The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
" આત્મવિશ્વાસ" " પરાજય નો વિચાર પરાજય જ નોતરે છે, હિંમત વિના તો સિદ્ધિ મળતી નથી, જીતવું છે, પરંતુ શ્રધ્ધા નથી, તો જીત મળતી જ નથી." "પરાજિત મન એ જ પરાજય છે, સફળતા હિંમત ને વરે એ જ દુનિયા નો નિયમ છે, તેથી જ તો કહેવાયું છે, મન હોય તો માળવે જવાય." "વિજય નો વિચાર એ જ તમારી જીત છે, શિખરે પહોંચવા મક્કમ હશે મન, તો કપરાં ચઢાણ કોઈ વિસાતમાં નથી." "જિંદગી નો જંગ કાયમ, બળવાન નથી જીતતા, પણ, માત્ર આત્મવિશ્વાસ જ વિજેતા નક્કી કરે છે."
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
*કુંડામાં રહીને વટવૃક્ષ ના બની શકાય મોટું થવું હોય તો જમીનમાં ઉતરવું પડે*!! *|| 🙏 ||*
માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે. અને, ટેન્શન ને કરન્ટ ખાતામાં. . . બસ ખાતું બદલવાની જરુર છે. . . જિંદગી જીવી જાણો નહિતર, બસના કંડકટર જેવું જીવન બની રહેશે. મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં... 🙏🏻jay shree krishna 🙏🏻
સંબંધો ચંદન ના વૃક્ષ જેવા રાખો, ભલે ટુકડા હજાર થાય, પરંતુ ... તેની સુગંધ ના જાય. ꧁🙏🏻 🙏🏻꧂
દોસ્તો, આજે હું એક હમણાં તાજી બનેલી ઘટના શેર કરી રહી છું. હું અને સપના પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણ્યા.. અમારા બંને વચ્ચે દોસ્તી પણ સારી.. પણ લગ્ન પછી બંને વચ્ચે કોઈ કૉન્ટેક્ટ ન રહ્યો, એનું કારણ સપના ના માથે ખૂબ જવાબદારી.. જોઈન્ટ ફેમિલી અને એના એકલીના માથે જવાબદારી.. દિયર પોતાના લગ્ન પછી જુદો રહેવા ગયો.. દીકરો પણ મોટો થઈને વહુ સાથે બીજા શહેરમાં સૅટ થઈ ગયો.. અલ્ટિમેટલી આની જવાબદારી ક્યારેય ઓછી ન થઈ.. જ્યારે જ્યારે અમે બીજી ફ્રેન્ડ્સ મળીએ ત્યારે એને પણ બોલાવતાં પણ એને કશુંક તો કામ આવી જ જતું અને એ ક્યારેય ન આવી. પછી અમે એને પૂછવાનું બંધ કર્યું. હવે વાતના મુખ્ય મુદ્દા પર આવું. દસ - બાર દિવસ પહેલાં ખબર આવ્યા કે સપના હવે આ દૂનિયામાં નથી. બે-ત્રણ દિવસ તો મારા આઘાતમાં ગયા, પછી એના જ ફોન પર રીંગ કરી તો જીજાજીએ ઉપાડ્યો અને કહ્યું કે કોરોનાના કારણે તે હવે નથી. થોડી દિલસોજી વ્યક્ત કરી એ દિવસે તો મેં ફોન મુકી દીધો. રૂબરૂ જવાનો તો કોઈ સવાલ નહોતો! ગઈકાલે પાછો ફોન કર્યો કે એના વગર આખું ઘર અટવાઈ પડ્યુ હશે, અને કોઈ કામકાજ હોય તો વાત કરી લઉં. મારા આશ્ચર્ય વચ્ચે જીજાજીએ કહ્યું, " બેન, હા, એની ખોટ તો સાલે છે, પણ ધીમેધીમે બધું સૅટ થઈ રહ્યું છે. ઘરે રસોઈવાળા બેન રસોઈ બનાવી જાય છે, ઘરકામ કરવાવાળાને થોડા રુપિયા વધુ આપીશ એટલે એ બધું જ કરી દેશે.. મારા મમ્મીનું ધ્યાન રાખવા એક માજી આખો દિવસ આવે છે.. જે એમને દવાઓ પણ આપે અને મમ્મીની સેવા પણ કરે છે. મેં હવે થોડું મારા મિત્રમંડળીમાં જવાનું ચાલું કર્યું છે જેથી મને આખો દિવસ ઘરમાં કંટાળો ન આવે..દીકરો અને વહુ આટલા દિવસ સુધી અહીં જ હતા, કાલે જ ગયાં..! હવે મારી આંખો સામેથી આટલાં વર્ષો એક ફિલ્મની જેમ પસાર થઈ ગયાં.. સપના પોતાના માટે એક ક્ષણ જીવી નથી શકી.. જીજાજીએ જો આ વસ્તુ પહેલાં કરી હોત તો એ છોકરી થોડું પોતાના માટે જીવી શકીહોત. અને આજે? એના વગર આખું ફેમિલી સેટ થઈ ગયું! બહેનો,હું તમને જવાબદારીથી દૂર ભાગવાની વાત નથી કરી રહી, પણ એવું પણ માની લેવાની જરૂર નથી કે મારા વગર આખા ઘરની કે ઘરની વ્યક્તિઓની શું હાલત થાય! કોઈકવાર પોતાના માટે જીવવામાં કોઈ ગુનો કે અપરાધ નથી. અને જીવન છે, ત્યાં સુધી થોડું જીવી લેવું, મૃત્યુ પછી બધા લહેર કરવાના જ છે! કોઈવાર દીકરાને કે પતિને આપણા હાથની દાળ નહીં મળે તો એમાં કશું ખાટું - મોળું નહીં થઈ જાય!જયા સુધી બધા ને સાચવશો સારા લાગશો..નહીં હોવ ત્યારે બધા પોતાને સાચવી જ લે છે. આજની મારી માનસિક સ્થિતિ પ્રમાણે લખ્યું છે, કશું ખોટું હોય તો માફી ચાહું છું..
એક વાક્ય જે હંમેશા મને પ્રોત્સાહિત કરતું રહે છે... તું એકલો નહિ એકડો છે.. ઉઠ... હજારો મીંડા તારી રાહ જુએ છે. તારું મૂલ્ય સમજ..! ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ, ઝઝુમ્યાં વગર તો છુટકો જ નથી . 🌹🙏શુપ્રભાત 🙏🌹
**જિંદગી** *તુ દોડતી જાય છે ને મારાથી ચલાતું પણ નથી, *ધીમે ચાલ જિંદગી મારાથી થાકી જવાય છે. *ઘણા બધા સ્વપનો છે મારી આંખોમાં, *થોડાક તેં બતાવેલા થોડાક મેં સંઘરેલાં, *કેટલાક સબંધો છે મારી સાથે જોડાયેલા, *ઘણા ઈશ્વરે આપેલા ને થોડા મેં બનાવેલા. *જોજે એ બધા મારાથી છૂટી ન જાય ધીમે ચાલ જિંદગી, મારાથી થાકી જવાય છે. *કઈ કેટલીય લાગણીઓ છે, આ હૃદયમાં ઘણી બધી ગમતી, અને થોડીઘણી અણગમતી. *કંઈક કેટલીય જવાબદારીઓ છે, આ જીવન માં, *થોડીક જબરદસ્તીથી સોંપેલી, થોડીક મેં સ્વીકારેલી. *એ બધાનો ભાર ઉંચકીને લાંબુ, ચાલી શકું એ માટે, *ધીમે ચાલ જિંદગી મારાથી થાકી જવાય છે. *ઘણાબધા નું હૃદયમાં સ્થાન બનાવવું છે, *અને ઘણાબધા નું હૃદયમાં સ્થાન ટકાવવું છે. *જવાબદારીઓ સાથે પોતાના સ્વપનો પુરા કરી શકું કે, *તું ધીમે ચાલજિંદગી મારાથી થાકી જવાય છે, *કોઈને કડવાશથી યાદ કરું એવા વ્યવહાર ટાળ્યા છે *લોકોના હૃદયમાં હંમેશા રહું એવા પ્રયત્ન કર્યા છે.? *ભૂલથી પણ કોઈના હૃદયને ઠેસ ન પહોંચે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે, *એવી મારી પ્રાર્થનાને ફળીભૂત થતાં જોવી છે, *તો ધીમે ચાલ જિંદગી મારાથી થાકી જવાય છે. *રેતની જેમ સમય મુઠ્ઠી માંથી સરકે છે, *આજે સાથે ચાલીએ છીએ કાલ ની કોને ખબર છે..? *ખુબ પ્રેમ કરુ છું તને ઓ *જિંદગી* *જરા તું ધીમે ચાલ મારાથી થાકી જવાય છે..
*જીવનમા એટલી બધી ભુલ ન કરવી, જેથી પેન્સીલ પહેલા રબર ઘસાઈ જાય…* 🌹🙏*શુપ્રભાત *🙏🌹
એક કલાકાર હતો, રોજ નાટક માં કામ કરે. એક દિવસ એક વ્યક્તિ એ તેને પૂછ્યું કે નાટક માં થી તમે તમારી જીંદગી માં કઈ કલા શીખ્યા? નાટક ના એ કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે, નાટક માં થી હું એક જ કલા શીખ્યો છું કે, તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે....! આપણે કંઈ છોડતા નથી , એટલે જ દુઃખી થઈ એ છીએ. આપણે ને ઘણી વખત ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યાં પૂરો થાય છે? #કલા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser