से निकाल दे दम । बेटियाँ दिवस की हार्दिक बधाई ।

Read More

પ્રસંગોપાત નાહનારો હું,
હવે દૂધની થેલીને રોજ નવડાવું છું.

કપડાંની થેલીથી શરમાતો હું,
હવે ડોલમાં શાક લેવા જઉં છું.

ખુલ્લેઆમ વટથી ફરનારો હું,
હવે રૂમાલમાં મોં છુપાવીને જઉં છું.

રોજ થાકીને સૂઈ જનારો હું,
હવે સૂઈને થાકી જઉં છું....!!


અજ્ઞાત

Read More

શું હતો, શું થઈ ગયો
આડંબર છૂ થઈ ગયો
ઝબકીને જાત જોઈ તો
હું જાતને જડતો ગયો..

ખોટી બધી એ ભાંજગડ
ખોટા પ્રપંચ કરતો રહ્યો
જીવવાનો ઢોંગ જયાં જયાં કર્યો
ત્યાં ત્યાં સતત મરતો ગયો

આ જોઈએ, તો જોઈએ
અટકું નહીં, મટકું નહીં
હું સેઠ ઈચ્છારામના
હફ્તા સતત ભરતો ગયો

જો ‘હું’ નહીં, કુછ ભી નહીં
સાદું ગણિત સમજ્યો નહીં
કાંઈ પામવાની લ્હાયમાં
હું ખુદને વીસરતો ગયો

કયાં છે ખુદા હું પૂછતો
મૂર્તિની ધૂળ લૂછતો
એની હયાતી છે નહીં
એ કેફમાં તરતો ગયો

એ સાબિતીઓ આપવા
આવ્યો નહીં હજરાહજૂર
બસ એક પડખું ફેરવી
ઘડિયાળ ફેરવતો ગયો

જાણે સમય અટકી ગયો
ભીતરથી ‘હું’ બટકી ગયો
એક વાયરસ આ વિશ્વના
શીડ્યુલ ખોરવાતો ગયો

હું વ્યસ્તતાના વેશમાં
બહુરુપિયો થઈ ગ્યો હતો
ઝબકીને જાત જોઈ તો
ખુદને જ હું મળતો ગયો

રંગો બધા ઉતરી ગયા
સંબધ સૌ સુધરી ગયા
ઝબકીને જ્યોત જોઈ તો
હું જાતને જડતો ગયો..

- ધ્વનિત

Read More

આજનો “આનંદ”
જન્મ્યો ગુજરાત,
જેની ધરા પર,
જન્મ્યા નરબંકા,
ગાંધી, સરદાર,
મોરારજી ને મોદી,
એકે આપી આઝાદી,
બીજાએ સવારી,
એકે સંભાળી સાદાઈથી,
તો બીજાએ ઉગારી,
આજે ધન્ય થયો “ભારત”
કહે ગર્વ થી “દિનેશ”.
જય જય ગરવી ગુજરાત.


#આનંદ

Read More

અમે ગૂજrati

epost thumb

શૈશવ નું સ્મરણ


શૈશવનું એક સ્મરણ... કોને યાદ છે આ કવિતા ?
*અમે ચાંદો સૂરજ રમતા’તા,*
રમતાં રમતાં કોડી જડી !
કોડીનાં મે ચીભડાં લીધાં,
ચીભડે મને બી દીધાં !
બી બધાં મે વાડમાં નાખ્યાં,
વાડે મને વેલો આપ્યો !
વેલો મેં ગાયને નીર્યો,
ગાયે મને દૂધ આપ્યું !
દૂધ મેં મોરને પાયું,
મોરે મને પીછું આપ્યું !
પીંછુ મેં બાદશાહને આપ્યું,
બાદશાહે મને ઘોડો આપ્યો !
ઘોડો મેં બાવળિયે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી !
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી !
માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો !
ઘડો મેં કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યું !
પાણી મેં છોડને પાયું,
છોડે મને ફૂલ આપ્યાં !
ફુલ મેં પૂજારીને આપ્યા,
પૂજારીએ મને પ્રસાદ આપ્યો !
પ્રસાદ મેં બાને આપ્યો,
બાએ મને લાડવો આપ્યો !
એ લાડવો હું ખાઈ ગ્યો,
*ને હું આવડો મોટો થઈ ગ્યો !!*

*- ઝવેરચંદ મેઘાણી.*

Read More

કમાલ કરી
#નિયતિ તેં !
આઘાત આ
કલાનો ?
વિચલિત મન,
‘દિનેશ’ મૂક
મિત્રો બે
નીકળ્યા સફરે
શું થશે સ્વાગત
સ્વર્ગે ?

Read More

એક આકૃત્તિ
નિભાવ્યા અનેક
કિરદાર
ભળી ગઈ છેવટે
નિરાકાર
સમાવી પ્રકૃતિમાં
મિલન અર્થે
ઓ જન્મદાત્રી
આભાસમાં વસી
એ આકૃત્તિ

#આકૃત્તિ

Read More

મન તરંગ,
વિચાર અંતરંગ ,
ઉદ્ભવે અનંત,
આતમ પૂછે,
ઓ ચિત્રકાર,
કોણે રચી આ આકૃતિ,
ફરી જાણે ગધા,
આખરી અસુર
આઘાત અનગળ
"દિનેશ" લોચન
ફેરવે ગગન
કયો કિરતાર,
લેશે અવતાર,
ઉકેલ પ્રકૃતિ તણો,


#આકૃત્તિ

Read More

જે બાંધે પાણી પહેલા પાળ
તે કહેવાય રખેવાળ
જે જલાવે જયોત
તે બંને જગવિખ્યાત
ચેતતો નર
સદાય સુખી
કહે એમ મોદી
“જીજ્ઞાસુ” મન
તું સમજ આગમન

#જિજ્ઞાસુ

Read More